Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેયરે ટાઉન પ્લાનરને સ્થળ નિરીક્ષણ કરી રિપોર્ટ આપવા આદેશ કર્યો:અમરપુરાના ચામુંડાનગરમાં સરકારી જમીન ઉપર ઉકરડા સહિતનાં દબાણો

    14 hours ago

    મહેસાણાના અમરપુરા વિસ્તારમાં જય ચામુંડાનગરમાં રહેણાક મકાન પાછળ આવેલી સરકારી જમીન પર દબાણો કરીને ઉકરડા બનાવી દેવામાં આવ્યા છે. જે ગંદકીના કારણે જાહેર આરોગ્ય જોખમાય તે પહેલાં જાહેર હિતમાં પગલાં લેવા મેયર સમક્ષ રાવ પહોંચી હતી. જેને પગલે મેયરે તાત્કાલિક ટીપી શાખાના કર્મચારીને સ્થળ નિરીક્ષણ કરી રિપોર્ટ આપવા આદેશ કર્યો હતો. જય ચામુંડાનગર સોસાયટીમાં મિત શાહના રહેણાક મકાનની પાછળ આવેલી સરકારી જગ્યા પર ઉકરડા કરતાં ભારે ગંદકી ફેલાઈ રહી છે. જે અંગે અગાઉ મનપામાં રજૂઆત કરતાં સફાઈ કરાઇ હતી. પરંતુ, ત્યાર બાદ ફરીથી કેટલાક લોકો દ્વારા ઉકરડા કરવામાં આવતાં ગંદકીનું પ્રમાણ વધી રહ્યું છે. જેને કારણે આસપાસના રહીશોમાં બીમારી ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. આથી, તેમણે તાત્કાલિક ધોરણે દબાણો દૂર કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માગ કરી હતી. રહેણાક મકાનની જગ્યામાં પણ ભૂલથી કોઈ દબાણ જણાય તો તે પણ દૂર કરવામાં આવે તેવી રજૂઆત મેયર સમક્ષ કરાઈ હતી. આ અંગે મેયર સોનલબેન ઓઝાએ ટીપી શાખાના કર્મચારીને સોસાયટીમાં સ્થળ નિરીક્ષણ કરીને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, સમગ્ર મામલે રિપોર્ટ રજૂ કરવા પણ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:CEIR પોર્ટલની મદદથી 300 કરોડના 75 હજાર ફોન મૂળ માલિકને પાછા મળ્યા, ફોન શોધવામાં ગુજરાત દેશમાં બીજા ક્રમે
    Next Article
    જિલ્લાકક્ષાનો કાર્યક્રમ, કુલ 53 સ્થળે આયોજન:તાપીના 2300 ખેડૂતોના ખાતામાં 30મીએ PM કિસાનનો 24મો હપ્તો ઓનલાઈન જમા થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment