Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનારને 20 વર્ષની કેદ:પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટે રૂ. 87 હજારનો દંડ ફટકાર્યો, ભોગ બનનારને રૂ. 50 હજાર વળતરનો આદેશ

    23 hours ago

    પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટે 17 વર્ષની સગીરાનું અપહરણ કરી અલગ-અલગ સ્થળે લઈ જઈ દુષ્કર્મ કરવાના કેસમાં વડુગામના ઐયુબઅલી સુલેમાનભાઈ મુસમજી (મુમન)ને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે તેને રૂ. 87 હજારનો દંડ કર્યો છે અને ભોગ બનનારને રૂ. 50 હજાર વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. જજ એમ. એ. શેખે પોક્સો એક્ટની કલમ 6 હેઠળ 20 વર્ષની સખત કેદ અને રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો. કલમ 4 હેઠળ 10 વર્ષની સખત કેદ અને રૂ. 30 હજારનો દંડ કર્યો. આઈપીસીની કલમ 366 હેઠળ 5 વર્ષની સખત કેદ અને રૂ. 5 હજારનો દંડ, જ્યારે કલમ 363 હેઠળ 3 વર્ષની કેદ અને રૂ. 2 હજારનો દંડ કર્યો. દંડ નહીં ભરે તો વધુ કેદ ભોગવવાનો આદેશ પણ આપ્યો. ભોગ બનનારને રૂ. 50 હજારનું વળતર આપવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ કરવામાં આવી છે. 36 પાનાના ચુકાદામાં કોર્ટે નોંધ્યું કે પુરાવાથી સાબિત થાય છે કે ભોગ બનનાર સગીર હતી અને કાયદેસર સંમતિ આપવા સક્ષમ નહોતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ જનકભાઈ ડી. ઠક્કરે દલીલ કરી હતી કે સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જઈ દુષ્કર્મ કરવાના કિસ્સા વધી રહ્યા છે. સમાજમાં દાખલો બેસે તે માટે કડક સજા થવી જોઈએ, એવી દલીલ તેમણે કરી હતી. ફરિયાદ મુજબ, 18 મે 2024ના રોજ આરોપી સગીરાને લલચાવી-ફોસલાવીને સરસ્વતી તાલુકાના એક ગામમાંથી ભગાડી ગયો હતો. પરિવારને પોલીસ ફરિયાદ ન કરવા ધમકી અપાઈ હતી. ત્યારબાદ વાગડોદ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આરોપી સગીરાને જંગરાલ, પાટણ, ઊંઝા, મહેસાણા, અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને કોઠ ગામે લઈ ગયો હતો. એક ખેતરમાં તેને ચાર-પાંચ દિવસ રાખી દુષ્કર્મ આચર્યું હતું. બંને પરત ફર્યા બાદ સગીરાના નિવેદનના આધારે પોલીસે બળાત્કારની કલમો ઉમેરી હતી. 3 જૂન 2024ના રોજ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. કેસ સાબિત થતાં કોર્ટે સજા ફટકારી.
    Click here to Read More
    Previous Article
    કોટેચા ચોકમાં જીતુ વાઘાણીએ ગાંઠિયા-મરચા તળ્યા:‘રન ફોર યુનિટી’ બાદ પ્રભારી મંત્રીએ ટીમ સાથે ફાફડા-જલેબીની મોજ માણી
    Next Article
    મોરબીમાં ‘એકતા દોડ’ યોજાઈ:મંત્રી ત્રિકમ છાંગાએ લીલી ઝંડી બતાવી; પોલીસ પરેડ ગ્રાઉન્ડથી દોડ શરૂ થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment