Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ઉત્તર ગુજરાતને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો':મહેસાણામાં કોંગ્રેસે કિસાન અધિકાર ધરણાં અને પદયાત્રા યોજી, ખેડૂતોના દેવા માફ કરવા સહિતની માગ સાથે આવેદન પત્ર

    8 hours ago

    મહેસાણા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કિસાન અધિકાર ધરણાંનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં આયોજિત આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ ધરણાં દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી વિશાળ પદયાત્રા યોજી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોના દેવા માફ કરવા તેમજ વીમા યોજના ફરી શરૂ કરવા માંગ કોંગ્રેસ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે કે, પૂરતો વરસાદ ન થયો હોવાથી સંબંધિત વિસ્તારોને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે, ખેડૂતોના તમામ દેવા માફ કરવામાં આવે અને ખોટી રીતે કરાયેલી જમીન માપણી રદ્દ કરવામાં આવે. આ ઉપરાંત ખેતરોમાં નાખવામાં આવેલા વીજળીના થાંભલાઓનું પૂરતું વળતર ચૂકવવામાં આવે તેમજ પાક વીમા યોજના પુનઃ ચાલુ કરવામાં આવે. સરકારે ઉ.ગુજરાતના એક પણ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યાં નથી આ પ્રસંગે વિપક્ષી નેતા તુષાર ચૌધરીએ સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવતા જણાવ્યું કે, રાજ્ય સરકારે ઉતાવળિયો નિર્ણય લઈને માત્ર સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અને કચ્છ મળીને કુલ ચાર જિલ્લાઓને જ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે, જ્યારે ઉત્તર ગુજરાતના એક પણ જિલ્લાનો તેમાં સમાવેશ કરાયો નથી. વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં 50 ટકા કરતાં પણ ઓછો વરસાદ થયો છે. ઓછો વરસાદ થવાને કારણે આજે સમગ્ર વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે, ખેડૂતોનો ખરીફ પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે અને પશુઓ માટે ઘાસચારાની ભારે અછત સર્જાઈ છે. તેમણે વધુમાં માંગ કરી કે ઉત્તર ગુજરાતના જે તાલુકાઓ અને જિલ્લાઓમાં ઓછો વરસાદ પડ્યો છે, તેને તાત્કાલિક અસરથી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જોઈએ. સરકારે જે પ્રકારની રાહત અને સહાય ચાર જિલ્લાઓ માટે જાહેર કરી છે, તે જ તર્જ પર ઉત્તર ગુજરાતના તમામ અસરગ્રસ્ત જિલ્લાઓને પણ સહાય મળવી જોઈએ. ધિરાણની વસૂલાત અક વર્ષ સુધી મોફૂક રાખવામાં આવે ખેડૂતોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે માંગ કરી છે કે, ખેડૂતોએ લીધેલા ધિરાણની વસૂલાત એક વર્ષ સુધી મોકૂફ રાખવામાં આવે અને તેમનું એક વર્ષનું વ્યાજ પણ માફ કરવામાં આવે. આ સાથે જ સરકારે 150 દિવસની રોજી આપવાની જે જાહેરાત કરી છે, તે મુજબ ઉત્તર ગુજરાતમાં પણ જ્યાં રોજગારીની જરૂરિયાત હોય ત્યાં રાહત કામો તાત્કાલિક શરૂ કરીને 150 દિવસની રોજગારી પૂરી પાડવામાં આવે. કલેક્ટર માધ્યમથી આ તમામ પ્રશ્નો અને માંગણીઓ રાજ્યપાલ, મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી પહોંચાડવામાં આવે અને સરકાર ત્વરિત નિર્ણય લઈને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત આપે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથના એક લાખથી વધુ ખેડૂતોને સહાય મળી:વેરાવળમાં પી.એમ. કિસાન ઉત્સવ યોજાયો; શિક્ષણ મંત્રી અને સાંસદ હાજર રહ્યા, મોદી વર્ચ્યુઅલી જોડાયા
    Next Article
    જોડિયાના વાવડીમાં ખેડૂતે આત્મહત્યા કરી:પાક નિષ્ફળ જતાં અને આર્થિક સંકડામણમાં હતા; બળદને સાચવવા મુશ્કેલી પડતાં આશ્રમમાં મૂકી આવ્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment