Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની આજે ચોથી વરસી:વિક્ટિમ એસોસિએશન 135 લોકોના મોત કેસમાં ન્યાય માટે સુપ્રીમ સુધી પહોંચ્યું; જયસુખ પટેલ સહિત તમામ જામીનમુક્ત

    10 hours ago

    મોરબીમાં 135 લોકોનો ભોગ લેનારા વિખ્યાત ઝૂલતા પુલ દુર્ઘટનાને આજે 4 વર્ષ પૂરા થતાં ચોથી વરસી મનાવવામાં આવી રહી છે. 30 ઓક્ટોબર 2022 ના રોજ સર્જાયેલી આ ભયાનક હોનારતમાં જીવ ગુમાવનારા ભોગ બનનારના પરિવારો અને વિક્ટિમ એસોસિએશન ઝડપી ન્યાયને બદલે સાચો ન્યાય મળે તે માટે ન્યાયતંત્ર પર આશા રાખીને બેઠા છે. દુર્ઘટના અને ઓરેવા ગ્રુપની બેદરકારી રજવાડાના સમયના આ ઐતિહાસિક ઝૂલતા પુલના મેન્ટેનન્સ અને સંચાલનની જવાબદારી મોરબીના ઓરેવા ગ્રુપને સોંપાઈ હતી. ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલે રિનોવેશન બાદ 2022 માં બેસતા વર્ષના દિવસે પરિવાર સાથે પત્રકાર પરિષદ યોજી પુલ ખુલ્લો મૂક્યો હતો. ખુલ્લો મુકાયાના છઠ્ઠા જ દિવસે ધડાકાભેર પુલ તૂટી પડ્યો હતો. મચ્છુ નદીમાં પુલ હોનારતમાં 135 લોકો મૃત્યુ પામ્યાા હતા રવિવારની રજા અને દિવાળીના વેકેશનનો છેલ્લો દિવસ હોવાથી મોરબી અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ફરવા આવ્યા હતા. સેલ્ફી લેતા અને હરતા-ફરતા લોકો અચાનક પુલ તૂટતા માચ્છુ નદીના પટમાં ખાબક્યા હતા. આ હોનારતમાં મહેબૂબભાઈની એકની એક દીકરી સહિત કુલ 135 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. કોર્ટ કાર્યવાહી અને જામીનમુક્ત આરોપીઓ આ કેસ હાલ મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે અને વિક્ટિમ એસોસિએશન સાચી તપાસ માટે સુપ્રીમ કોર્ટ સુધી લડી રહ્યું છે. આ ગુનામાં પકડાયેલા ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ અને બે મેનેજર સહિત તમામ 10 આરોપીઓ હાલ જામીન પર મુક્ત છે. પાલિકાના અધિકારીઓ સામે લીગલ કાર્યવાહીનો અભાવ ઝૂલતો પુલ તૂટી પડ્યા બાદ તત્કાલીન નગરપાલિકાના ચીફ ઓફિસર અને પાલિકાની ભાજપની બોડી સામે સરકારે આકરાં પગલાં લીધા હતા. જોકે, જવાબદાર અધિકારીઓ અને બોડી સામે કોઈ મજબૂત લીગલ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી ભોગ બનનારા પરિવારો આજે 4 વર્ષ પછી પણ કોર્ટમાં સચોટ ન્યાય મેળવવા મથી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પોર્ન જોઇને સુન્નત કરાવતા ગુજરાતના યુવાનો:લોન લઇને આવે છે સર્જરી કરાવવા, ડોક્ટર્સે જણાવ્યા ચોંકાવનારા કિસ્સા
    Next Article
    બગવાડા દરવાજા પાસે અડચણરૂપ દબાણો દૂર કરીને સાધનો જપ્ત કર્યા:ચેતવણી આપ્યા બાદ પણ જગ્યા ન છોડતાં કાર્યવાહીમાં ઘર્ષણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment