Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વચેટિયો બે લાખની લાંચ લેતા ઝડપાયો:આણંદ SOGના PSI વી.એન. રાઠોડ સામે આરોપ; કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યા

    1 day ago

    આણંદ SOGના PSI વી.એન. રાઠોડ વતી બે લાખ રૂપિયાની લાંચ લેતા વચેટિયા દિલીપ પટેલને અમદાવાદ ACBએ છટકું ગોઠવીને ઝડપી પાડ્યો. ફ્રીઝ થયેલું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા અને ગુનામાં ધરપકડ નહીં કરવાના બદલામાં લાંચ માગવામાં આવી હતી. છટકા દરમિયાન PSI સ્થળ પર હાજર નહોતા. ACBએ દિલીપ પટેલની કારમાંથી લાંચના બે લાખ રૂપિયા ઉપરાંત 49 લાખ રૂપિયાની રોકડ પણ મેળવી. આ રકમ ક્યાંથી આવી, કોની છે અને કયા હેતુથી રાખવામાં આવી હતી તેની તપાસ શરૂ કરાઈ છે. આ મામલે ACB સમક્ષ રજૂઆત થયા બાદ અમદાવાદ ACBની ફીલ્ડ-1 ટીમે છટકું ગોઠવ્યું હતું. ટ્રેપની કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. પટેલે કરી હતી. ટીમે આણંદની SOG ઓફિસના દરવાજા પાસે વોચ ગોઠવી હતી. દિલીપ પટેલે ઓફિસના પ્રવેશદ્વાર નજીક પોતાની કારમાં બેસીને PSI વી.એન. રાઠોડ વતી બે લાખ રૂપિયા સ્વીકાર્યા હતા. ત્યાર બાદ ACBની ટીમે તેને ઝડપી લીધો. PSI વી.એન. રાઠોડ સ્થળ પર મળ્યા નહોતા. ACBએ દિલીપ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી અને બે લાખ રૂપિયાની લાંચની રકમ જપ્ત કરી. ACBએ PSI વી.એન. રાઠોડ અને દિલીપ પટેલ સામે કાર્યવાહી હાથ ધરી છે. 49 લાખ રૂપિયાની રોકડ અંગે વધુ તપાસ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લીના આયોજન અધિકારીની કામગીરીની તકેદારી તપાસના આદેશ:ગ્રાન્ટના ઉપયોગ સહિતની બાબતોમાં પ્રાથમિક ક્ષતિઓ સામે આવતાં કલેક્ટરશ્રી મિલિન્દ બાપનાએ તપાસ સોંપી
    Next Article
    ચૂંટણી જીત્યા બાદ યાકુબ તાજવાણીનું સન્માન:વેરાવળ તુર્ક સમાજના હોલમાં હિન્દુ-મુસ્લિમ આગેવાનો અને રાજકીય નેતાઓએ પાઘડી પહેરાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment