Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન કરાયું:પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ - મેયર ઉષાબેન તલરેજા

    15 hours ago

    24મા હપ્તા અંતર્ગત ભાવનગર જિલ્લાના 2,10,427 ખેડૂતોના ખાતામાં રૂ.42 કરોડથી વધુ ની સહાય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે ભાવનગરના મોતીબાગ સ્થિત ઓપન એર થિયેટર ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના ઊર્જા મંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને પી.એમ. કિસાન ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ બનાસકાંઠાના ડીસા-ભીલડી ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ પ્રસંગે મેયર ઉષાબેન તલરેજાએ જણાવ્યું હતું કે, ભારત કૃષિપ્રધાન દેશ છે અને ખેડૂતો દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા થતી આર્થિક સહાય ખેતીના ખર્ચમાં મદદરૂપ થવાની સાથે તેમને આર્થિક સુરક્ષા પણ પૂરી પાડે છે. આ સહાય સરકારની અન્નદાતાઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. શહેર અને ગામડાનો વિકાસ એકબીજાના પૂરક હોવાનું જણાવી તેમણે ખેડૂતોના યોગદાનને બિરદાવ્યું હતું તથા ખેડૂત પરિવારોની સુખાકારી અને સમૃદ્ધિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન મદદનીશ ખેતી નિયામક મહમદ રિઝવાને ડુંગળી, ચણા સહિતના પાકોના વાવેતર અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું, શોર્ટ ફિલ્મના માધ્યમથી ખેડૂતોને કૃષિ ક્ષેત્રની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તા અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે દેશના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ.18,680 કરોડથી વધુ અને ગુજરાતના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ.1051 કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ભાવનગર જિલ્લાના 2,10,427 ખેડૂતોના બેંક ખાતામાં કુલ રૂ.42.0854 કરોડની સહાય જમા કરવામાં આવી છે. તાલુકાવાર લાભાર્થી ખેડૂતોની વિગતો ભાવનગર તાલુકાના 20,348 ખેડૂતોના ખાતામાં રૂ.4.0696 કરોડ, ગારિયાધાર તાલુકાના 16,353 ખેડૂતોના ખાતામાં રૂ.3.2706 કરોડ, ઘોઘા તાલુકાના 13,522 ખેડૂતોના ખાતામાં રૂ.2.7044 કરોડ, જેસર તાલુકાના 11,820 ખેડૂતોના ખાતામાં રૂ.2.364 કરોડ, મહુવા તાલુકાના 39,318 ખેડૂતોના ખાતામાં રૂ.7.8636 કરોડ, પાલીતાણા તાલુકાના 20,757 ખેડૂતોના ખાતામાં રૂ.4.1514 કરોડ, શિહોર તાલુકાના 19,391 ખેડૂતોના ખાતામાં રૂ.3.8782 કરોડ, તળાજા તાલુકાના 38,782 ખેડૂતોના ખાતામાં રૂ.7.7564 કરોડ, ઉમરાળા તાલુકાના 12,308 ખેડૂતોના ખાતામાં રૂ.2.4616 કરોડ અને વલ્લભીપુર તાલુકાના 17,828 ખેડૂતોના ખાતામાં રૂ.3.5656 કરોડની સહાય જમા થઈ છે. આ પ્રસંગે ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશનભાઈ મહેતા, પ્રભારી સચિવ આલોકકુમાર પાંડે, ઇન્ચાર્જ જિલ્લા કલેકટર હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર એન.ડી. ગોવાણી, જિલ્લાના અગ્રણીઓ કુમારભાઈ શાહ અને દિગ્વિજયસિંહ ગોહિલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
    Click here to Read More
    Previous Article
    રિપોર્ટ-ઇઝરાયલમાં નેતન્યાહૂનો નજીકનો સાથી વિરોધી સાથે જઈ મળ્યો:આઇઝનકોટને PM પદની ઓફર, હરેદી સમુદાયને સૈન્ય સેવામાંથી છૂટની શરત
    Next Article
    વડોદરામાં કોંગ્રેસના કિસાન અધિકાર ધરણા:ભરતસિંહ સોલંકીએ કહ્યું-'મહારાષ્ટ્રમાં તો રોજે 1-2 ખેડૂત આપઘાત કરી જાય, ગુજરાતની સ્થિતિ એ તરફ જઈ રહી છે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment