Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાની રાફુદળમાં પીએમ કિસાન કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું:લાલપુર તાલુકામાં યોજાયેલા કાર્યક્રમમાં ખેડૂતો, આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા

    9 hours ago

    લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામે પીએમ કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે પીએમ કિસાન સન્માન નિધિ સહાય ચુકવણી કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાના ભીલડીથી કાર્યક્રમમાં જોડાયા હતા.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો, રાજકીય આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વર્ષાબેન માકડિયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હીરજીભાઈ ચાવડા અને લાલપુર તાલુકાના સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અઘેરા ઉપસ્થિત રહ્યા હતા. માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અને હાલના ડિરેક્ટર તુષારભાઈ માકડિયા, તાલુકા પંચાયત સભ્ય વલ્લભભાઈ સોનગરા, નાની રાફુદળના સરપંચ રાજુભાઈ વિંઝુડા અને વિનોદભાઈ સોનગરા પણ હાજર રહ્યા હતા.જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતી તાલુકા પંચાયત બેઠકના વિવિધ ગામોના સરપંચો, ઉપસરપંચો અને સભ્યો પણ કાર્યક્રમમાં જોડાયા હતા. સેવા સહકારી મંડળીઓના પ્રમુખ, મંત્રી અને સભ્યો, રાજકીય અને સામાજિક આગેવાનો, સંગઠનના હોદ્દેદારો તથા અધિકારીઓએ હાજરી આપી હતી. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મળતી આર્થિક સહાયના કાર્યક્રમમાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આગેવાનો સાથે વડાપ્રધાનનું સંબોધન જીવંત પ્રસારણમાં નિહાળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    યુવતીનો વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી:દરગાહના મુજાવર અને પુત્ર સામે દુષ્કર્મનો ગુનો, A ડિવિઝન પોલીસે જેલભેગા કર્યા
    Next Article
    જૂનાગઢ-કેશોદ પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત:લાંબા વિરામ બાદ ઓચિંતા કમોસમી વરસાદ વરસતા તૈયાર પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોની ચિંતા વધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment