Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂના લે-આઉટ પ્લાનમાં કપાતમાંથી‎મુક્તિ આપવા સહિતની માંગણીઓ:મનપા વિસ્તારમાં બાંધકામના કામો અટવાયાં : એન્જિનિયર્સ એસો.ની કમિશનરને રજૂઆત

    14 hours ago

    અમે ધ સુરેન્દ્રનગર સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ એસોસિએશન સુરેન્દ્રનગર શહેરના સુગ્રથિત વિકાસ અને નાગરિકોના હિતો સાથે સીધી રીતે સંકળાયેલી સંસ્થા છીએ. હાલમાં મનપા વિસ્તારમાં વિકાસકામોમાં અને બાંધકામ ક્ષેત્રે અનેક વિસંગતતાઓ તેમજ અડચણો ઉદ્ભવી છે. અમે સંસ્થાના હોદ્દેદારોએ મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ મળી લેખિત આવેદન પાઠવી રજૂઆત કરી છે. સરકાર દ્વારા 23 જૂન 2025ના રોજ હુકમ કરીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને D2A કેટેગરીમાં સમાવવામાં આવી છે. જોકે, આ કેટેગરી લાગુ થયા પહેલાં જ જે જમીનો બિનખેતી થયેલી છે તેમજ જેના લે-આઉટ પ્લાન મંજૂર થઈ ગયા છે, તેવા પ્લોટોમાં પણ કપાતની માંગણી કરાઈ રહી છે, જૂના મંજૂર થયેલા પ્લોટોને આ કપાતમાંથી મુક્તિ આપવી જોઈએ અને જો કપાતનો નિયમ રાખવો જ હોય તો તે માત્ર 1,000 ચોરસ મીટરથી મોટા પ્લોટો પર જ લાગુ કરવો જોઈએ તેવી અમારી સ્પષ્ટ માંગણી છે. CGDCRના નિયમો મુજબ રહેણાંક એનએ થયેલી જમીનમાં રોડ આધારિત કોમર્શિયલ બાંધકામની મંજૂરી મળવાપાત્ર હોય છે. તેમ છતાં તંત્ર દ્વારા અગાઉથી મંજૂર પ્લોટ કે ટીપી સ્કીમમાં આવતા પ્લોટો માટે પણ અણછાજતો હેતુફેરનો આગ્રહ રાખવામાં આવે છે, જેના કારણે નાગરિકો પર કપાત અને વધારાની ફીનું બિનજરૂરી ભારણ આવે છે. આવા પ્રકરણોમાં અગાઉના નિયમો મુજબ જ નિયત ફી લઈને તાત્કાલિક મંજૂરી આપવી જોઈએ. SWADAની બોર્ડ બેઠકમાં વિકાસ દરમાં જે અસહ્ય વધારો કરવાની દરખાસ્ત કરાઈ છે તેને અત્યારથી જ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવાઈ છે, તે નિર્ણય મોટો આર્થિક બોજ નાખનારો છે. પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા, ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા અને સાંસદ ચંદુભાઈ શિહોરાને પણ યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત પણ કરી છે. સુરેન્દ્રનગર સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ એસોસિએશન એન્જિનિયર પ્રમુખ ભીનાલ સોલંકી, સેક્રેટરી હરપાલસિંહ ડોડિયા, ટ્રેઝરર સુનીલ પટેલે જણાવ્યું કે, મનપા વિસ્તારમાં બાંધકામ ક્ષેત્રે ઉદ્ભવેલી અડચણો, નિયમોથી સામાન્ય નાગરિકો, વિકાસકર્તાઓ મુશ્કેલીમાં મૂકાયા છે.
    Click here to Read More
    Previous Article
    પુલ ઉપર 5થી 6 ફૂટનો ઊંચો માટીનો ટેકરો કરાતા જોખમ:સુરેન્દ્રનગરથી મોટા ખમિસાણા રોડ પર 10 મીટરના પુલનું કામ શરૂ કરો
    Next Article
    રજૂઆત કરવા ગયેલા વેપારીઓ સાથે ગેરવર્તન કરાયાનો આક્ષેપ:સુરેન્દ્રનગરની હોસ્પિટલે દૂષિત પાણી છોડતાં 50 દુકાનદારો પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment