Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈડર તાલુકાની હસનપુરા પ્રા. શાળાની શિક્ષિકાનો સસ્પેન્શન ઓર્ડર રદ કરાયો:મધ્યાહન ભોજનમાં ગરોળી મળવાના કેસમાં ગાંધીનગરથી મંજૂરી ન મળતાં શિક્ષિકા મૂળ શાળામાં પુનઃસ્થાપિત

    1 day ago

    ઈડરના હસનપુરા પ્રાથમિક શાળામાં પીએમ પોષણ અલ્પાહારમાંથી મૃત ગરોળી મળવાના કેસમાં જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા બનાવ સમયે બેદરકારી બદલ ફરજમોકૂફ (સસ્પેન્ડ) કરાયેલા ઉપશિક્ષિકા અનિલાબેન એ. સુથારને ફરજ મોકૂફ કરાયાના હુકમને ગાંધીનગર નિયામક કચેરી દ્વારા મંજૂરી ન મળતાં સસ્પેન્શનનો હુકમ રદ કરી મૂળ શાળામાં પુનઃસ્થાપિત કરવાનો આદેશ જારી કરાયો છે. જોકે, તેમની સામે ચાલતી શિસ્તવિષયક કાર્યવાહી યથાવત્ રહેશે. ગત 10 ઓગસ્ટના રોજ હસનપુરા પ્રાથમિક શાળામાં 141 બાળકો પીએમ પોષણ યોજના અંતર્ગત અલ્પાહાર લઈ રહ્યા હતા. તે દરમિયાન મેનુ પ્રમાણે પીરસવામાં આવેલા મગચાટમાંથી મૃત હાલતમાં ગરોળી મળતાં 36 જેટલા ભૂલકાંઓને ઈડર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે મુખ્ય શિક્ષક દ્વારા તે દિવસે મધ્યાહન ભોજન ચકાસણીની જવાબદારી ઉપશિક્ષિકા અનિલાબેન સુથારને સોંપાઈ હતી. સ્થળ પરના ફર્સ્ટ સુપરવિઝન ઓથોરિટી તરીકે ગંભીર બેદરકારી બદલ જિલ્લા શિક્ષણ સમિતિએ 12 ઓગસ્ટના રોજ ગુજરાત પંચાયત સેવા શિસ્ત અને અપીલ નિયમો હેઠળ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ શૈક્ષિક સંઘ દ્વારા આવેદનપત્રો આપી વિરોધ કરાયો હતો અને શિક્ષણ વિભાગને સ્થિતિથી અવગત કરાવી શિક્ષિકાની તરફેણમાં રજૂઆત કરાઈ હતી. જેને અંશતઃ ગ્રાહ્ય રાખી રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી ગાંધીનગર દ્વારા આ સસ્પેન્શનને મંજૂરી આપી ન હતી. જેથી વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા 28 ઓક્ટોબરના પત્રથી અગાઉનો ફરજ મોકૂફીનો આદેશ રદ કરી તેમને હસનપુરા પ્રાથમિક શાળા ખાતે મૂળ જગ્યાએ ફરજ પર હાજર થવા જણાવાયું છે. જોકે, સરકારી હુકમ અનુસાર તેમની સામેની તપાસ હજુ ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    મીઠાઈ-ફરસાણના ભાવ 20-25% વધ્યા:કાચો માલ, શુદ્ધ ઘી,પેકિંગ મટિરિયલ મોંઘું થતાં આ વર્ષે ભાવ વધ્યા
    Next Article
    વડાલીના ગામડી નજીકથી 3.83 લાખનો દારૂ પકડાયો:ગાડીમાં લવાતી 936 બોટલ સાથે એકની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment