Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોંડલનાં વાતાવરણમાં અચાનક પલટો:ભારે પવન સાથે વરસાદ પડતાં આઇકોનીક રોડ ઉપર આવેલા ફટાકડાનાં સ્ટોલ્સ ધરાશાયી, વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

    1 day ago

    ગોંડલ શહેરમાં બપોર બાદ અચાનક જ વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ અચાનક જ તેજ પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી અને જોતજોતામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આ અણધારી કુદરતી આફતના કારણે સમગ્ર શહેરમાં થોડા સમય માટે હલચલ મચી ગઈ હતી અને લોકોએ સુરક્ષિત જગ્યાએ આશરો લેવો પડ્યો હતો. ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે આઇકોનીક રોડ પર આવેલા ફટાકડાનાં અનેક સ્ટોલ્સ ધરાશાયી થતા વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલમાં આવેલા મુખ્ય અને વ્યસ્ત ગણાતા એવા આઈકોનિક રોડ પર તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને ફટાકડાના મોટા સ્ટોલ અને વેચાણ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા હતા. અચાનક ત્રાટકેલા ભારે પવનના કારણે આઈકોનિક રોડ પર આવેલા ફટાકડાના સ્ટોલના મોટા મોટા માંડવા, તાલપત્રીઓ અને સ્ટ્રક્ચર્સ ધરાશાયી થઈ ગયા હતા. પવનના સુસવાટા એટલા તીવ્ર હતા કે સ્ટોલ પર લગાવવામાં આવેલું સુરક્ષા કવચ અને ત્રિપલ ઉડી ગયા હતા, જેના કારણે ત્યાં વેચાણ માટે રાખવામાં આવેલી ફટાકડાની સામગ્રી અને કાઉન્ટરને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. અચાનક ફાટી નીકળેલો આ ભારે પવન અને વરસાદને કારણે સ્થળ પર હાજર વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. વેપારીઓએ પોતાનો માલસામાન બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ પવનની તીવ્રતા એટલી વધારે હતી કે ક્ષણભરમાં જ આખો માહોલ અસ્તવ્યસ્ત થઈ ગયો હતો. દિવાળી જેવા મોટા તહેવાર ટાંકણે જ ફટાકડાના વેપારીઓને આ પ્રકારે થયેલા નુકસાનથી વેપારી વર્ગમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, આ અચાનક આવેલા વરસાદ અને પવનના કારણે સામાન્ય જનજીવન પર પણ ભારે અસર પડી હતી. વાહનવ્યવહાર થોડા સમય માટે પ્રભાવિત થયો હતો અને રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. હવામાનમાં આવેલા આ અણધાર્યા પલટાને કારણે ગરમીથી તો રાહત મળી હતી, પરંતુ ખુલ્લામાં વેપાર કરતા વેપારીઓ માટે આ આફતરૂપ સાબિત થયું હતું. હાલ તો સ્થાનિક વેપારીઓ દ્વારા નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    AMC ફૂડ વિભાગની કાર્યવાહી:શાહીબાગ- દુધેશ્વરમાં અનહાઇજેનિક કન્ડીશન અને એક જ તેલમાં તળેલા તેલનો યોગ્ય નિકાલ ન કરતાં 4 એકમ સીલ
    Next Article
    ગ્રાહક કોર્ટના 2 મહત્વના ચુકાદા:ફ્લેટમાં નાનું જિમ અને UK મોકલેલા માર્બલ તૂટવા મુદ્દે ગ્રાહકોની ફરિયાદો ફગાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment