Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લાકક્ષાનો કાર્યક્રમ, કુલ 53 સ્થળે આયોજન:તાપીના 2300 ખેડૂતોના ખાતામાં 30મીએ PM કિસાનનો 24મો હપ્તો ઓનલાઈન જમા થશે

    14 hours ago

    તાપી જિલ્લામાં 30 ઓક્ટોબરે PM કિસાન ઉત્સવની ઉજવણી અંતર્ગત 2300 જેટલા ખેડૂત લાભાર્થીઓના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો ઓનલાઈન જમા કરવામાં આવશે. આ માટે જિલ્લામાં જિલ્લાકક્ષાના કાર્યક્રમ સહિત કુલ 53 સ્થળે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ સંબોધનનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે. આ આયોજનની તૈયારીઓની સમીક્ષા માટે 27 ઓક્ટોબરે વ્યારા કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ ચંચળબેન ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં વહીવટી તંત્રના અધિકારીઓ અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સાથે કાર્યક્રમની વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી.જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ વ્યારાની દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે યોજાશે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની દરેક સીટ પર 2 કાર્યક્રમો યોજવાનું આયોજન કરાયું છે. સમગ્ર જિલ્લામાં કાર્યક્રમો સુચારૂ રીતે પાર પડે તે માટે કલેક્ટર દેવ ચૌધરીએ સંબંધિત અધિકારીઓને સોંપાયેલી જવાબદારીઓ સમયસર નિભાવવા સૂચના આપી હતી. સાથે જ ચૂંટાયેલા પદાધિકારીઓને પણ ઉત્સાહભેર ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવવા અનુરોધ કર્યો હતો.બેઠકમાં જિલ્લા પોલીસ વડા જે.એન. દેસાઈ, નિવાસી અધિક કલેક્ટર આર.આર. બોરડ, વ્યારા પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મેયરે ટાઉન પ્લાનરને સ્થળ નિરીક્ષણ કરી રિપોર્ટ આપવા આદેશ કર્યો:અમરપુરાના ચામુંડાનગરમાં સરકારી જમીન ઉપર ઉકરડા સહિતનાં દબાણો
    Next Article
    તંત્રની કામગીરી સામે સવાલ:કાળાવ્યારા-ઘાસીયામેઢા વચ્ચે ખનનથી બેડકુવાડૂરનાં ઘરોમાં ધૂળ, રજૂઆત છતાં કાર્યવાહી ન થયાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment