Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોટેચા ચોકમાં જીતુ વાઘાણીએ ગાંઠિયા-મરચા તળ્યા:‘રન ફોર યુનિટી’ બાદ પ્રભારી મંત્રીએ ટીમ સાથે ફાફડા-જલેબીની મોજ માણી

    1 day ago

    રાજકોટનાં કોટેચા ચોકમાં પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ જાતે જ ગાંઠિયા અને મરચા તળીને તેમની ટીમ સાથે બેસી ફાફડાની મોજ લેતા જોવા મળ્યા હતા. સરદાર પટેલની જન્મજ્યંતિ નિમિત્તે યોજાયેલા 'રન ફોર યુનિટી' કાર્યક્રમ બાદ વાઘાણી કોટેચા ચોકમાં પહોંચ્યા હતા. જ્યાં જાતે જ ગાંઠિયા અને મરચા બનાવ્યા હતા. બાદમાં પોતાની ટીમ સાથે બેસી ફાફડા-જલેબીની મોજ માણતા જોવા મળ્યા હતા. વાઘાણી ગાંઠિયા બનાવી રહ્યા હોવાનો વીડિયો સામે આવતા લોકો પણ તેમની સાદગીની પ્રશંસા કરી રહ્યા છે. રન ફોર યુનિટી દોડમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો રાજકોટમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતિ નિમિત્તે 'રન ફોર યુનિટી' કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી કરવામાં આવી હતી, જેમાં રાજકોટ જિલ્લાના પ્રભારી અને મંત્રી જીતુ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રીઓ, ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ જવાનો પણ જોડાયા હતા. રિંગ રોડ ફરતે યોજાયેલી આ રન ફોર યુનિટી દોડમાં તમામ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ બાદ ફાફડા-જલેબીની જ્યાફત આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી પદાધિકારીઓ સાથે કોટેચા ચોક પહોંચ્યા હતા. અહીં તેમણે ભાજપના ધારાસભ્યો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે ફાફડા અને જલેબીની લિજ્જત માણી હતી. દરમિયાન એક રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં મંત્રી જીતુ વાઘાણી જાતે જ કડાઈમાં ગાંઠિયા અને મરચા તળતા નજરે પડ્યા હતા. તેમના આ અંદાજે ઉપસ્થિત સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. સરદાર સાહેબે દેશને એક તાંતણે બાંધ્યોઃ મંત્રી આ પ્રસંગે મંત્રી જીતુ વાઘાણીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજ્યંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ 'રન ફોર યુનિટી' એટલે કે એકતાની દોડ અને એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટમાં પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ અને સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ દોડનું સુંદર આયોજન થયું છે. સરદાર સાહેબે દેશને એક તાંતણે બાંધીને સાચી લોકશાહી પ્રસ્થાપિત કરી છે અને તેમની જન્મજ્યંતિ નિમિત્તે રાજ્યભરમાં ગામોગામ અને શેરી-ગલીઓમાં મહામાનવને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી:400 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું, રેઈન ફોરેસ્ટ અને વામન વૃક્ષ વાટિકાની મુલાકાત લીધી
    Next Article
    સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનારને 20 વર્ષની કેદ:પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટે રૂ. 87 હજારનો દંડ ફટકાર્યો, ભોગ બનનારને રૂ. 50 હજાર વળતરનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment