Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં સાયબર ફ્રોડનો રીઢો આરોપી ઝડપાયો:'ઓપરેશન મ્યુલ હન્ટ' હેઠળ 9 લાખની છેતરપિંડીનો ખુલાસો

    8 hours ago

    પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસે 'ઓપરેશન મ્યુલ હન્ટ' અંતર્ગત સાયબર ફ્રોડના એક રીઢા આરોપી રવિરાજ ઉર્ફે રવિ ધીરુભાઈ રાઠોડની ધરપકડ કરી છે. આ આરોપીએ બેંક ખાતાઓ ભાડે રાખીને કુલ 9 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ સાયબર ફ્રોડ કરવા માટે ત્રણ બેંક ખાતાઓનો ઉપયોગ કર્યો હતો. જેમાં કેનેરા બેંકના બે ખાતા (નં. 110298091944 અને 110284916601) અને ઇન્ડિયન બેંકનું એક ખાતું (નં. 421112246) સામેલ છે. કેનેરા બેંકના ખાતાધારક નિતાબેન નાથાભાઈ વાજા (રહે. માધવપુર/પોરબંદર) અને ઇન્ડિયન બેંકના ખાતાધારક વિશાલ દેવાભાઈ પાંડાવદરા (રહે. મોઢવાડા, પોરબંદર) ને ભોળવીને આરોપી રવિરાજ રાઠોડે આ ખાતાઓ મેળવ્યા હતા. આરોપી મૂળ મોટી ખાવડી, જામનગરનો રહેવાસી છે અને હાલ રાજકોટમાં રહે છે. આરોપીએ આ બેંક ખાતાઓનો ઉપયોગ કરીને કુલ 7 જેટલી સાયબર છેતરપિંડીની ફરિયાદોમાં રૂ. 9,00,000/- (નવ લાખ) મેળવીને સગેવગે કર્યા હતા. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પોરબંદર ખાતે આરોપી વિરુદ્ધ ગુન્હા નંબર 11218016250004/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ-66(ડી) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. સોલંકી ચલાવી રહ્યા છે. પકડાયેલ આરોપી રવિરાજ રાઠોડ અગાઉ પણ સાયબર ક્રાઇમ ઉપરાંત પ્રોહિબિશન, એટ્રોસિટી અને ખૂનની કોશિશ જેવા ગંભીર પ્રકારના કુલ 5 જેટલા ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે.
    Click here to Read More
    Previous Article
    વકીલોએ બે જજોની કોર્ટનો કર્યો બહિષ્કાર:બાર એસોસિયેશનના ખાસ જનરલ બોર્ડમાં વકીલો સાથે ગેરવર્તન કરતા જજોનો બહિષ્કાર કરવા નિર્ણય લેવાયો
    Next Article
    घुटनों पर आया सुपरपावर, ट्रंप ने साइन कर दी डील

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment