Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બગવાડા દરવાજા પાસે અડચણરૂપ દબાણો દૂર કરીને સાધનો જપ્ત કર્યા:ચેતવણી આપ્યા બાદ પણ જગ્યા ન છોડતાં કાર્યવાહીમાં ઘર્ષણ

    11 hours ago

    પાટણના બગવાડા દરવાજા પાસે પાલિકાની ટીમે અડચણરૂપ દબાણો દૂર કરવા કડક ઝુંબેશ હાથ ધરી હતી. માઇકથી એક કલાક અગાઉ ચેતવણી આપવા છતાં જગ્યા ન ખાલી કરતાં ઘર્ષણ વચ્ચે છત્રીઓ અને સાધન સામગ્રી જપ્ત કરી દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી. પાટણ શહેરના વ્યસ્ત ગણાતા બગવાડા દરવાજા વિસ્તારમાં ગુરુવારે સાંજે પાલિકાની ટીમે અચાનક દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરીને કડક કાર્યવાહી કરી હતી. સ્વચ્છતા માર્શલ અધિકારી નાગજીભાઈ દેસાઈ, વોર્ડ ઈન્સ્પેક્ટર તેમજ પાલિકાની ટીમ દ્વારા રસ્તા પર ગેરકાયદેસર રીતે અડિંગો જમાવીને બેઠેલા છૂટક વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવી હતી.આ કાર્યવાહી દરમિયાન રસ્તા પર ઊભેલા છૂટક ફૂલના વેપારીઓ, સાવરણી-વાસંઘીના વેપારીઓ તેમજ લોખંડની તવી જેવા સાધનોનો વેપાર કરતા દબાણકારોને દૂર કરાયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડ્રાઇવ શરૂ કરતા પહેલા માઇક એનાઉન્સમેન્ટ મારફતે તમામ દબાણકારોને એક કલાક અગાઉ જગ્યા ખાલી કરવા માટે વોર્નિંગ આપવામાં આવી હતી. તેમ છતાં દબાણકારોએ જગ્યા ખાલી ન કરતાં પાલિકાની ટીમે દંડાત્મક પગલાં ભર્યાં હતાં. કાર્યવાહી દરમિયાન કેટલાક દબાણકારોએ ટીમ સાથે બોલાચાલી કરી તકરાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પાલિકાના અધિકારીઓએ કડક વલણ અપનાવી દબાણકારોની છત્રીઓ, સ્ટેન્ડ અને અન્ય સાધન સામગ્રી સહિતનો તમામ સામાન જપ્ત કરીને ગાડીમાં ભરી લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની આજે ચોથી વરસી:વિક્ટિમ એસોસિએશન 135 લોકોના મોત કેસમાં ન્યાય માટે સુપ્રીમ સુધી પહોંચ્યું; જયસુખ પટેલ સહિત તમામ જામીનમુક્ત
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:બ્લુ ડ્રમમાંથી મળ્યા ₹5 કરોડ, PM મોદી આજથી બે દિવસ ગુજરાતમાં, બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને પાડી દેવાનાં ષડયંત્રનો ભાંડો ફુટ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment