Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:બ્લુ ડ્રમમાંથી મળ્યા ₹5 કરોડ, PM મોદી આજથી બે દિવસ ગુજરાતમાં, બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને પાડી દેવાનાં ષડયંત્રનો ભાંડો ફુટ્યો

    11 hours ago

    નમસ્તે, બાંગ્લાદેશમાં ષડયંત્ર દ્વારા હસીના સરકાર પાડી દેવામાં આવી હતી. બીજી તરફ, કોકરોચ જનતા પાર્ટી (CJP)એ INDIA બ્લોકમાં સામેલ થવાના સંકેત આપ્યા છે. અમે તમને પ્રયાગરાજમાં વાદળી ડ્રમમાંથી ₹5 કરોડ કેશ મળવાના સમાચાર જણાવીશું... ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. 2. INDIA બ્લોક CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં જાહેર મહાભિયોગ કાર્યક્રમ યોજશે. 📰 કાલના મોટા સમાચારો 1. વિદેશી પત્રકાર, સિક્રેટ મીટિંગ અને તખ્તાપલટ:બાંગ્લાદેશમાં હસીના સરકાર પડવાના 48 કલાક પહેલાં શું રંધાયું હતું? મોહમ્મદ યુનુસના પૂર્વ સચિવનો સનસનીખેજ દાવો બાંગ્લાદેશમાં કાવતરાના ભાગરૂપે શેખ હસીનાની સરકાર પાડવામાં આવી હતી. તેમના વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન દરમિયાન જ વિદ્યાર્થી નેતાઓએ ચર્ચા શરૂ કરી દીધી હતી કે તેમના પછી દેશની કમાન કોણ સંભાળશે. આ દાવો મુહમ્મદ યુનુસના ભૂતપૂર્વ પ્રેસ સચિવ શફીકુલ આલમે કર્યો છે. આલમે સોશિયલ મીડિયા પર લખ્યું કે વિદ્યાર્થીઓએ યુનુસનો સંપર્ક કરવામાં ફ્રાન્સની સમાચાર એજન્સી AFPના પત્રકાર કાદરુદ્દીન શિશિરની મદદ લીધી હતી. તેઓ ઇચ્છતા હતા કે નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસ વચગાળાની સરકાર ચલાવે. 5 ઑગસ્ટ 2024ના રોજ હસીનાએ બાંગ્લાદેશ છોડી દીધું હતું. તેના બે દિવસ પહેલાં જ યુનુસ અને વિદ્યાર્થીઓ વચ્ચે વાતચીત થઈ હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 2. CJIએ કહ્યું- બેંકો ડિજિટલ અરેસ્ટની જવાબદારી કેમ લેતી નથી?:જો તેમની બેદરકારી હોય તો વળતર આપો; 2026માં ₹800 કરોડથી વધુની છેતરપિંડી સુપ્રીમ કોર્ટે ડિજિટલ અરેસ્ટના વધતા જતા કેસો પર ગુરુવારે ચિંતા વ્યક્ત કરી. કોર્ટે કહ્યું કે જાગૃતિ અભિયાનો અને સતત સમાચાર આવવા છતાં શિક્ષિત લોકો પણ આ કૌભાંડોનો ભોગ કેવી રીતે બની રહ્યા છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે ટિપ્પણી કરી, ‘જો બેંકની બેદરકારીને કારણે સાયબર છેતરપિંડી થાય છે, તો બેંક પીડિતને વળતર આપે અને જવાબદારી નક્કી થાય ત્યારે કાર્યવાહીનો સામનો કરે. આ હાલમાં માત્ર પ્રસ્તાવ છે, અંતિમ આદેશ નથી.’ સંપૂર્ણ સમાચાર વાંચો 3. INDIA બ્લોક - CJP એક થશે?:કાર્યકર્તાઓ પાસેથી ફીડબેક માંગ્યો, 1 નવેમ્બરની રેલીને સમર્થન; રાહુલે કહ્યું- વિદ્યાર્થી સંગઠનો પણ માર્ચમાં જોડાય કોકરોચ જનતા પાર્ટી (CJP)એ વિપક્ષની 1 નવેમ્બરે રામલીલા મેદાનમાં યોજાનારી રેલીને સમર્થન આપ્યું છે. CJP નેતા આશુતોષ રાંકાએ કહ્યું કે પાર્ટીના લોકો રેલીમાં સામેલ થઈ શકે છે. આ ઉપરાંત INDIA બ્લોક સાથે ગઠબંધન કરવા માટે CJP કાર્યકર્તાઓ પાસેથી ફીડબેક લેશે. રાહુલ ગાંધીએ ગુરુવારે વિદ્યાર્થી સંગઠનોને પણ 1 નવેમ્બરે યોજાનારી દિલ્હી ચલો માર્ચમાં આવવાની અપીલ કરી છે. તેમણે X પર વીડિયો જારી કરીને કહ્યું કે પોલીસના લાઠીચાર્જની ચિંતા ન કરો. ગભરાવાની જરૂર નથી. આ માર્ચ લોકશાહીને બચાવવા, વોટ ચોરી રોકવા અને બંધારણની રક્ષા માટે છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. ઇઝરાયલની ચૂંટણીમાં વિદેશી દખલની તપાસના આદેશ:કતાર-તુર્કીથી ફંડિંગની આશંકા, બેલેટ વોટની ગણતરી પૂરી, નેતન્યાહૂ-આઇઝેનકોટ બંને બહુમતીથી દૂર ઇઝરાયલમાં 27 ઑક્ટોબરે યોજાયેલી સંસદીય ચૂંટણીમાં વિદેશી દખલની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ચૂંટણી પંચે તપાસ એજન્સી 'શિન બેટ'ને મામલાની તપાસના આદેશ આપ્યા છે. ધ ટાઇમ્સ ઑફ ઇઝરાયલના જણાવ્યા મુજબ, એજન્સી એક અઠવાડિયામાં તપાસનો અહેવાલ સુપરત કરશે. પ્રધાનમંત્રી નેતન્યાહૂની લિકુડ પાર્ટીને શંકા છે કે કતાર અને તુર્કીથી ઇઝરાયલ અને વેસ્ટ બેન્કમાં નાણાં મોકલ્યા હતા. આ નાણાંનો ઉપયોગ આરબ નાગરિકોને ભંડોળ પૂરું પાડવા માટે કર્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો 5. સિનિયર એકાઉન્ટન્ટ પતિને રસ્તામાંથી હટાવવા પત્ની હેવાન બની:જીમ ટ્રેનરને ઘરે બોલાવીને ચાકુથી ઘાતક હુમલો કરાવ્યો; દીકરીની સામે પિતા પર છરીના ઘા માર્યા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ઇંદિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારના વસુંધરા સેક્ટર-1ની જાગૃતિ આરડબ્લ્યુએ સોસાયટીમાં સામે આવેલી આ ઘટનાએ સંબંધોને હચમચાવી દીધા છે. પોલીસના જણાવ્યા અનુસાર, જિમ ટ્રેનર અને મહિલા વચ્ચેના પ્રેમસંબંધોની જાણ પતિને થઈ ગઈ હતી. પતિ બીજી જગ્યાએ શિફ્ટ થવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેને રસ્તામાંથી હટાવવાનું કથિત કાવતરું રચવામાં આવ્યું. હુમલા દરમિયાન શશાંકની ત્રણ વર્ષની પુત્રી પણ ઘરમાં હાજર હતી. આ મામલે પોલીસે પત્ની પ્રિયા શર્મા અને જિમ ટ્રેનર પ્રતાપની ધરપકડ કરી છે. પોલીસની તપાસ મુજબ, બંને વચ્ચે લગભગ ચાર મહિનાથી વાતચીત ચાલી રહી હતી. શશાંકના ભાઈ રિતેશની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી. પોલીસે મંગળવારે સાંજે બંને આરોપીઓને જેલમાં મોકલી દીધા. સંપૂર્ણ સમાચાર વાંચો 6. PM મોદી પ્રથમવાર કરશે ખાટલા સભા: ભીલડીમાં ગ્રામીણ પરંપરા અનુસાર બેઠક વ્યવસ્થા, લોકાર્પણ પહેલા બનાસ ડેરીનું BBBRC સેન્ટર દીપી ઉઠ્યું PM મોદી દેશમાં પ્રથમવાર ખાટલા સભા કરશે. બનાસકાંઠાના ભીલડીમાં ગ્રામીણ પરંપરા અનુસાર ખાટલાની બેઠક વ્યવસ્થા કરાઈ છે. સભામાં આવનાર ખેડૂતો માટે ખુરશીની જગ્યાએ ખાટલા ગોઠવાયા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા ભીલડી ખાતે આવતીકાલે 30 ઓક્ટોબરે રાષ્ટ્રીય કક્ષાના ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’નું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો દેશભરના ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરશે. ગુજરાતના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને 1000 કરોડથી વધુની સહાય અર્પણ કરશે અને સાથે જ બનાસ ડેરીના અત્યાધુનિક ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર-BBBRCનું લોકાર્પણ કરશે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. ભાજપ નેતા નરહરિ અમીનને 65 કરોડનો પ્લોટ અડધામાં પધરાવવાનો કારસો:SG હાઇવે ટચ લગડી 2608 ચો.મી. પ્લોટમાં હેતુફેરના 'ખેલ'ની તૈયારી, AMCને કરોડોનું નુકસાન થશે અમદાવાદના એસજી હાઇવે પર ભાજપના રાજ્યસભાના પૂર્વ સાંસદ નરહરિ અમીનના જન સહાયક ટ્રસ્ટ-હીરામણિ સ્કૂલ દ્વારા AMCના પાર્કિંગ હેતુના પ્લોટને હેતુફેર કરી શૈક્ષણિક હેતુ માટે ફાળવવા અંગેની રજૂઆત કરવામાં આવી છે. AMC પ્લોટ હીરામણિ કેમ્પસ વિસ્તારમાં આવેલો છે અને વર્ષોથી પ્લોટ પાર્કિંગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સૂત્રો મુજબ આ પ્લોટની બજાર કિંમત 65 કરોડથી વધારે થાય છે ત્યારે આ પ્લોટની ભાજપના પૂર્વ સાંસદ દ્વારા માંગણી કરવામાં આવી છે. જો પ્લોટનો હેતુફેર કરવામાં આવે અને શૈક્ષણિક હેતુ માટે ફાળવવામાં આવે તો 50 ટકામાં ફાળવવામાં આવે જેથી તેમને જે હાલમાં પ્લોટની કિંમત છે તેના કરતાં ઓછી કિંમત ટ્રસ્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ચૂકવવી પડે. ભાજપના પૂર્વ સાંસદે શૈક્ષણિક હેતુ માટે માંગણી કરી છે ત્યારે પ્લોટને ફાળવવા અંગેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવશે તો કોર્પોરેશનને 50 ટકા રકમનું નુકસાન જાય તેવી શક્યતા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ 80,000 રૂપિયાનું ઇન્જેક્શન હવે માત્ર 7 હજારમાં મળશે:કેન્સરની 543 દવાઓના ભાવ ઘટ્યા, કેટલીક દવાઓ 90% સસ્તી થઈ, નવી કિંમતો 9 નવેમ્બરથી લાગુ થશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. ઈન્ટરનેશનલઃ પાકિસ્તાનમાં માત્ર 1.7% હિન્દુઓ બચ્યા:બ્રિટિશ સંગઠનનો રિપોર્ટ- આઝાદી પહેલાં 14.6% હતા; હિંસા-ધર્મ પરિવર્તન કારણ (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ પ્રયાગરાજમાં જમીનમાં દાટેલા 5 કરોડ રૂપિયા મળ્યા:500-500ની નોટોના બંડલ 3 ડ્રમમાં ભરેલા હતા, પોલીસે આખા ઘરને ઘેરી લીધું (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. ઈન્ટરનેશનલઃ રશિયાનો યુક્રેનના રેલવે સ્ટેશન પર હુમલો, 13નાં મોત:ડ્રોનથી ઇલેક્ટ્રિક ટ્રેનને નિશાન બનાવાઈ; આ વર્ષે રેલ નેટવર્ક પર 1600 હુમલા (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. સ્પોર્ટ્સઃ શુભમન ગિલના કપાળ પર આ શું ચોંટેલું છે?:TEMPLE ડિવાઇસના છે ખાસ ફીચર્સ; સ્માર્ટબેન્ડ-સ્માર્ટવૉચથી કેટલું અલગ?; કિંમત જાણી ચોંકી જશો (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. બિઝનેસઃ હોમ લોનની EMIમાં દર મહિને ₹5000 વધારો:20 લાખની લોન 20 વર્ષની જગ્યાએ 12 વર્ષમાં પૂરી થશે; જાણો સંપૂર્ણ ગણતરી (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. સ્પોર્ટ્સઃ કાજલે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રેકોર્ડ બનાવ્યો:મેડલ જીતનાર પ્રથમ ભારતીય હેવીવેઇટ રેસલર બની, નીલમે પણ સિલ્વર મેડલ અપાવ્યો (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ રશિયામાં શખ્સની આંખમાં ઊગ્યો છોડ રશિયામાં એક શખ્સની આંખમાં છોડ ઊગી ગયો. ખરેખર, ડાળખી વાગવાથી તેની આંખમાં એક બીજ રહી ગયું હતું. થોડા સમય પછી બીજ અંકુરિત થઈ ગયું. જોકે, હવે ડોક્ટરોએ ઓપરેશન કરીને બીજ બહાર કાઢી લીધું છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ચૂંટણીપંચનાં પત્તાં ખૂલવાનું શરૂ:સુપ્રીમ કોર્ટમાં બોલતી બંધ, મતદારોને બહાર કાઢવાનો પ્લાન કોણે ઘડ્યો? જ્ઞાનેશ કુમારનાં ગળે ફંદો, મોદી સરકાર સામે પણ સવાલ 2. કલેક્ટરથી ડિરેક્ટર સુધીના 86 અધિકારીનો સફાયો:સરકારે 'ઓપરેશન ગંગાજળ' કેમ કરવું પડ્યું; ‘હું ખાતો નથી, ખાવા દેતો નથી’ના મોદી મોડલથી ફફડાટ 3. ડાયાબિટીસની દવાના કારણે ભારતીય પુરુષોમાં સુન્નત વધ્યું:યુરિનથી શુગર બહાર નીકળવાના કારણે પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇન્ફેક્શન 4. આજનું એક્સપ્લેનર:હવે ઇઝરાયલમાં મુસ્લિમોનો દબદબો રહેશે; નેતન્યાહૂ બહુમતીથી 8 સીટ પાછળ, આરબ પાર્ટીઓ કેવી રીતે બની કિંગમેકર? 5. બ્લેકબોર્ડ: બ્રેસ્ટ કાઢી નાખવામાં આવ્યું તો હું સ્ત્રી નથી રહી:એર હોસ્ટેસ હતી, એટલી કદરૂપી થઈ ગઈ કે ચાર મહિના સુધી અરીસામાં ન જોયું 6. કોંગ્રેસમાં આપેલું વચન મોઢવાડિયાને હવે માથે પડ્યું?:નિર્લિપ્ત રાય ઓચિંતા સુરેન્દ્રનગર ગયા ને એક્શન લીધાં; રાજકોટના નેતાઓ દિલ્હી જઈ પાટીલને મળી આવ્યા 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: કન્યા રાશિના જાતકોનું કરિયર ઊડાન પકડશે, વૃષભ-ધન રાશિના લોકોના અટકેલા કામ પાર પડશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    બગવાડા દરવાજા પાસે અડચણરૂપ દબાણો દૂર કરીને સાધનો જપ્ત કર્યા:ચેતવણી આપ્યા બાદ પણ જગ્યા ન છોડતાં કાર્યવાહીમાં ઘર્ષણ
    Next Article
    NEET Super Specialty 2026 Registration Begins: Exam To Be Held On Dec 11, 12

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment