Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રનવે પર ધુમાડા ફેલાતાં વિઝિબિલિટી ઘટી:હિરાસર એરપોર્ટ પર પક્ષી ઉડાડવા ફટાકડા ફોડતાં રનવે પર આગ, ફ્લાઈટ ડાઇવર્ટ કરાઈ

    17 hours ago

    રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પક્ષી ભગાડવા માટે ફોડેલા ફટાકડાથી અચાનક આગ ભભૂકી ઊઠતાં મોટી દુર્ઘટના ટળી હતી. રનવે નજીક ધુમાડો છવાઈ જતાં દિલ્હીથી રાજકોટ આવતી એર ઇન્ડિયાની સવારની ફ્લાઇટને લેન્ડિંગ ક્લિયરન્સ મળ્યું નહોતું. જેથી 100થી વધુ મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. પાઇલટે આકાશમાં 4 ચક્કર લગાવ્યા બાદ ફ્લાઇટને તાત્કાલિક વડોદરા ડાઇવર્ટ કરાઈ હતી. વડોદરામાં સુરક્ષિત લેન્ડિંગ થયા બાદ બપોરે 12.20 વાગ્યે ફ્લાઇટ રાજકોટ પહોંચી હતી અને 1.11 વાગ્યે દિલ્હી રવાના થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, હિરાસર એરપોર્ટ પર વિમાનના આગમન પહેલાં પક્ષીઓને નિયંત્રિત કરવા ફટાકડા ફોડાયા હતા. આ દરમિયાન ફટાકડાના તણખા રનવે નજીકના સૂકા ઘાસ પર પડ્યા હતા. જેના કારણે ત્યાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગને લીધે રનવે પર ધુમાડાના ગોટેગોટા છવાઈ જતાં વિઝિબિલિટી ઘટી ગઈ હતી. દિલ્હીથી આવેલી ફ્લાઇટ નિર્ધારિત સમય 10.25 વાગ્યે એરપોર્ટ નજીક પહોંચી ગઈ હતી, પરંતુ લેન્ડિંગની મંજૂરી ન મળતાં એર ટ્રાફિક કંટ્રોલની સૂચનાથી પાઇલટે આકાશમાં 4 ચક્કર લગાવ્યા હતા. ફાયર ટીમે તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમ છતાં વિઝિબિલિટી ન સુધરતાં ફ્લાઇટને વડોદરા મોકલવાનો નિર્ણય લેવાયો હતો. 100થી વધુ મુસાફરો હેમખેમ ઉતરતાં તમામે રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાએ એરપોર્ટ પ્રશાસનની સુરક્ષા પદ્ધતિ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ઝેરી ધુમાડાની ઘટનામાં શું થયું ? અધિકારી મૌન થોડા દિવસ પહેલા એક કેમીકલ ફેક્ટરીના કારણે ઝેરી ધુમાડો એરપોર્ટ આસપાસ છવાઈ જતાં કેટલીક ફ્લાઈટ પ્રભાવીત થઇ હતી. આ ઘટના અંગે દિવ્ય ભાસ્કરે અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતાં. એટીસીના ત્રણ કર્મચારીને આંખ અને નાક કાનમાં બળતરા પણ થઇ હતી. બે ફ્લાઈટને આકાશમાં ચક્કર લગાવવા પડ્યા હતાં ત્યારે આ ઝેરી ધુમાડો કઇ ફેક્ટરીમાંથી છોડાયો હતો તે અંગે આજ દિન સુધી જીપીસીબી કે એરપોર્ટ ઓથોરિટીએ સ્પષ્ટતા કરી હતી.
    Click here to Read More
    Previous Article
    હડમતાળા ડેમમાંથી સોફ્ટ મોરમ ચોરતા બે વાહનો જપ્ત:પડધરીના સરકારી ખરાબામાંથી ખનિજ ચોરીને કેન્સર હોસ્પિટલની સાઈટ પર નાખવાનું કારસ્તાન પકડાયું
    Next Article
    એજ્યુકેશન રિપોર્ટર:યુનિવર્સિટી-કોલેજોના 51 હજાર વિદ્યાર્થીઓની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment