Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથના એક લાખથી વધુ ખેડૂતોને સહાય મળી:વેરાવળમાં પી.એમ. કિસાન ઉત્સવ યોજાયો; શિક્ષણ મંત્રી અને સાંસદ હાજર રહ્યા, મોદી વર્ચ્યુઅલી જોડાયા

    8 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વેરાવળના કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમ્ન વાજા અને રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમાર પ્રેરક ઉપસ્થિતિ રહ્યા હતા. જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. કેન્દ્ર સરકારની પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાના હેતુથી યોજાયેલા આ ઉત્સવમાં ગીર સોમનાથ જિલ્લાના એક લાખથી વધુ ખેડૂતોને સહાયનો લાભ મળ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લાના ખેડૂતોને કુલ રૂ. 2 કરોડ 20 લાખની સહાય ચૂકવવામાં આવી હતી. ખેડૂતોને ખેતીના ખર્ચમાં આર્થિક ટેકો મળી રહે અને કૃષિ પ્રવૃત્તિઓને વેગ મળે તે દિશામાં આ યોજના મહત્વપૂર્ણ બની રહી છે. વેરાવળ ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ ખેડૂતોના હિતમાં અમલી વિવિધ યોજનાઓ અને કૃષિ ક્ષેત્રના વિકાસ અંગે માર્ગદર્શન આપ્યું હતું. પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોને મળતી સીધી આર્થિક સહાય ખેતી સાથે સંકળાયેલા પરિવારો માટે ઉપયોગી બની રહી છે ત્યારે યોજનાના લાભો વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે તે બાબત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉજવણી માત્ર વેરાવળ પૂરતી સીમિત ન રહેતા સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં વ્યાપક સ્તરે યોજાઈ હતી. જિલ્લાના કુલ 56 સ્થળોએ પી.એમ. કિસાન ઉત્સવ દિવસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ ખેડૂતોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમો થકી સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વેરાવળના કોમ્યુનિટી હોલ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાતા ખેડૂતોને રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમ સાથે જોડાવાની તક મળી હતી. એક તરફ ખેતી ખર્ચમાં વધારો અને વરસાદની અનિશ્ચિતતા વચ્ચે ખેડૂતો આર્થિક સહાયની અપેક્ષા રાખી રહ્યા છે, ત્યારે પી.એમ. કિસાન યોજના હેઠળ મળતી સહાય ખેડૂતો માટે આર્થિક ટેકાના રૂપમાં ઉપયોગી બની રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં એક લાખથી વધુ ખેડૂતો સુધી યોજનાનો લાભ પહોંચ્યો હોવાના આંકડા સાથે પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી સંપન્ન થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    આજે વૈભવ વગર ટીમ ઈન્ડિયાનું સુરસુરિયું:સૂર્યવંશીની જગ્યાએ આવેલો ઈશાન ઝીરોમાં આઉટ, સેમસન-અભિષેક-કેપ્ટન શ્રેયસ પણ પેવેલિયન ભેગા થયા
    Next Article
    'ઉત્તર ગુજરાતને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો':મહેસાણામાં કોંગ્રેસે કિસાન અધિકાર ધરણાં અને પદયાત્રા યોજી, ખેડૂતોના દેવા માફ કરવા સહિતની માગ સાથે આવેદન પત્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment