Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરક્ષા માટે એક તરફનો વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો:છબનપુર પાસે ચાલતા ટેન્કરમાં આગ લાગતાં અફરાતફરી સર્જાઇ

    1 day ago

    ગોધરા-લુણાવાડા હાઇવે પર સુરક્ષા અને સાવચેતીને લઈને એક મોટી ઘટના સામે આવી છે. હાઇવે પર આવેલા છબનપુર ગામ નજીક પસાર થઇ રહેલા ટેન્કરમાં અચાનક આગ ભીષણ આગ ફાટી નીકળતા આ વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ચાલતા ટેન્કરમાં આગ લાગવાની આ અચાનક ઘટનાથી આસપાસના વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની ગંભીરતા જોતાં તુરંત જ સ્થાનિકો અને સંબંધિત તંત્ર દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો. અકસ્માત અને આગના પગલે કોઈ મોટી જાનહાનિ ટળે તે માટે સાવચેતીના ભાગરૂપે હાઇવે પર એક તરફનો વાહનવ્યવહાર અસ્થાયી ધોરણે બંધ કરવામાં આવ્યો હતો, જેથી રાહદારીઓ અને અન્ય વાહનો સુરક્ષિત રહી શકે. પ્રાથમિક અનુમાન મુજબ ટેન્કરમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે આગની બનેલી ઘટના અંગેનું ચોક્કસ અને સાચું કારણ સત્તાવાર તપાસ બાદ જ જાણવા મળશે.
    Click here to Read More
    Previous Article
    વડાલીના ગામડી નજીકથી 3.83 લાખનો દારૂ પકડાયો:ગાડીમાં લવાતી 936 બોટલ સાથે એકની ધરપકડ
    Next Article
    સોફ્ટવેર અપડેટમાં ઓટીપી આવતાં ફોન હેક થયો:કાલોલના ફાર્માસિસ્ટનો મોબાઇલ અપડેટ‎થતા ખાતામાંથી ₹89,812 ઉપડી ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment