Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ, ધોળકા-ધંધુકામાં ભારે વરસાદ, 11 જિલ્લામાં યલો એલર્ટ:30 જુલાઈથી નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી

    21 hours ago

    અમદાવાદમાં મોડીરાતથી વીજળીના કડાકાભડાકા સાથે સવારના સમયે પણ વરસાદ વરસી રહ્યો છે. સાયન્સ સિટી અને થલતેજ વિસ્તારમાં બે ઇંચ જેટલો, જ્યારે વસ્ત્રાપુર, બોડકદેવ, મેમનગર, ઘાટલોડિયા, ચાંદલોડિયામાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ સાથે જ ધંધુકા અને ધોલેરા પંથકમાં પણ સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ધંધુકા પંથકમાં એક ઇંચ તો ધોલેરા પંથકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. સોમવારનો દિવસ હોવાથી શાળાએ જતા વિધાર્થીઓ માટે વરસાદ બાઘા રૂપ બન્યો હતો. હાલ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર થોડું ઓછું જોવા મળી રહ્યું છે. આજે (27 જુલાઈ) વાવ-થરાદ, પાટણ, વડોદરા સહિત 11 જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારે વરસાદની આગાહી સાથે ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં પોણા ઇંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ અમદાવાદમાં મોડીરાતથી વરસેલા પોણા ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં શહેરના નીચાણવાળા અને મુખ્ય વિસ્તારોમાં ભારે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. એસ.જી. હાઇવેના થલતેજ સર્વિસ રોડ પર કારના અડધા ટાયર ડૂબી જાય તેટલા પાણી ભરાતાં વાહનચાલકો પરેશાન થયા છે, જ્યારે ચાણક્યપુરી વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાતાં સમગ્ર રોડ બેટમાં ફેરવાઈ ગયો છે. આ ઉપરાંત ચાંદલોડિયા માર્ગ, આર્યન બંગલોઝ અને સમરસ હોસ્ટેલ પાસે ઘૂંટણસમા પાણી ભરાયા છે, જ્યારે સ્ટર્લિંગ સિટી (સેક્ટર A અને B)માં ઘરો સુધી પાણી પહોંચી જતાં રહીશોએ ફર્નિચર અને સામાન સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. અમદાવાદમાં સ્થાનિક પરિસ્થિતિ જોઈને શાળાઓ શરૂ કરવા DEOનો આદેશ અમદાવાદ શહેરમાં વરસાદી વિરામ બાદ પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી અને રસ્તાઓ પર અવરજવરમાં મુશ્કેલી પડી રહી હોવાથી, અમદાવાદ શહેર (પૂર્વ અને પશ્ચિમ) જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી દ્વારા તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર શાળાઓ માટે તાકીદની સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. DEO દ્વારા તમામ શાળા સંચાલકો અને આચાર્યોને વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપી, સ્થાનિક પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરીને વિવેકબુદ્ધિથી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવા જણાવવામાં આવ્યું છે. શાળા પરિસરમાં પાણી ન ભરાયા હોય અને વાહનવ્યવહાર સુરક્ષિત હોય તેની ખાતરી કર્યા બાદ જ શાળા શરૂ કરવાનો સ્પષ્ટ આદેશ અપાયો છે. જો કોઈ જોખમ જણાય તો વિદ્યાર્થીઓની સલામતી અર્થે તાત્કાલિક નિર્ણય લઈ વાલીઓને સમયસર જાણ કરવા સૂચના આપવામાં આવી છે. 30 જુલાઈથી નવી સિસ્ટમ સર્જાશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમ બનવાના કારણે ગુજરાતમાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું. હવે આગામી અઠવાડિયામાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. બંગાળની ખાડીમાં 'વેલમાર્ક્ડ લો પ્રેશર' બનવાની સંભાવના છે, જેની અસર 30 જુલાઈની આસપાસ ગુજરાતમાં જોવા મળશે. આ નવી સિસ્ટમના લીધે 30 જુલાઈના રોજ છોટાઉદેપુર, ભરૂચ, તાપી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 1 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો કુલ વરસાદ સામાન્ય કરતાં 12 ટકા વધુ નોંધાયો છે, જ્યારે અમદાવાદમાં સામાન્ય કરતાં 45 ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
    Click here to Read More
    Previous Article
    Daily Briefing: Centre unveils exam reform task force amid growing scrutiny of Delhi protest crackdown
    Next Article
    Gujarat Hardlook | Surat’s creeks: A flood of challenges

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment