Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શરૂઆતમાં છૂટાછવાયા ઝાપટાં અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે:20 થી 25 જૂન વચ્ચે ઉ.ગુ.માં ચોમાસું સક્રિય થવાની સંભાવના

    1 week ago

    ઉત્તર ગુજરાતના વરસાદી ચક્ર પર પેસિફિક મહાસાગરમાં સર્જાતી અલ નીનો સ્થિતિની સીધી અસર જોવા મળે છે. છેલ્લા 35 વર્ષના વરસાદી આંકડાઓ દર્શાવે છે કે અલ નીનો સક્રિય બને ત્યારે વરસાદમાં નોંધપાત્ર ઘટાડાની સંભાવના વધી જાય છે. વર્ષ 2002નો ઐતિહાસિક દુષ્કાળ અને 2023નો કોરો ઓગસ્ટ મહિનો તેની અસરના ઉદાહરણો છે. દરમિયાન હવામાન વિભાગના લાંબા ગાળાના અનુમાન મુજબ ઉત્તર ગુજરાતમાં જૂનના બીજા સપ્તાહના અંતથી વરસાદી માહોલ જામવાની શક્યતા છે. શરૂઆતમાં છૂટાછવાયા ઝાપટાં અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જ્યારે 18 જૂન બાદ વરસાદના વ્યાપ અને તીવ્રતામાં વધારો થવાના સંકેતો છે. 1991થી અત્યાર સુધીના 35 વર્ષમાં ચોમાસા દરમિયાન 11 વખત અલ નીનો સક્રિય રહ્યો છે. તેમાં 5 વર્ષ ભારે દુષ્કાળ અથવા ગંભીર વરસાદી અછતવાળા રહ્યા હતા, જ્યારે 3 વર્ષમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો હતો. જોકે, બાકીના 3 વર્ષમાં અલ નીનો હોવા છતાં સામાન્ય અથવા સરેરાશથી વધુ વરસાદ થયો હતો. હકીકતમાં દર વખતે અલ નીનો દુષ્કાળ લાવે એવું નથી. વર્ષ 1994 અને 1997ના શક્તિશાળી સુપર અલ નીનો દરમિયાન પણ ભારત ગંભીર દુષ્કાળમાંથી બચી ગયું હતું. હવામાન નિષ્ણાતોના મતે તેનું મુખ્ય કારણ હિંદ મહાસાગરમાં સર્જાયેલી પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડિપોલ (IOD) સ્થિતિ હતી, જેના કારણે અરબી સમુદ્રમાંથી આવતા ભેજયુક્ત પવનોને બળ મળ્યું અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો.અલ નીનો ઉત્તર ગુજરાતના ચોમાસા માટે મહત્વનું પરિબળ છે, પરંતુ ચોમાસાનું અંતિમ ચિત્ર માત્ર તેના પર આધારિત નથી. પોઝિટિવ IOD જેવા અન્ય મહાસાગરીય પરિબળો સક્રિય હોય તો અલ નીનોની નકારાત્મક અસર ઘણી હદ સુધી નબળી પડી શકે છે. વર્ષ 2002 ઉત્તર ગુજરાત માટે સૌથી કપરું વર્ષ વર્ષ 2002 ઉત્તર ગુજરાતના ઇતિહાસમાં સૌથી ભયંકર દુષ્કાળવર્ષ તરીકે નોંધાયું હતું. દેશભરમાં ચોમાસામાં સરેરાશ કરતાં 19 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો, પરંતુ ઉત્તર ગુજરાતમાં સ્થિતિ વધુ ગંભીર બની હતી. મહેસાણામાં સામાન્ય 737 મીમી સામે માત્ર 220 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે પાટણમાં 130 મીમી અને બનાસકાંઠામાં માત્ર 160 મીમી વરસાદ પડ્યો હતો. વરસાદની ભારે અછતને કારણે પાક નિષ્ફળ ગયા હતા, ખેતીને મોટો ફટકો પડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મહેસાણા શહેરમાં અકસ્માતની ઘટનાઓ બાદ:ગાંધીનગર-વિસનગર લિંક રોડ પર સ્પીડબ્રેકર બનાવાયા
    Next Article
    બે જૂથ વચ્ચે હથિયારો સાથે મારામારી:રામોસણામાં બાળકે ગાળો બોલતા ઠપકો આપવા મુદ્દે બે જૂથ બાખડ્યા, 14 ઘાયલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment