Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડાલીના ગામડી નજીકથી 3.83 લાખનો દારૂ પકડાયો:ગાડીમાં લવાતી 936 બોટલ સાથે એકની ધરપકડ

    1 day ago

    સાબરકાંઠા એલસીબીએ વડાલીના ગામડી નજીક નાકાબંધી કરી રાજસ્થાનથી ગાડીમાં લવાતો રૂ.3.83 લાખનો 936 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. સ્થળ પરથી કારચાલક સંજયજી ઠાકોર (રહે. હઠોજ)ની અટકાયત કરવામાં આવી છે. આ દારૂ રાજસ્થાનના અંબાસા ઠેકા પરથી ખરીદી બાઈક દ્વારા પાયલોટિંગ કરીને લવાયો હતો. જેમાંથી અડધો જથ્થો હઠોજ અને અડધો લાડોલના વિપુલ ઠાકોરને આપવાનો હતો. પોલીસે દારૂ, ગાડી અને મોબાઇલ મળી કુલ ₹6,88,481નો મુદ્દામાલ જપ્ત કરી પાયલોટિંગ કરનાર અને માલ મંગાવનાર સહિત કુલ 5 શખ્સો સામે વડાલી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    ઈડર તાલુકાની હસનપુરા પ્રા. શાળાની શિક્ષિકાનો સસ્પેન્શન ઓર્ડર રદ કરાયો:મધ્યાહન ભોજનમાં ગરોળી મળવાના કેસમાં ગાંધીનગરથી મંજૂરી ન મળતાં શિક્ષિકા મૂળ શાળામાં પુનઃસ્થાપિત
    Next Article
    સુરક્ષા માટે એક તરફનો વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો:છબનપુર પાસે ચાલતા ટેન્કરમાં આગ લાગતાં અફરાતફરી સર્જાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment