Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં કોંગ્રેસના કિસાન અધિકાર ધરણા:ભરતસિંહ સોલંકીએ કહ્યું-'મહારાષ્ટ્રમાં તો રોજે 1-2 ખેડૂત આપઘાત કરી જાય, ગુજરાતની સ્થિતિ એ તરફ જઈ રહી છે'

    16 hours ago

    વડોદરા શહેરના ગાંધીનગર ગૃહમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આહ્વાન પર કિસાન અધિકાર ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યભરમાં ખેડૂતોની કથળતી પરિસ્થિતિ, અપૂરતો વરસાદ અને સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં પ્રદેશ કક્ષાએથી વરિષ્ઠ કોંગ્રેસ આગેવાન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો આ ધરણામાં જોડાઈને સરકાર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. સરકારની નીતિઓ સામે સવાલ ભરતસિંહ સોલંકીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે તાજેતરમાં માત્ર ચાર જિલ્લાઓને જ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યાં છે, જે સંપૂર્ણપણે અપર્યાપ્ત અને ખેડૂતોની આંખમાં ધૂળ નાખવા સમાન છે. વાસ્તવિકતા એ છે કે, રાજ્યના અનેક જિલ્લાઓમાં આ વર્ષે પૂરતો કે સમયસર વરસાદ પડ્યો નથી, જેના કારણે ખેતીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. કેટલાય જિલ્લામાં સિંચાઈનું પાણી ઉપલબ્ધ નથી વરસાદના અભાવે ખેડૂતોને પાકનું ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને સિંચાઈ માટેનું પાણી પણ ઉપલબ્ધ થતું નથી. આમ છતાં, સરકારે અન્ય અસરગ્રસ્ત વિસ્તારોની ઉપેક્ષા કરી ખેડૂતો સાથે ઘોર અન્યાય કર્યો છે. કોંગ્રેસ નેતાઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ખેડૂતો અત્યારે આર્થિક રીતે તૂટી ચૂક્યા છે. ખાતર, બિયારણ, ડીઝલ અને ખેતીના સાધનોના વધતા જતા ભાવ તેમજ યોગ્ય પોષણક્ષમ ભાવ (MSP) ન મળવાને કારણે ખેડૂત દેવામાં ધકેલાઈ રહ્યો છે. આવી કપરી પરિસ્થિતિમાં સરકાર તરફથી કોઈ રાહત કે વળતર ન મળવાને કારણે રાજ્યના ખેડૂતો અત્યંત નિરાશામાં છે અને આત્મહત્યા કરવા જેવા અત્યંત દર્દનાક પગલાં ભરવા માટે પ્રેરાઈ રહ્યા છે. ખેડૂતોને સહાય આપવા માંગ કોંગ્રેસે સરકારને ચેતવણી આપતા માંગ કરી હતી કે, રાજ્યના તમામ વરસાદ ખેંચાયેલા અને નુકસાનગ્રસ્ત વિસ્તારોને તુરંત અસરથી અછતગ્રસ્ત અથવા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. ખેડૂતો માટે યોગ્ય રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે, પાક વીમાનું વળતર ચૂકવવામાં આવે અને ખેતી માટે મફત તેમજ પૂરતી વીજળી અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે. જો સરકાર દ્વારા ખેડૂતોની આ ન્યાયી માંગણી તાત્કાલિક નહીં સ્વીકારવામાં આવે તો આવનારા સમયમાં આ પ્રદર્શનને ઉગ્ર બનાવી સમગ્ર રાજ્યમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન કરાયું:પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ - મેયર ઉષાબેન તલરેજા
    Next Article
    Rain Forces INDIA Bloc To Postpone "Public Impeachment" Of Gyanesh Kumar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment