Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં સરદાર પટેલની જન્મજયંતિએ કાર્યક્રમો યોજાયા:રાજકીય પક્ષો અને સંસ્થાઓએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી; યુવા સંગઠને રેલી કાઢી અને રક્તદાન કેમ્પ યોજ્યો

    14 hours ago

    સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે પાટણમાં વિવિધ કાર્યક્રમો યોજાયા. બગવાડા દરવાજા પાસે આવેલી તેમની પ્રતિમાને રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ અને નગરપાલિકાએ પુષ્પાંજલિ અર્પી. યુવા સંગઠનોએ રેલી કાઢી અને રક્તદાન કેમ્પ યોજ્યો. રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાતી જન્મજયંતિ પર પાટણ જિલ્લા ભાજપે કાર્યક્રમ યોજ્યો હતો. પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર, જિલ્લા પ્રમુખ રમેશ સિંધવ, મહામંત્રી સંજય પટેલ, બાબુજી ઠાકોર અને શહેર પ્રમુખ હર્ષ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરોએ પ્રતિમાને ફૂલહાર પહેરાવ્યા અને નારા લગાવ્યા. પાટણ કોંગ્રેસ સમિતિએ પણ પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા. ધારાસભ્ય કિરીટ પટેલ, જિલ્લા પ્રમુખ ઘેમાર દેસાઈ અને શહેર પ્રમુખ દીપક પટેલ સહિતના કાર્યકરો તેમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટી, ભારત વિકાસ પરિષદ અને ભારત વિકાસ સિદ્ધ હેમ શાખાએ પણ પુષ્પાંજલિ અર્પી હતી. નગરપાલિકાના કાર્યક્રમમાં પ્રમુખ ચંદ્રિકા રાવળ, ચીફ ઓફિસર હિરલ ઠાકર અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. સરદાર યુથ ફાઉન્ડેશને કણસડા દરવાજાથી બગવાડા સુધી રેલી કાઢી અને પ્રતિમાને ફૂલહાર પહેરાવ્યા. ત્યારબાદ મણિભદ્ર હાઇટ્સ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. તેમાં મોટી સંખ્યામાં રક્ત એકત્ર કરાયું હતું. પાટણ તાલુકાના રાજપુર ગામમાં પણ ગ્રામજનોએ એકઠા થઈ ગામમાં આવેલી સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અંકલેશ્વરની હોટલના કિચનમાં આગ લાગી:સ્ટેશન રોડની હોટલ રુચિમાં ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો; શોર્ટ સર્કિટની આશંકા
    Next Article
    સુરેન્દ્રનગરમાં રન ફોર યુનિટી યોજાઈ:સરદાર પટેલની જન્મજયંતિએ પોલીસ જવાનો, નાગરિકો અને અધિકારીઓ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment