Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોફ્ટવેર અપડેટમાં ઓટીપી આવતાં ફોન હેક થયો:કાલોલના ફાર્માસિસ્ટનો મોબાઇલ અપડેટ‎થતા ખાતામાંથી ₹89,812 ઉપડી ગયા

    1 day ago

    કાલોલની પરંમ્બા સોસાયટી-1 ખાતે રહેતા અને પ્રધાનમંત્રી મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા નીલ અનીલકુમાર પારેખના મોબાઈલ ફોનમાં તા.28 ઓક્ટોબરની મધ્ય રાત્રીએ ફોનમાં સોફ્ટવેર અપડેટનું નોટિફિકેશન આવ્યું હતું. જેથી યુવકે સામાન્ય પ્રક્રિયા સમજીને ફોન અપડેટ પર મૂક્યો હતો. ફોન ઓટોમેટીક અપડેટ થવાની પ્રક્રિયામાં હતો. તે દરમિયાન જ અચાનક ફોન પર એક ઓટીપી આવ્યો હતો. આ ઓટીપી આવતાની સાથે જ તેમનો મોબાઇલ ફોન હેક થઈ ગયો હતો. અને તે જ સમયે તેમની કેનેરા બેંકની કાલોલ શાખાના ખાતામાંથી કુલ રૂ. 89,812 કપાઈ ગયા હોવાનો મેસેજ મોબાઈલ પર આવ્યો હતો. અચાનક ખાતામાંથી નાણાં કપાઈ જતાં યુવક ચોંકી ગયો હતો. અને નીલભાઈએ તાત્કાલીક સૂઝબૂઝ દાખવી તુરંત જ પોતાના પિતાના મોબાઈલથી નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફોન કરીને સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત કેનેરા બેંકના ટોલ-ફ્રી નંબર પર સંપર્ક કરી તાત્કાલિક ધોરણે પોતાનું બેંક એકાઉન્ટ ફ્રીજ કરાવ્યું હતું. આ સમગ્ર મામલે યુવકે કાલોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ ઓનલાઇન ફ્રોડની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે આઈટી એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરક્ષા માટે એક તરફનો વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો:છબનપુર પાસે ચાલતા ટેન્કરમાં આગ લાગતાં અફરાતફરી સર્જાઇ
    Next Article
    Asian Markets Today: Nikkei Tumbles 2% Ahead Of Bank Of Japan Rate Decision; Kospi Crashes 4%

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment