Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 19 ઠરાવો મંજુર:ભાવનગરમાં રસ્તા, પેવર બ્લોક અને RCC રોડના કામોને મંજૂરી, BMC સ્ટેન્ડિંગ કમિટીમાં 5.46 કરોડના કામો પાસ

    9 hours ago

    ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની એક મહત્વપૂર્ણ બેઠક આજરોજ કમિટી હોલ ખાતે ચેરમેન કિશન મહેતાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. શહેરના નાગરિકોની સુખાકારી અને માળખાકીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી મળેલી આ બેઠકમાં સભ્યો સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ કુલ ₹5 કરોડ 46 લાખના ખર્ચે આકાર પામનારા 19 જેટલા વિવિધ જનહિતલક્ષી વિકાસ કામોના ઠરાવોને સર્વાનુમતે મંજૂરી તથા બહાલી આપવામાં આવી હતી. ચિત્રા, ફૂલસર, નારી અને કુંભારવાડામાં રસ્તા રિપેરિંગ અને પેચવર્કને લીલી ઝંડી બેઠકમાં મંજૂર કરાયેલા ઠરાવો પૈકી શહેરીજનોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવા રસ્તાઓના કામોને પ્રાથમિકતા અપાઈ હતી. જેમાં ચિત્રા, ફૂલસર, નારી અને કુંભારવાડા વોર્ડમાં બિસ્માર રસ્તાઓના સમારકામ અર્થે હોટમિક્સ મટીરીયલના ગરમ સપ્લાય તેમજ પેકેજ વાઇઝ 4 પેચ વર્કના કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત ઘોઘા સર્કલ, અકવાડા અને તખ્તેશ્વર વોર્ડમાં જરૂરી સ્થળોએ પેવર બ્લોક નાખવાની કામગીરી મંજૂર કરવામાં આવી હતી. સોમનાથ નગરમાં RCC રોડ અને ખાલી પ્લોટ્સની સુરક્ષા માટે તાર ફેન્સિંગ કરાશે શહેરના આંતરિક માર્ગોના નવનીકરણ અંતર્ગત ઘોઘા સર્કલ, અકવાડા વોર્ડ અને સોમનાથ નગરમાં નવા RCC રોડ બનાવવાના કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે જ મહાનગરપાલિકા હસ્તકના શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા અનામત કે ખાલી પ્લોટો પર અનધિકૃત દબાણો ન થાય અને પ્લોટની યોગ્ય સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી તેની ફરતે તાર ફેન્સિંગ કરવાની દરખાસ્ત પણ બહાલ કરવામાં આવી હતી. 6.30 મેગાવોટના પવનચક્કી પ્રોજેક્ટને બહાલી પર્યાવરણ અને જાહેર મનોરંજનની સુવિધા વધારવા સિદસર વિસ્તારમાં એક આધુનિક 'લીનિયર પાર્ક' બનાવવાની યોજના અંતર્ગત તેનો ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) મંજૂર કરી આગળની કાર્યવાહી માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત ગ્રીન એનર્જી ક્ષેત્રે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યરત 6.30 મેગાવોટના પવનચક્કી પ્રોજેક્ટ અંગેની દરખાસ્તને પણ કમિટી સમક્ષ મંજૂરી આપવામાં આવી હતી. શહેરના સર્વાંગી વિકાસને વેગ આપવા નિર્ણય લેવાયા: ચેરમેન કિશન મહેતા બેઠક પૂર્ણ થયા બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતાએ જણાવ્યું હતું કે, કમિટીના તમામ સભ્યોના સહયોગથી આજે ₹5.46 કરોડના ખર્ચે થનારા 19 વિકાસ કામોને બહાલી અપાઈ છે. આ તમામ નિર્ણયો ભાવનગર શહેરના વિકાસની ગતિને વધુ તેજ બનાવવા અને નાગરિકોને રસ્તા, પર્યાવરણ તથા માળખાકીય સુવિધાઓ સમયસર અને ગુણવત્તાયુક્ત મળે તે સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ-કેશોદ પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત:લાંબા વિરામ બાદ ઓચિંતા કમોસમી વરસાદ વરસતા તૈયાર પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોની ચિંતા વધી
    Next Article
    TV Newsance 355 | ‘Aap itne democratic kyun ho gaye?’ Arnab’s Diwali question

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment