Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ‘એકતા દોડ’ યોજાઈ:મંત્રી ત્રિકમ છાંગાએ લીલી ઝંડી બતાવી; પોલીસ પરેડ ગ્રાઉન્ડથી દોડ શરૂ થઈ

    22 hours ago

    સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ‘રન ફોર યુનિટી’નું આયોજન કરાયું હતું. જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે દોડ યોજી હતી. નાગરિકોમાં રાષ્ટ્રભાવના અને અખંડિતતાની ભાવના મજબૂત કરવાનો તેનો હેતુ હતો. કાર્યક્રમમાં હાજર પદાધિકારીઓ, અધિકારીઓ અને નાગરિકોએ રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા. મંત્રીએ તેમને શપથ લેવડાવ્યા હતા. ત્યારબાદ પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા સહિતના મહાનુભાવોએ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી લીલી ઝંડી બતાવી દોડ શરૂ કરાવી હતી. દોડ શનાળા રોડ પર આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે પૂરી થઈ હતી. દોડમાં મોરબીના મેયર ઉત્તમ સુરાણી, ધારાસભ્યો દુર્લભજીભાઈ દેથરીયા અને પ્રકાશભાઈ વરમોરા, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયા જોડાયા હતા. જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, કમિશનર સંગીતા રૈયાણી, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત અધિક નિવાસી કલેક્ટર એસ. જે. ખાચર, પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય સોની સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મોરબી જિલ્લાના નાગરિકો દોડમાં જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનારને 20 વર્ષની કેદ:પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટે રૂ. 87 હજારનો દંડ ફટકાર્યો, ભોગ બનનારને રૂ. 50 હજાર વળતરનો આદેશ
    Next Article
    Video: What Does Vande Bharat Serve Onboard? Vlogger Shows Full Meal Spread

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment