Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોર્ન જોઇને સુન્નત કરાવતા ગુજરાતના યુવાનો:લોન લઇને આવે છે સર્જરી કરાવવા, ડોક્ટર્સે જણાવ્યા ચોંકાવનારા કિસ્સા

    12 hours ago

    કિસ્સો-1 મારી પાસે 19 વર્ષનો એક યુવાન આવ્યો હતો. મેં એને પૂછ્યું કે તારે સર્કમસિઝન કેમ કરવું છે? તેણે કહ્યું કે ઇરેક્શન સમયે પેઇન થાય છે. તેની વાત સાંભળીને મને નવાઇ લાગી કે આજની તારીખે 19-20 વર્ષના છોકરાઓ એક્ટિવ હોય છે. મેં એને સ્વભાવિક રીતે પૂછ્યું કે આટલી નાની ઉંમરમાં તું એક્ટિવ છે તો તેણે કહ્યું કે હું લગભગ 5-6 વર્ષથી એક્ટિવ છું. જેથી મને વધુ નવાઇ લાગી કે 15-16 વર્ષના છોકરાઓ પણ એક્ટિવ હોય છે. જે નવા-નવા એક્ટિવ થયા હોય અથવા જેમના લગ્ન થવાના હોય અને એમને આ પ્રશ્ન હોય છે તેવા મોટાભાગના 18થી 25 વર્ષની વચ્ચેના છોકરાઓ મારી પાસે આવે છે. જેના નવા-નવા લગ્ન થયા હોય તે કપલ પણ મારી પાસે આવે છે. પહેલાં તેમને આઇડિયા ન હોય પણ એક્ટિવ થયા હોય તો ફોર સ્કીનના પ્રોબ્લેમ થાય એના કારણે રિલેશનમાં તકલીફ થાય એટલે આવતા હોય છે. આ શબ્દો છે પ્લાસ્ટિક સર્જન ડૉ. અર્થ શાહના. કિસ્સો-2 20 વર્ષનો યુવક BBAનો અભ્યાસ કરતો હતો. તેણે આવીને મને સીધું કહ્યું કે મારે સર્કમસિઝન કરાવવું છે. મેં પૂછ્યું તને શું પ્રોબ્લેમ છે? ફાયમોસીસ છે? તો કહે ના. બધા યંગસ્ટર્સ બેઠા હોઇએ ત્યારે વાત થાય ત્યારે મને એમ લાગે છે કે મારી સ્કીન બધા કરતાં થોડી વધારે ટાઇટ છે અને નીચેથી લૂઝ રહેતી હશે. 2થી 3 મિનિટમાં ડિસ્ચાર્જ થઇ જાય છે. મારી પાર્ટનર કે મને બેમાંથી કોઇને પ્લેઝર મળતું નથી. મેં એ યુવકની તપાસ કરી પણ ફાયમોસીસ ન લાગ્યું. સ્કીન થોડી લૂઝ હતી જેથી કોસ્મેટિક પર્પઝથી સર્કમસિઝન કરાવવાની સલાહ આપી. જ્યારે તેનું રેગ્યુલર ફોલોઅપ કર્યું ત્યારે ખબર પડી કે તે ટ્રીટમેન્ટથી સંતુષ્ટ હતો. જેન-ઝી સેક્સ અંગે ઘણા જાગૃત છે અને ઘણા લોકો સર્કમસિઝન કરાવે છે. કિસ્સો-3 મારી પાસે દિવસના ચારેક અને મહિનામાં 100 જેટલા સર્કમસિઝનના કેસ આવે છે. જેમને ફાયમોસીસની તકલીફ હોય છે તેને સર્કમસિઝનની સલાહ આપું છું. જેને સાઇઝ, શેપમાં પ્રોબ્લેમ હોય, કેટલાકને લેન્થનિંગ કે ફિલર કરાવવું હોય તેવા લોકો કોસ્મેટિક સર્જરી માટે પણ આવે છે. એક દિવસમાં આવા પાંચેક અને મહિનામાં લગભગ 125 કેસ આવે છે. સેક્સ એ લોકો માટે હંમેશા ફન એલિમેન્ટ રહ્યું છે. લાઇફનો પાર્ટ છે. મહિલા પોતાના પુરૂષ પાર્ટનરને એમ કહે કે તમારો ટાઇમિંગ ઓછો છે તો આવા પુરૂષ મારી પાસે ટ્રીટમેન્ટ માટે આવે છે. એક દિવસમાં આવા 8-10 કેસ અને મહિને 250થી 300 કેસ આવે છે પણ એ સર્કમસિઝન નહીં ટાઇમિંગના ઇશ્યૂ માટે આવે છે. આ વાત કહી રહ્યાં છે અમદાવાદના નિકોલમાં પ્રેક્ટિસ કરતાં સેક્સોલોજિસ્ટ ડૉ. તેજસ પટેલ. સુન્નત એટલે કે સર્કમસિઝન અંગે હવે ગુજરાતના યુવાનો અને નવી પેઢીના દ્રષ્ટિકોણમાં એક મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. જાતીય જીવન સુધારવા, ટાઇમિંગ વધારવા, સારા લૂક અને પર્સનલ હાઇજીન માટે હવે 18થી 30 વર્ષના યુવાનો સામે ચાલીને સર્કમસિઝન કરાવી રહ્યા છે. ક્યારેક પાર્ટનરની ડિમાન્ડ તો ક્યારેક પોર્ન કે ગ્લોબલ ટ્રેન્ડ્સથી પ્રભાવિત થઇને યુવાનો ફાઇનાન્સ કંપનીઓમાંથી લોન લઈને પણ માત્ર 4-5 મિનિટમાં થતી આ આધુનિક સર્જરી કરાવે છે. દિવ્ય ભાસ્કરે આ અંગે ડોક્ટર્સ સાથે વાત કરી હતી. જેમાં અલગ અલગ ચોંકાવનારા કારણો સામે આવ્યા હતા. ગુપ્તાંગ પરની ચામેડી નીચે ન ઉતરતી હોય, એકદમ ટાઇટ હોય, સ્મેગ્મા કલેક્શન (પુરુષ કે સ્ત્રીના ગુપ્તાંગોની આસપાસ જમા થતો સફેદ-પીળાશ પડતો ચીકણો પદાર્થ) થતું હોય તો તે સ્કીન ટાઇટનેસને ફાયમોસીસ કહેવાય છે. પેરા ફાયમોસીસ એટલે સ્કીન નીચે તો ઉતરે પણ ઉપર નથી ચડતી. યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થતું હોય, સેક્સ્યૂઅલ ટ્રાન્સમિટેડ રોગોથી બચવા માટે સર્કમસિઝન કરાય છે. જેને ડાયાબિટીસ હોય અને વારંવાર ઇન્ફેક્શન લાગ્યા કરતું હોય તો પણ સર્કમસિઝન કરવામાં આવે છે. ઘણા લોકો ધાર્મિક કારણોસર સર્કમસિઝન કરાવે છે. જેના કારણે તેમને પેનાઇલ કેન્સરના ચાન્સ નહીંવત હોય છે. ઘણા એવું માને છે કે મારું હાઇજીન સારું રહેવું જોઇએ. સ્કીન કાઢવાથી કોસ્મેટિકલી સારો એપીરિયન્સ આવે એ માટે પણ આજકાલ લોકો આવી સર્જરી કરાવે છે. ડૉ. અર્થ શાહ કહે છે કે, આ સર્જરી કોઇપણ યુવાન કરાવી શકે છે. ઘણીવાર સેકસ્યુઅલી એક્ટિવ યુવાનને ઇરેક્શન સમયે ટાઇટ ચામડીના કારણે દુખાવો થાય છે. જેનાથી બચવા માટે યુવાનો ફ્રેન્યુલોપ્લાસ્ટી (પુરુષોના લિંગના નીચેના ભાગમાં આવેલી ત્વચાની પટ્ટીને ફ્રેન્યુલમ કહેવાય છે. આ પટ્ટીને લંબાવવા અથવા ઠીક કરવા માટે કરાતી સર્જરી) ખૂબ કોમન પ્રોસિઝર છે. જે 2-3 મિનિટમાં થાય છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી આવે છે યુવાનો સર્કમસિઝન વિશે વાત કરતાં તેમણે જણાવ્યું, મેડિકલ કન્ડિશનમાં કોઇ અપર-લોઅર ક્લાસ જેવુ હોતું નથી. અમદાવાદ અથવા આસપાસના શહેરોમાંથી અને સોશિયલ મીડિયાના કારણે છોકરાઓ આવી રહ્યાં છે. અમે નવી સ્ટેપલર પદ્ધતિથી સર્કમસિઝન કરીએ છીએ. જે 3-4 મિનિટમાં થઇ જાય છે. થોડું જ લોહી નીકળે, કોઇ ફોલોઅપ નથી હોતું. 'સ્કીન કાઢી આપો એટલે દેખાવ સારો લાગે' 'સારા દેખાવ માટે જેટલા લોકો સર્કમસિઝન કરાવવા આવ્યા છે તે બધા ફાયનાન્શિયલી ઘણા સારા હોય છે. તેમને એવું હોય કે મને સ્કીન કાઢી આપો જેનાથી મને દેખાવમાં સારું લાગે, કોસ્મેટિકલી સારું લાગે. આ બાબત અમારા માટે પણ નવી છે કેમ કે અમે મેડિકલ કન્ડિશન માટે જ સર્કમસિઝન કરતાં હતા પણ હવે આટલા બધા લોકો અમારી પાસે કોસ્મેટિક કારણથી સર્કમસિઝન કરાવે છે. 18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ પોતાની મરજીથી આ સર્જરી કરાવી શકે છે. જેની ઉંમર 18 વર્ષથી નીચે હોય તેમાં વાલીની સંમતિ જરૂરી છે.' 'મારી પાસે એવા પણ લોકો આવેલા છે જેને મલ્ટિપલ વોટ્સ (એક કરતાં વધુ મસા) થયેલા હોય. સેક્સ્યૂઅલી ટ્રાન્સમિટેડ રોગોમાં આવું થતું હોય છે. મલ્ટિપલ વોટ્સના કારણે રિલેશનશિપને અસર થાય છે. જેથી આવા લોકો સર્કમસિઝન કરાવે છે. સર્કમસિઝન કરાવ્યું હોય તો તેના માટે રૂટિન સેક્સ ઇઝી બની જાય છે.' ભારતમાં હજારો લોકો આ સર્જરી કરાવે છે આ સર્જરીની પ્રોસેસ અને ખર્ચની વાત કરતાં તેમણે ઉમેર્યું કે, 4થી 5 મિનિટમાં થતી પ્રોસેસનો 30થી 60 હજાર રૂપિયા સુધી ખર્ચ હોય છે. જેમાં ફોલોઅપ કરવાનું નથી હોતું, ડ્રેસિંગ કે ટાંકા તોડવાના નથી હોતા. લૂંગી પહેરીને નથી ફરવું પડતું. જીન્સ પહેરીને આવો અને જતાં રહો. અઠવાડિયામાં રિકવરી આવી જાય. થોડો દુખાવો, લાલાશ કે સોજો રહે છે. સર્જરી પછી 5 દિવસ માટે એન્ટિબાયોટિક અને 3 દિવસ માટે પેઇન કિલર દવાની જરૂર પડતી હોય છે. ગુજરાતનો કોઇ આંકડો ન કહી શકાય પણ હજારોની સંખ્યામાં લોકો હોય છે જે ખૂલીને નથી બોલી શકતા. ઘણીવાર માતા-પિતા કે પરિવારને પણ નથી કહેતા. ભારતમાં હજારોની સંખ્યામાં લોકો સર્કમસિઝન કરાવે છે. સર્કમસિઝનના ટ્રેન્ડ વિશે વાત કરતાં ડૉ. તેજસ પટેલે કહ્યું કે, મેં પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે મને હતું કે ફાયમોસીસમાં સ્કીન નીચે કરે ત્યારે પેશન્ટને દુખાવો થાય છે. જેથી લોકો તેની ટ્રીટમેન્ટ કરાવતા હતા પણ હવે એક ટ્રેન્ડ ચાલે છે. કોસ્મેટિક કારણોના લીધે પણ લોકો સર્કમસિઝન કરાવે છે. 'પહેલાં લોકો કોસ્મેટિક પર્પઝથી નહોતા આવતા, મેડિકલ પર્પઝથી આવતા હતા. એ જનરેશન નોર્મલ હતી. હવે જેન-ઝીમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે અમારી સેક્સ લાઇફ સારી હોવી જોઈએ, પાર્ટનર હેપ્પી રહેવું જોઇએ. હૂક-અપ કલ્ચર ચાલી રહ્યું છે, વન નાઇટ સ્ટેન્ડ ચાલે છે એટલે કોસ્મેટિક પર્પઝથી 20થી 30 વર્ષના યુવાનો વધુ આવે છે.' મેલ અને ફિમેલ બન્નેની ફેન્ટેસી અલગ અલગ તેમની પાસે આવતા કેસની વાત કરતાં તેઓ કહે છે કે, ફિમેલને ઘણીવાર મેલની સાઇઝ-શેપ શું છે? સ્કીન ટોન શું છે? તે જોવું ગમે છે. જ્યારે મેલને પણ ફેન્ટેસી હોય છે. જનરલી એ ઓપન ડિસ્કશન કરતાં હોય છે. ઘણા એમ પણ કહે છે કે મારી વાઇફ, પાર્ટનર, ગર્લફ્રેન્ડ કે ફિયાન્સીએ મને કહ્યું છે કે તમારી સ્કીન કાળી પડી ગઇ છે. આવા પણ કેસ આવે છે. ‘ડાયાબિટીસ અને કોસ્મેટિક સિવાય રૂટિન પેશન્ટ એવા આવે છે જેમને ઇરેક્શન ન થાય. ક્યારેક ઇરેક્શન આવે તો પણ એક્ટિવિટી સમયે જતું રહે અથવા તો ઇરેક્શન હોય પણ પ્રિમેચ્યોર ડિસ્ચાર્જ થતું હોય. જેનું કારણ એ છે કે એમની સ્કીન વધારે પડતી આગળ હોય છે. પાછળ કરે તો પેઇન થાય જેના કારણે ઇરેક્શન જતું રહે, ક્યારેક તરત ડિસ્ચાર્જ થઇ જાય. આવી સેક્સ્યૂઅલ સમસ્યાઓ દૂર કરવા માટે પણ સર્કમસિઝન કરવા માટે લોકો આવે છે.’ તેમણે એક કિસ્સો પણ કહ્યો 55 વર્ષના એક ભાઇ મારી પાસે આવ્યા. મને હતું કે ઉંમરના કારણે તેમને ફાયમોસીસની તકલીફ હશે. એમણે કહ્યું કે મારી સ્કીન વર્ષોથી લાંબી છે. હું સારી રીતે પરફોર્મ કરી શકું છું. મારા ફ્રેન્ડસ સાથે બેસીને ચર્ચા કરી ત્યારે ખબર પડી કે એ લોકો 5-10 મિનિટ સુધી પર્ફોર્મ કરે છે. જે હું નથી કરી શકતો. હવે રિટાયર સમયે મારું જાતીય જીવન સારૂં હોવું જોઇએ. એ માટે તમે પહેલાં મારી સ્કિનની તપાસ કરો. મેં તેમને સર્કમસિઝનની સલાહ આપી અને એ પણ રિસર્ચ કરીને આવ્યા હતા. સર્જરી પછી જ્યારે એ પેશન્ટ ફોલોઅપ માટે આવ્યા ત્યારે તેમણે કહ્યું કે હવે મારો ટાઇમિંગ 4થી 5 મિનિટ આવે છે. જે લાઇફટાઇમ દરમિયાન સૌથી વધુ છે. જો મેં આ ઓપરેશન 25-30 વર્ષની ઉંમરે કરાવ્યું હોત તો મારા 20 વર્ષની સેક્સ લાઇફ સારી હોત. ડૉ. આશુતોષ શાહ સુરતમાં 22 વર્ષથી ક્લાસિક-કોસ્મેટિક સર્જરી કરે છે. તેમણે વિદેશનું ઉદાહરણ આપતા કહ્યું કે, અમેરિકા અને બીજા દેશોમાં પિતાએ કરાવેલું હોય એટલે દીકરાનું પણ કરાવવું જોઇએ તેવું માનીને ઘણા લોકો કરાવે છે. મુસ્લિમ અને યહૂદી લોકો ધાર્મિક કારણોથી નાનપણમાં જ સુન્નત કરાવે છે. હિન્દુઓમાં એ નથી હોતું. લિંગની આગળનો ભાગ ટાઇટ હોય તો ઇરેક્શન વખતે ચામડી પાછળ નથી જતી. જેથી દુખાવો થાય છે અને પ્લેઝરનું સેન્સેશન પેઇનમાં બદલાઇ જાય છે. 'ઘણા લોકો એમ માને છે કે આ એરિયા ખુલ્લો રહેશે તો દરરોજ સાબુ-પાણીથી ક્લીન થઇ શકે છે. જોકે દરેક પુરૂષને મારી અંગત સલાહ છે કે જેમણે સર્કમસિઝન નથી કરાવ્યું તેમણે પણ નહાતી વખતે ચામડી પાછળ કરીને ક્લીન કરવી જોઇએ. ઘણા લોકો હાઇજીન માટે આ સર્જરી સામેથી આવીને કરાવે છે. ઘણા લોકો પોર્ન જોતાં હોય તો તેમાં એક્ટરનું સર્કમસિઝન થયેલું હોય છે જે જોઇને પણ આ સર્જરી કરાવે છે.' 'અઠવાડિયામાં અમે 4-5 સર્કમસિઝન સર્જરી કરીએ છીએ. જેમાંથી 1-2 ડાયાબિટિસના હોય. કોસ્મેટિકવાળાનું પ્રમાણ બહુ નથી પણ ફાયમોસિસ -યંગસ્ટર્સમાં સેકસ રિલેટેડ પ્રોબ્લેમવાળા પેશન્ટ વધારે આવે છે. ઉપરાંત દવાઓના કારણે ડાયાબિટીસવાળા પેશન્ટની સંખ્યા આ સર્જરી માટે વધી ગઇ છે.' ડૉક્ટર્સના અનુભવો સ્પષ્ટ કરે છે કે ઉંમર ભલે 18 વર્ષની હોય કે 55 વર્ષની, સેકસ્યૂઅલ હેલ્થ અને હાઇજીન વિશે ખુલીને વાત કરવી એ હવે સંકોચનો વિષય નથી રહ્યો. આ પણ વાંચો ડાયાબિટીસની દવાના કારણે ભારતીય પુરુષોમાં સુન્નત વધ્યું
    Click here to Read More
    Previous Article
    'Is Your Mom Single?' Fan's Message For Ryan Rickelton Goes Viral. South Africa Star's Reaction Can't Be Missed
    Next Article
    મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની આજે ચોથી વરસી:વિક્ટિમ એસોસિએશન 135 લોકોના મોત કેસમાં ન્યાય માટે સુપ્રીમ સુધી પહોંચ્યું; જયસુખ પટેલ સહિત તમામ જામીનમુક્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment