Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તંત્રની કામગીરી સામે સવાલ:કાળાવ્યારા-ઘાસીયામેઢા વચ્ચે ખનનથી બેડકુવાડૂરનાં ઘરોમાં ધૂળ, રજૂઆત છતાં કાર્યવાહી ન થયાનો આક્ષેપ

    15 hours ago

    તાપી નદીમાંથી કાળાવ્યારા અને ઘાસીયામેઢા ગામ વચ્ચે રોયલ્ટી વિના ગ્રેવલ (કપચી-કાંકરીયુક્ત માટી) ઉપાડવામાં આવતો હોવાનો આક્ષેપ કરી બેડકુવાડૂર ગામના ગ્રામજનોએ મુખ્યમંત્રી કાર્યાલય સહિત તાપી જિલ્લા વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, ગ્રેવલ ઉપાડવાની કામગીરીને કારણે બેડકુવાડૂર ગામના રસ્તાની આસપાસ આવેલા ઘરોમાં ધૂળ ઊડતાં લોકો પરેશાન થઈ રહ્યા છે. દિવાળીના તહેવાર દરમિયાન ઘરોની સાફસફાઈ કર્યા બાદ પણ તરત જ ધૂળ ફરી જમા થઈ જતી હોવાથી મુશ્કેલી વધી છે. ગ્રામજનોએ આ કામગીરી તાત્કાલિક બંધ કરાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. બેડકુવાદુર ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો છે કે કાળાવ્યારા અને ઘાસીયામેઢા વિસ્તારમાં ગ્રેવલ ઉપાડવાની કામગીરી માટે કોઈ લીઝધારક ન હોવા છતાં આ કામ કોની મંજૂરીથી ચાલી રહ્યું છે? ગ્રામજનોએ સમગ્ર મામલાની તપાસ કરવાની માગ કરી છે. ગ્રામજનોએ વધુમાં જણાવ્યું છે કે આ મામલે અગાઉ 20 મે, 2026ના રોજ નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. તેમ છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી થઈ ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વારંવારની રજૂઆત છતાં કામગીરી ચાલુ રહેતાં ગ્રામજનોએ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયને પાઠવેલી રજૂઆતની નકલ તાપી જિલ્લા કલેક્ટર, ભુસ્તરશાસ્ત્રી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને કાકરાપાર પોલીસ સ્ટેશનને પણ મોકલવામાં આવી છે. હવે સંબંધિત વિભાગો સ્થળ તપાસ કરીને ગ્રેવલ ઉપાડવાની કામગીરી કાયદેસર છે કે નહીં તેની તપાસ કરે અને નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો જવાબદારો સામે તાત્કાલિક પગલાં ભરે તેવી ગ્રામજનોની માગ છે.
    Click here to Read More
    Previous Article
    જિલ્લાકક્ષાનો કાર્યક્રમ, કુલ 53 સ્થળે આયોજન:તાપીના 2300 ખેડૂતોના ખાતામાં 30મીએ PM કિસાનનો 24મો હપ્તો ઓનલાઈન જમા થશે
    Next Article
    હડમતાળા ડેમમાંથી સોફ્ટ મોરમ ચોરતા બે વાહનો જપ્ત:પડધરીના સરકારી ખરાબામાંથી ખનિજ ચોરીને કેન્સર હોસ્પિટલની સાઈટ પર નાખવાનું કારસ્તાન પકડાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment