Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મ્યુ. કમિશનરે અધિકારીની બદલી કરતા મેયર ભડક્યાં:વરાછા-A ઝોનના અધિકારીની સોલિડ વેસ્ટમાં બદલી કરતાં પાલિકામાં મોટો વિવાદ, મેયરે ફોન કરી નારાજગી ઠાલવી

    1 day ago

    સુરત મહાનગરપાલિકામાં માંડ ત્રણ અઠવાડિયા પૂર્વે કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળનારા સિનિયર આઈએએસ અધિકારી રાજકુમાર બેનીવાલે શાસકો સાથે કોઈપણ પ્રકારના પરામર્શ કે સંકલન વિના અતિસંવેદનશીલ અને વિવાદાસ્પદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં બદલી તેમજ જવાબદારીની ફેરબદલીના આદેશો જારી કરતાં વહીવટી તંત્ર અને શાસક પક્ષ વચ્ચે સીધા ઘર્ષણના એંધાણ વર્તાઈ રહ્યા છે. ખજોદ ડિસ્પોઝલ સાઇટ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અને સ્વીપર મશીન જેવા પ્રકરણોથી સતત વિવાદમાં રહેલા આ વિભાગમાં અત્યાર સુધીના કમિશનરો શાસકો સાથે ચર્ચા-વિચારણા બાદ જ નિર્ણયો લેતા હતા, પરંતુ નવા કમિશનરે આ પરંપરા તોડી સીધો ઓર્ડર કરતાં મામલો ગરમાયો છે. મ્યુ. કમિશનરે મેયર કે સ્ટેન્ડિંગ ચેરમેનને અંધારામાં રાખી આદેશ કર્યો આ સમગ્ર વિવાદમાં મુખ્ય કારણ વરાછા-એ ઝોનમાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેરની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં કરાયેલી બદલી બન્યું છે. મેયર માયાબેન માવાણી પોતે વરાછા-એ ઝોન વિસ્તારમાં નિવાસસ્થાન ધરાવે છે. નિયમ અને રાજકીય પરંપરા મુજબ પોતાના હોમ ઝોનમાં કોઈ મહત્વના અધિકારીની બદલી કે નિમણૂક થાય ત્યારે મેયરને વિશ્વાસમાં લેવા અનિવાર્ય મનાય છે. જોકે, નવા કમિશનરે મેયર કે સ્થાયી સમિતિના ચેરમેનને અંધારામાં રાખીને સીધો જ આદેશ કરી દીધો હતો. આ ઓર્ડર અંગેની માહિતી મીડિયા મારફતે બહાર આવતાં શાસકોમાં ભારે રોષ ફેલાયો હતો. ‘તમે વરાછા-એ ઝોનમાં રહો છો તેનો ખ્યાલ ન હતો’ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટનાથી ભારે અકળાયેલા મેયરે કમિશનરને સીધો ટેલિફોન કરીને પોતાની આકરી નારાજગી વ્યક્ત કરી હતી. મેયરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેમના વિસ્તારના અધિકારીઓની બદલી કે નિમણૂક બાબતે તેમને વિશ્વાસમાં લેવા જોઈતા હતા. વિવાદ વધુ વકરતાં અને પ્રકરણની ગંભીરતા સમજાતાં કમિશનરે ‘તમે વરાછા-એ ઝોનમાં રહો છો તેનો ખ્યાલ ન હતો’ તેવી સ્પષ્ટતા કરીને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. નવા કમિશનર અને ભાજપ શાસકો વચ્ચે મોટો સંઘર્ષ પાલિકા વર્તુળોમાં એવી જોરશોરથી ચર્ચા ચાલી રહી છે કે, નવા કમિશનર હજુ વિવિધ ઝોનની કાર્યપદ્ધતિ અને શહેરની ભૌગોલિક પરિસ્થિતિથી પૂરેપૂરા વાકેફ નથી, ત્યારે કયા અધિકારીને સોલિડ વેસ્ટમાં મૂકવા અને કોને વરાછામાં જવાબદારી સોંપવી તે અંગે કોઈ ચોક્કસ દોરીસંચાર હેઠળ નિર્ણય લેવાયો હોવાની શક્યતા છે. ચાર દિવસ અગાઉ ખજોદ સાઇટ વિઝિટ બાદ અચાનક કરાયેલા આ ફેરફારો પાછળ કોઈ ચોક્કસ લોબી સક્રિય હોવાનું પણ મનાઈ રહ્યું છે. વહીવટી કાર્યકાળની શરૂઆતમાં જ શાસકોને બાયપાસ કરવાના આ વલણથી નવા કમિશનર અને ભાજપ શાસકો વચ્ચે મોટો સંઘર્ષ છેડાઈ ચૂક્યો છે. સોલિડ વેસ્ટ વિભાગમાં કાર્યપાલક ઇજનેરની કોઈ જગ્યા જ અસ્તિત્વમાં નથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં કાર્યપાલક ઇજનેર તરીકે મૌલિક રાવની નિમણૂકના મનપા કમિશનરના આદેશ સામે હવે વહીવટી સ્તરે મોટો કાનૂની અને ટેકનિકલ પેચ ફસાયો છે. હકીકતમાં મહાનગરપાલિકાના મહેકમ શિડ્યુલ મુજબ હાલ સોલિડ વેસ્ટ વિભાગમાં કાર્યપાલક ઇજનેર કક્ષાની કોઈ મંજૂર જગ્યા જ અસ્તિત્વમાં નથી. ભૂતકાળમાં આ જગ્યા શિડ્યુલ પર હતી અને ડેપ્યુટી ઇજનેરને તેનો ચાર્જ સોંપાતો હતો, પરંતુ પોતાના માનીતા અધિકારીને ગોઠવવા માટે પૂર્વ ઉચ્ચ અધિકારીઓએ તે વખતના શાસકોને ઊંઠા ભણાવીને આ જગ્યા જ રદ કરાવી દીધી હતી. આમ, જે હોદ્દો મહેકમ પર ઉપલબ્ધ જ નથી તે હોદ્દા પર સીધા કાર્યપાલક ઇજનેર મૂકી દેવાતાં કમિશનરના આદેશની કાયદેસરતા સામે જ ગંભીર સવાલો ઊભા થયા છે. કમિશનરે કયા આધારે અને કોના દોરીસંચારથી આ નિમણૂક કરી અગાઉ તત્કાલીન કમિશનર શાલિની અગ્રવાલના સમયમાં પણ આ વિભાગમાં ભારે ઉથલપાથલ સર્જાઈ હતી. જેમાં પ્રોસેસિંગની જવાબદારીમાંથી વિવાદાસ્પદ એન્વાયરમેન્ટ ઇજનેર જ્વલંત નાયકની હકાલપટ્ટી કરી કાર્યપાલક ઇજનેર રાકેશ મોદીને હવાલો સોંપાયો હતો. જોકે મોદીના કાર્યકાળમાં ખજોદ સાઇટ પર મોટું કચરા કૌભાંડ સામે આવતાં તેમને પણ હટાવીને કચરા એકત્રીકરણથી લઈને ડિસ્પોઝલ સુધીની સમગ્ર કામગીરી આરોગ્ય અધિકારી ડૉ. ઉમરીગરને સોંપાઈ હતી. હાલ જ્યારે શિડ્યુલ પર કાર્યપાલક ઇજનેરની જગ્યા જ નથી, ત્યારે કમિશનરે કયા આધારે અને કોના દોરીસંચારથી આ નિમણૂક કરી તે પાલિકા વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ ગંભીર વહીવટી ચૂક મુદ્દે હવે શાસકો પણ કમિશનર પાસે સત્તાવાર ખુલાસો માંગવાની તૈયારી કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાને ચીનની ગરજ કેમ છે?:11 વર્ષ પછી જિનપિંગ ન્યૂયોર્ક પહોંચતાં જ ટ્રમ્પની બકરી ડબ્બે પુરાઇ, તાઈવાન-ઈરાન મુદ્દે પેચ ફસાયો, પાંચ કારણથી સુપર પાવર સંકટમાં
    Next Article
    GSOS પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર:30 નવેમ્બરથી ધોરણ-10 અને 12ની પરીક્ષા શરૂ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment