Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં રન ફોર યુનિટી યોજાઈ:સરદાર પટેલની જન્મજયંતિએ પોલીસ જવાનો, નાગરિકો અને અધિકારીઓ જોડાયા

    13 hours ago

    સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસ-2026 નિમિત્તે રન ફોર યુનિટી યોજાઈ. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર યોજાયેલી આ દોડ સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનથી શરૂ થઈ પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી પહોંચી હતી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમાં પોલીસ જવાનો, નાગરિકો, યુવાનો અને અધિકારીઓએ ભાગ લીધો હતો. દેશભક્તિનાં ગીતો વચ્ચે ઉપસ્થિત લોકોએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવાના શપથ લીધા હતા. કાર્યક્રમમાં મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક અને મ્યુનિસિપલ કમિશનર જે.કે. જાદવ હાજર રહ્યા હતા. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, નિવાસી અધિક કલેક્ટર વી.ડી. સાકરીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાવેશ દવે અને વઢવાણના પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સાંપ્રદાયિક સૌહાર્દ અને દેશની એકતા જાળવવાનો સંકલ્પ લેવાયો હતો. આયોજકોના જણાવ્યા મુજબ, જિલ્લામાં દરેક વોર્ડ, ગામ, નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં પણ લોકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં જણાવાયું હતું કે સાંજે કેવડિયામાં યોજાનારી એકતા પરેડ અને વડાપ્રધાનના સંબોધનને જોવા માટે પણ જિલ્લામાં વિવિધ સ્થળોએ લોકો જોડાશે. સરદાર પટેલના વિચારો લોકો સુધી પહોંચાડવા અને દેશની એકતા જાળવવાનો સંદેશ આ દોડ દ્વારા આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં સરદાર પટેલની જન્મજયંતિએ કાર્યક્રમો યોજાયા:રાજકીય પક્ષો અને સંસ્થાઓએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી; યુવા સંગઠને રેલી કાઢી અને રક્તદાન કેમ્પ યોજ્યો
    Next Article
    દર્દનિવારક કેપ્સ્યુલનો નશા તરીકે દુરુપયોગ:ઇચ્છાપોરના મેડિકલ સ્ટોરમાંથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર અપાતી ટ્રામાડોલ કેપ્સ્યુલનો જથ્થો ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment