Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રાહક કોર્ટના 2 મહત્વના ચુકાદા:ફ્લેટમાં નાનું જિમ અને UK મોકલેલા માર્બલ તૂટવા મુદ્દે ગ્રાહકોની ફરિયાદો ફગાવી

    1 day ago

    સુરત ગ્રાહક તકરાર નિવારણ કમિશને બે અલગ-અલગ કેસોમાં ગ્રાહકો દ્વારા કરાયેલી વળતરની ફરિયાદો કાયદાકીય જોગવાઈઓને ધ્યાને રાખીને ફગાવી દીધી છે. પ્રથમ કેસમાં, વેસુ વિસ્તારમાં ₹96 લાખના ફ્લેટમાં બિલ્ડરે વચન મુજબ મોટું જિમ ન આપ્યાની ફરિયાદ મુદત વીતી ગયા પછી દાખલ કરવામાં આવી હોવાથી અદાલતે સમયમર્યાદાના આધારે રદ કરી હતી. જ્યારે બીજા કેસમાં, હજીરા પોર્ટથી કન્ટેનર મારફતે UK મોકલેલા ₹6.14 લાખના માર્બલ સ્લેબ્સ તૂટેલી હાલતમાં મળવા મામલે વીમા કંપની સામે થયેલી ફરિયાદમાં કમિશને સ્પષ્ટ કર્યું હતું કે માલ નિર્ધારિત સ્થળે પહોંચ્યા બાદ કંપનીની જવાબદારી પૂર્ણ થાય છે. વેસુના ફ્લેટ ધારકે 2 વર્ષ બાદ દાવો કરતાં કોર્ટે અરજી કાઢી નાખી વેસુ ખાતે ફરિયાદીઓએ વર્ષ 2018માં ₹96 લાખ આપીને ફ્લેટ ખરીદ્યો હતો અને બિલ્ડરે તે જ દિવસે વેચાણ દસ્તાવેજ કરી કબજો સોંપ્યો હતો. જોકે, વર્ષ 2021માં ફરિયાદીઓએ ગ્રાહક કમિશનમાં આક્ષેપ કર્યો હતો કે બિલ્ડરે બ્રોશર મુજબ એન્ટ્રન્સ પાસે બનાવવાને બદલે બેઝમેન્ટના ખૂણામાં નાનું જિમ બનાવ્યું છે, વરસાદનું પાણી ભરાય છે અને કમ્પાઉન્ડમાં બ્લોક લેવલિંગ યોગ્ય નથી, જેથી ₹5-5 લાખનું વળતર ચૂકવવામાં આવે. આ કેસમાં બિલ્ડર તરફે એડવોકેટ શ્રેયસ દેસાઈએ દલીલ કરી હતી કે નિયમ મુજબ 2 વર્ષ પછી ફરિયાદ કરી શકાય નહીં. અદાલતે આ દલીલ માન્ય રાખી મુદત બહારની આ ફરિયાદ રદ કરી હતી. હજીરાથી UK ગયેલા માર્બલ તૂટ્યા, કન્ટેનર ખોલતાં જ મોટું નુકસાન સામે આવ્યું બીજા કેસમાં, સુરતની માર્બલ પેઢીએ ઓગસ્ટ-2020માં યુકેના લિસેસ્ટર ખાતે 18 અને 20 એમએમના પોલિશ્ડ માર્બલ સ્લેબ્સ નિકાસ કરવાનો ઓર્ડર સ્વીકાર્યો હતો. ₹5.67 લાખના આ માલ માટે ICICI જનરલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી મરીન સિંગલ ટ્રાન્ઝિટ પોલિસી હેઠળ ₹6.14 લાખનો વીમો લેવાયો હતો. માલ હજીરા પોર્ટથી કન્ટેનર મારફતે દરિયાઈ માર્ગે UK મોકલાયો હતો. જ્યારે લિસેસ્ટર ખાતે કન્ટેનર ખોલવામાં આવ્યું ત્યારે અંદર રહેલા સ્લેબ્સ તૂટેલી હાલતમાં મળ્યા હતા. વીમા કંપનીએ વર્ષ 2021માં ક્લેઇમ નામંજૂર કરતાં પેઢીએ સેવામાં બેદરકારી બદલ ગ્રાહક પંચમાં વળતરનો દાવો કર્યો હતો. વીમા કંપનીની દલીલ માન્ય વીમા કંપનીએ કમિશન સમક્ષ એવી દલીલ કરી હતી કે કંપનીનું કામ માત્ર દરિયો પાર કરાવવાનું હતું અને ત્યાં પહોંચ્યા પછી થતા નુકસાન માટે કંપની જવાબદાર નથી. ગ્રાહક તકરાર નિવારણ કમિશને બંને પક્ષોને સાંભળીને મહત્વનો ચુકાદો આપ્યો હતો કે માલ નિર્ધારિત ગંતવ્ય સ્થાને પહોંચી ગયા બાદ વીમા પૉલિસીની શરતો મુજબ વીમા કંપનીની જવાબદારી પૂર્ણ થઈ જાય છે. આ આધાર પર કમિશને નિકાસકાર પેઢીની ફરિયાદ પણ નામંજૂર કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ગોંડલનાં વાતાવરણમાં અચાનક પલટો:ભારે પવન સાથે વરસાદ પડતાં આઇકોનીક રોડ ઉપર આવેલા ફટાકડાનાં સ્ટોલ્સ ધરાશાયી, વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
    Next Article
    IREDA Appoints Jatin Kumar Nayak As CMD; To Head Renewable Energy Lender Until 2029

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment