Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લીના આયોજન અધિકારીની કામગીરીની તકેદારી તપાસના આદેશ:ગ્રાન્ટના ઉપયોગ સહિતની બાબતોમાં પ્રાથમિક ક્ષતિઓ સામે આવતાં કલેક્ટરશ્રી મિલિન્દ બાપનાએ તપાસ સોંપી

    1 day ago

    અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રીમિલિન્દ બાપનાએ જિલ્લા આયોજન અધિકારી શશાંક પાંડેની કામગીરી અંગે તકેદારી તપાસના આદેશ આપ્યા છે. વિવિધ યોજનાઓ હેઠળની વિવેકાધીન ગ્રાન્ટના ઉપયોગ સહિતની બાબતોમાં પ્રાથમિક તપાસમાં ક્ષતિઓ સામે આવી હતી. વિકાસ યોજનાઓનો યોગ્ય અમલ થાય અને સરકારી નાણાંનો હેતુસર ઉપયોગ થાય તે માટે જિલ્લા આયોજન અધિકારીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન કેટલીક બાબતો ધ્યાન પર આવી હતી. વિવેકાધીન ગ્રાન્ટની રકમનો ઉપયોગ ન થયો હોવાની બાબત સહિતની કામગીરીની તપાસ જરૂરી જણાઈ હતી. તપાસમાં યોજનાઓની નાણાકીય જોગવાઈ, ઉપલબ્ધ ગ્રાન્ટ, તેના ઉપયોગની સ્થિતિ, યોજના પ્રમાણેના ખર્ચ, વહીવટી પ્રક્રિયા અને સંબંધિત દસ્તાવેજો તથા રેકોર્ડની ચકાસણી થશે. ગ્રાન્ટનો ઉપયોગ ન થવાનાં કારણો અને કામગીરીમાં વહીવટી ક્ષતિ રહી છે કે કેમ તેની પણ તપાસ થશે. તપાસમાં સામે આવતી હકીકતો અને અહેવાલના આધારે નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્રે સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થાય અને વિકાસ યોજનાઓનો લાભ નાગરિકો સુધી પહોંચે તે માટે કામગીરીની સમીક્ષા અને દેખરેખ રાખવાનું જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરની રેસ્ટોરન્ટનું નોનવેજ ખાધા બાદ 7ની તબિયત લથડી:પાંચ હાટડીની એસ.કે. રેસ્ટોરન્ટ સીલ; ખાદ્ય સામગ્રીના 5 નમૂના તપાસ માટે મોકલાયા
    Next Article
    વચેટિયો બે લાખની લાંચ લેતા ઝડપાયો:આણંદ SOGના PSI વી.એન. રાઠોડ સામે આરોપ; કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment