Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હડમતાળા ડેમમાંથી સોફ્ટ મોરમ ચોરતા બે વાહનો જપ્ત:પડધરીના સરકારી ખરાબામાંથી ખનિજ ચોરીને કેન્સર હોસ્પિટલની સાઈટ પર નાખવાનું કારસ્તાન પકડાયું

    16 hours ago

    પડધરી તાલુકાના અમરેલી ગામે આવેલી ડોંડી નદીમાંથી સોફ્ટ મોરમની ખનિજ ચોરી કરીને અમરેલી ખાતે નિર્માણ પામનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરની બાંધકામ સાઈટ પર ભરતી નાખવામાં આવતી હોવાની ચોક્કસ બાતમી આધારે રાજકોટ ખાણ ખનિજ વિભાગની ટીમના માઇન સુપરવાઇઝર હિતેશ ગઢવી, સતિશ સેડવા તેમજ સિક્યોરિટી ગાર્ડ રવિરાજસિંહ ગોહિલ અને દિલીપસિંહ જાડેજાની ટીમે ડોંડી નદીના પટમાં સરકારી ખરાબામાં દરોડો પાડ્યો હતો. સ્થળ પર સરકારી ખરાબામાંથી ગેરકાયદે ખનિજ ચોરી કરતાં બે ડમ્પરના ડ્રાઇવર અને એક જેસીબી મશીનના ચાલકને પકડી પાડી રૂ.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પકડાયેલા ડ્રાઇવરોની કડક પૂછપરછમાં તેઓએ મશીન માલિક હર્ષદભાઈ માટિયાના કહેવાથી ખનિજ ચોરી કરતાં હોવાની કબૂલાત આપી હતી. તપાસ દરમિયાન સરકારી ખરાબામાંથી અંદાજે 300 મેટ્રિક ટન સોફ્ટ મોરમની ચોરી થઈ હોવાનું સામે આવતા રૂ.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.ગત 21મી તારીખે ખાણ ખનિજ વિભાગની ટીમે આ ખનિજ ચોરીનો પર્દાફાશ કર્યો હતો. ઉપલેટામાં લાઇમસ્ટોન ભરેલા ત્રણ ડમ્પર પકડાયા ઉપલેટાના પરડવા ગામે લીઝમાંથી લાઈમસ્ટોન ખનિજ ભરીને રોયલ્ટી પાસ વગર ઉપલેટા અને જેતપુરમાં માલ નાખવા જતા ત્રણ ડમ્પર ચાલકને મેરવદર ખાતેથી રાજકોટ ખાણ ખનિજ વિભાગની ટીમે પકડી પાડ્યા હતા. ટીમે રૂ.50 લાખનો મુદ્દામાલ સીઝ કરીને ઢાંક ગામે આવેલ સ્ટોન ક્રશરમાં મૂક્યો હતો. આ સફળ કામગીરી ગત 23મીને શુક્રવારના રોજ માઈન્સ સુપરવાઈઝર યોગેશભાઈ ગઢિયા, રોયલ્ટી ઈન્સ્પેક્ટર જૈમિન પટેલ અને સર્વેયર ધવલ સાનિયા દ્વારા કરવામાં આવી હતી. હડમતાળા ડેમમાંથી સોફ્ટ મોરમ ચોરતા બે વાહનો જપ્ત કોટડાસાંગાણીના હડમતાળા ડેમમાંથી સોફ્ટ મોરમનું ગેરકાયદેસર ખનન થતું હોવાની બાતમી મળતા રાજકોટ ખનિજ વિભાગની ટીમે હડમતાળા ડેમમાં દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી એક જેસીબી મશીન અને એક ડમ્પર જપ્ત કરી કુલ રૂ.40 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ખાણ ખનિજ ટીમે સ્થળ પર ચોક્કસ માપણી કરીને ખનિજચોરોને રૂ.3 લાખનો દંડ ફટકાર્યો છે.
    Click here to Read More
    Previous Article
    તંત્રની કામગીરી સામે સવાલ:કાળાવ્યારા-ઘાસીયામેઢા વચ્ચે ખનનથી બેડકુવાડૂરનાં ઘરોમાં ધૂળ, રજૂઆત છતાં કાર્યવાહી ન થયાનો આક્ષેપ
    Next Article
    રનવે પર ધુમાડા ફેલાતાં વિઝિબિલિટી ઘટી:હિરાસર એરપોર્ટ પર પક્ષી ઉડાડવા ફટાકડા ફોડતાં રનવે પર આગ, ફ્લાઈટ ડાઇવર્ટ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment