Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ-કેશોદ પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત:લાંબા વિરામ બાદ ઓચિંતા કમોસમી વરસાદ વરસતા તૈયાર પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોની ચિંતા વધી

    9 hours ago

    ​જૂનાગઢ અને કેશોદ ગ્રામ્ય પંથકમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે. લાંબા વિરામ બાદ કેશોદ પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને જૂનાગઢ શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. કેશોદ શહેર તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને મોવાણા, પીપળી, કેવદ્રા સહિતના ગામોમાં કમોસમી વરસાદી માહોલ સર્જાયો છે. અચાનક સર્જાયેલા આ વરસાદી વાતાવરણને કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. ​પાક લણણીના સમયે વરસાદ પડતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા વર્તમાન સમયમાં ખેતરોમાં તૈયાર થયેલો પાક કાઢવાની તૈયારીઓ ચાલી રહી હતી, તે ટાંકણે જ વરસાદનું વિઘ્ન નડ્યું છે. પાક લણવાની તૈયારી કરી રહેલા ખેડૂતોની મુશ્કેલીઓ ખૂબ જ વધી ગઈ છે. તૈયાર પાકને નુકસાન થવાની પૂરી ભીતિ હોવાથી ખેડૂતો અત્યારે ભારે ચિંતામાં મુકાયા છે. લાંબા સમયની સખત મહેનત અને પરસેવો વહાવ્યા બાદ તૈયાર થયેલા પાક પર આ કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. વરસાદના કારણે ખેતીકામ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે અને પાક લણણીના નિર્ણાયક સમયે જ વરસાદ પડતાં ખેડૂતોની મુશ્કેલીઓ ચરમસીમાએ પહોંચી છે. ​આઅંગે કેશોદના પીપળી બાવાની ટેકરી વિસ્તારના ખેડૂત હરજીવનભાઈ વીરજીભાઈ કાલરિયાએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અત્યારે કમોસમી વરસાદના કારણે ખેતરમાં પાકના ભરમાં જ છાટા પડવા માંડ્યા છે અને પાક પલળવા લાગ્યો છે. આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં ખેતરમાં પાક કાઢવા માટે કોઈ થ્રેશરવાળો પણ આવતો નથી અને સતત પાક પલળતો જાય છે, જેના કારણે બધો માલ બળી જવાનો અને મોટું નુકસાન થવાનો ડર સતાવી રહ્યો છે. અત્યારની આ પરિસ્થિતિ ખેડૂતો માટે ખૂબ જ ખરાબમાં ખરાબ છે. જો હજુ વરસાદ પડશે તો બચેલો પાક પણ બગડી જશે ​મારે કુલ આઠ વીઘાનું વાવેતર હતું. આ બધાય પાક અત્યારે ખેતરમાં ભરમાં પડ્યા છે અને આ આઠે આઠ વીઘાના પાકને લઈને મારે હવે શું કરવું તે સૂજતું નથી. મારી પાસે હવે બધું જ હાવ નાશ પામવાની સ્થિતિમાં પહોંચી ગયું છે અને મારી પાસે ખાવા કે વેચવાલાયક કોઈ વસ્તુ બચી નથી. છેલ્લે તેમણે ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો હવે હજી વધારે વરસાદ પડશે તો જે થોડોઘણો બચેલો પાક છે એ પણ સંપૂર્ણપણે બગડી જશે અને ખેડૂતોનો પાક સાવ નિષ્ફળ થઈ જશે.
    Click here to Read More
    Previous Article
    નાની રાફુદળમાં પીએમ કિસાન કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું:લાલપુર તાલુકામાં યોજાયેલા કાર્યક્રમમાં ખેડૂતો, આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા
    Next Article
    મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 19 ઠરાવો મંજુર:ભાવનગરમાં રસ્તા, પેવર બ્લોક અને RCC રોડના કામોને મંજૂરી, BMC સ્ટેન્ડિંગ કમિટીમાં 5.46 કરોડના કામો પાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment