Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી:400 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું, રેઈન ફોરેસ્ટ અને વામન વૃક્ષ વાટિકાની મુલાકાત લીધી

    1 day ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. આજે શનિવારે ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એકતાનગર (કેવડિયા) ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સમારોહ બાદ વડાપ્રધાન મોદી 400 કરોડ રૂપિયાથી વધુની વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. એકતાનગર ખાતે આવેલા ‘રેન ફોરેસ્ટ’ અને ‘વામન વૃક્ષ વાટિકા’ની પણ મુલાકાત લીધી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, ત્રણ તસવીર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10:45થી સાંજે 5:10 વાગ્યા સુધી સર્કિટ હાઉસમાં રહેશે. સાંજે 5:15 વાગ્યે તેઓ એકતા પથ જવા રવાના થશે અને સાંજે 5:30થી 7:40 વાગ્યા દરમિયાન રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી આપશે. કાર્યક્રમો પૂરા થયા બાદ રાત્રે 8:00 વાગ્યે મોદી એકતાનગરથી વડોદરા એરપોર્ટ જવા રવાના થશે. રાત્રે 9:10 વાગ્યે તેઓ વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા પ્રસ્થાન કરશે. આ પણ વાંચો- વડોદરામાં ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી;ર ન ફોર યુનિટીમાં દોડમાં જોડાયા ગઈકાલે 30 ઓક્ટોબરના રોજ બનાસકાંઠાના ભીલડીમાં ₹14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમજ એકતાનગરમાં ‘ભારત પર્વ’નું ઉદ્ઘાટન કરી વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં 300 જેટલા કલાકારો દ્વારા ‘આનંદમઠ’ની નાટ્યપ્રસ્તુતિ રજુ કરાઈ હતી. જે બાદ ‘એકતા પ્રકાશ પર્વ’નું નિરીક્ષણ કર્યું હતું. તેમજ નર્મદા ઘાટ ખાતે નર્મદા મહાઆરતીમાં સહભાગી થઈ ધન્યતા અનુભવી હતી. ભીલડીમાં મોદીએ કહ્યું-'કેટલાકને દેશને તકલીફમાં જોવામાં આનંદ મળે છે' PM મોદી 30 અને આવતીકાલે 31 ઓક્ટોબર એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે બનાસકાંઠાના ભીલડીમાં ₹14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત, પીએમ કિસાન યોજનાનો આશરે ₹19,000 કરોડનો 24મો હપ્તો રીલિઝ કર્યો હતો. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધીને ટોણો માર્યો હતો કે,બનાસકાંઠાના લોકો પહેલેથી આલુમાંથી સોનુ બનાવે છે. અહીં આવીને કોઈને કહેવાની જરૂર નથી. આ ઉપરાંત મોદીએ વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે, કેટલાક લોકોને દેશને તકલીફમાં જોવામાં આનંદ આવે છે. તેઓ અફવા ફેલાવે છે. (સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો) આ પણ વાંચો- PM મોદી નર્મદા મહાઆરતીમાં સહભાગી થયા, એકતા પ્રકાશ પર્વ નિહાળ્યું
    Click here to Read More
    Previous Article
    હવે સાયબર ઠગોના નિશાન પર પેન્શનર્સ!:છેતરપિંડીની જાળમાં આ રીતે ફસાવે છે; આખી ગેમ સમજો, ઘરના વડીલોને સાવચેત કરો
    Next Article
    કોટેચા ચોકમાં જીતુ વાઘાણીએ ગાંઠિયા-મરચા તળ્યા:‘રન ફોર યુનિટી’ બાદ પ્રભારી મંત્રીએ ટીમ સાથે ફાફડા-જલેબીની મોજ માણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment