Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોડિયાના વાવડીમાં ખેડૂતે આત્મહત્યા કરી:પાક નિષ્ફળ જતાં અને આર્થિક સંકડામણમાં હતા; બળદને સાચવવા મુશ્કેલી પડતાં આશ્રમમાં મૂકી આવ્યા હતા

    9 hours ago

    જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે 47 વર્ષના ખેડૂત હેમંતભાઈ હરિભાઈ મકવાણાએ આત્મહત્યા કરી. તેઓ પોતાની વાડીએ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ, પાક નિષ્ફળ જતાં અને આર્થિક સંકડામણને કારણે તેઓ ચિંતામાં હતા. આ વર્ષે નબળા ચોમાસાને કારણે ગામમાં દુષ્કાળ જેવી સ્થિતિ હતી. વાવેતર કર્યા પછી પણ મગફળી સહિતના પાકમાંથી ઉપજ મળી નહોતી. હેમંતભાઈ પર મંડળીના ધિરાણનું દેવું હતું. પરિવાર અને નાના સંતાનોના ભરણપોષણની પણ તેમને ચિંતા હતી. પાક ન થતાં પશુઓ માટે ઘાસચારો પૂરો પાડવો મુશ્કેલ બન્યો હતો. થોડા સમય પહેલાં તેઓ પોતાના બે બળદ સદ્ભાવના આશ્રમમાં મૂકી આવ્યા હતા. હેમંતભાઈના નાના ભાઈ રાજુભાઈ મકવાણાએ જણાવ્યું કે ખેતીમાંથી ઉપજ ન મળતાં અને મગફળી બગડતાં તેમના ભાઈ સતત ચિંતામાં રહેતા હતા. પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું અને વર્ષ કેવી રીતે કાઢવું તેની ચિંતામાં તેમણે ગઈકાલે રાત્રે વાડીએ જઈ આત્મહત્યા કરી. વાવડીના સરપંચ ભાવેશભાઈ મકવાણાએ કહ્યું કે ખરાબ વર્ષ છતાં ખેડૂતોને પૂરતી સરકારી સહાય કે ધિરાણ માફીનો લાભ મળ્યો નથી. તેમણે સરકારને ખેડૂતો માટે યોગ્ય પગલાં લેવા અપીલ કરી. તેમના જણાવ્યા મુજબ, હેમંતભાઈના પરિવારમાં નાના દીકરા-દીકરી છે.
    Click here to Read More
    Previous Article
    'ઉત્તર ગુજરાતને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો':મહેસાણામાં કોંગ્રેસે કિસાન અધિકાર ધરણાં અને પદયાત્રા યોજી, ખેડૂતોના દેવા માફ કરવા સહિતની માગ સાથે આવેદન પત્ર
    Next Article
    વિદ્યાર્થીઓએ ત્રિરંગા સાથે ગોળાકાર રચના બનાવી:A-One Xavier’s Schoolમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment