Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMC ફૂડ વિભાગની કાર્યવાહી:શાહીબાગ- દુધેશ્વરમાં અનહાઇજેનિક કન્ડીશન અને એક જ તેલમાં તળેલા તેલનો યોગ્ય નિકાલ ન કરતાં 4 એકમ સીલ

    1 day ago

    દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગ દ્વારા શહેરભરમાં મીઠાઈ, ફરસાણ અને નમકીનના ઉત્પાદકો તેમજ વેપારીઓના સ્થળોએ સઘન ચેકિંગ અને સેમ્પલિંગની ઝૂંબેશ તેજ કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન ફૂડ સેફ્ટીના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવા બદલ તંત્ર દ્વારા 4 મોટા ખાદ્ય એકમોને તાત્કાલિક અસરથી સીલ મારી ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. ફરસાણ તળવા માટે વપરાતા તેલમાં ગંભીર ક્ષતિઓ, અસ્વચ્છતા અને અનહાઈજેનિક પરિસ્થિતિ સામે આવતાં આ કડક પગલું લેવાયું છે. શાહીબાગ, તાવડીપુરા અને ગાંધી રોડના એકમોમાં કાયદાના લીરેલીરા ઉડ્યા ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં જે એકમોને સીલ કરવામાં આવ્યા છે તેમાં શાહીબાગ મહેશ્વરી એસ્ટેટ ખાતે આવેલું 'સ્વસ્તિક ફૂડ્ઝ', તાવડીપુરા સ્થિત 'શ્યામ સુંદર ફૂડ પ્રોડક્ટ્સ' તેમજ ગાંધી રોડ પર જૂની પ્રતાપ સિનેમા પાસે આવેલા 'પ્રકાશકુમાર કનૈયાલાલ' અને 'અમતરલાલ કુબેરદાસ નમકીનવાલા'નો સમાવેશ થાય છે. આ તમામ ઉત્પાદન સ્થળોએ ખાદ્ય પદાર્થો બનાવતી વખતે આરોગ્યપ્રદ પરિસ્થિતિ જાળવવામાં આવી નહોતી અને નિયમોની ઐસીતૈસી કરવામાં આવી રહી હતી. વપરાયેલા તેલનો વારંવાર ઉપયોગ અને TPCનું જોખમી પ્રમાણ મળતાં કાર્યવાહી AMC ફૂડ વિભાગના વડા ડૉ. તેજસ શાહ તેમજ હેલ્થ, ફૂડ અને સોલિડ વેસ્ટ કમિટીના ચેરમેન દીપક પંચાલે જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારોમાં નાસ્તા અને ફરસાણનું મોટા પાયે વેચાણ થતું હોય છે. આ દરમિયાન કેટલાક વેપારીઓ એક જ તેલમાં વારંવાર ફરસાણ તળીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોય છે. તપાસ દરમિયાન તેલમાં ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ (TPC)નું પ્રમાણ ચકાસવામાં આવ્યું હતું અને વપરાયેલા બળી ગયેલા તેલનો યોગ્ય નિકાલ કરવાને બદલે તેનો જ ઉપયોગ ચાલુ રાખવામાં આવતો હોવાનું બહાર આવતાં આ ચારેય એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે. સોલિડ વેસ્ટ વિભાગ દરરોજ બે ટાઈમ સફાઈ કરશે બીજી તરફ, આજે મળેલી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં તહેવારો દરમિયાન સ્વચ્છતા જાળવવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દિવાળી પૂર્વે શહેરીજનો દ્વારા ઘરોની સાફ-સફાઈ, રંગકામ-રીનોવેશન અને ફર્નિચર બદલવાની કામગીરી થતી હોવાથી શહેરમાં સામાન્ય દિવસો કરતાં કાટમાળ, જૂનો સામાન અને કચરો મોટા પ્રમાણમાં નીકળે છે. આ વધારાના કચરા અને ફટાકડાના કચરાના ત્વરિત નિકાલ માટે સોલિડ વેસ્ટ વિભાગને સમગ્ર દિવાળી દરમિયાન શહેરમાંથી દરરોજ બે ટાઈમ કચરો એકત્રિત કરવા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    હેલ્પ્સ ફાઉન્ડેશને 250થી વધુ બાળકોને દિવાળીની ભેટ આપી:કાસીન્દ્રા કુમારશાળામાં યુ. કે. ના. પટેલ દંપતીએ મીઠાઈ, ચવાણું અને ચીકી વહેંચ્યાં
    Next Article
    ગોંડલનાં વાતાવરણમાં અચાનક પલટો:ભારે પવન સાથે વરસાદ પડતાં આઇકોનીક રોડ ઉપર આવેલા ફટાકડાનાં સ્ટોલ્સ ધરાશાયી, વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment