Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુલ ઉપર 5થી 6 ફૂટનો ઊંચો માટીનો ટેકરો કરાતા જોખમ:સુરેન્દ્રનગરથી મોટા ખમિસાણા રોડ પર 10 મીટરના પુલનું કામ શરૂ કરો

    14 hours ago

    સુરેન્દ્રનગરથી મોટા ખમિસાણા તરફ જતાં રસ્તા વચ્ચે નર્મદા વિભાગની માઇનોર કેનાલ આવેલી છે. આ કેનાલ પર અંદાજે 10 મીટરનો પુલ બનાવવામાં આવેલો છે. જે છેલ્લા અઢી વર્ષથી જર્જરિત હાલતમાં છે. આ પુલ ઉપર 5થી 6 ફૂટનો ઊંચો માટીનો ટેકરો કરવામાં આવેલો છે. નાના વાહનચાલકો જોખમ લઇને આ પુલ બ્રિજ ઉપરથી વાહન ચલાવે છે. અગાઉ નર્મદા વિભાગ તથા માર્ગ મકાન વિભાગ તંત્રને સુરેન્દ્રનગર જિલ્લા પ્રાણી કલ્યાણ બોર્ડના સભ્ય વાઘજીભાઈ આર. ભરવાડ દ્વારા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. અને ચોમાસા પછી આ કામ ચાલુ કરવાનું હતું. તેમ છતાં હજુ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી. આ કેનાલ બ્રિજનો જોડતો પુલથી મોટા ખમિસાણા, નાના ખમિસાણા, દાણાવાડા વગેરે 3થી 4 ગામોના લોકોને જોડતો આ પુલ છે. વાહનચાલકોને ઘણી મુશ્કેલી પડે છે. આથી જે તે વિભાગના અધિકારીઓ વહેલી તકે પુલનું કામ ચાલુ કરાવવા લેખિત માંગ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    GST ન લાગવાના કારણે પોલીસ કર્મચારીઓના પરિવારોને ફાયદો થશે:મોડાસામાં પોલીસ કેન્ટીન શરૂ , કર્મીઓને હવે વ્યાજબી ભાવે જરૂરી વસ્તુઓ મળશે
    Next Article
    જૂના લે-આઉટ પ્લાનમાં કપાતમાંથી‎મુક્તિ આપવા સહિતની માંગણીઓ:મનપા વિસ્તારમાં બાંધકામના કામો અટવાયાં : એન્જિનિયર્સ એસો.ની કમિશનરને રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment