Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:CEIR પોર્ટલની મદદથી 300 કરોડના 75 હજાર ફોન મૂળ માલિકને પાછા મળ્યા, ફોન શોધવામાં ગુજરાત દેશમાં બીજા ક્રમે

    13 hours ago

    ચોરી થયેલા અથવા તો ખોવાયેલા ફોન તાત્કાલિક બ્લોક કરવા તેમજ શોધી કાઢવા માટે કેન્દ્રીય ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ અને ગુજરાત પોલીસ દ્વારા સીઈઆઈઆર પોર્ટલ કાર્યરત કરાયું હતું. જેમાં 50 લાખ કરતાં વધારે ફોનનો ડેટા હતો. જેમાં ગુજરાતે 50.75% ના રિકવરી રેટ સાથે દેશમાં બીજું સ્થાન જાળવી રાખ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.38 લાખથી વધુ મોબાઈલ બ્લોક કરીને 1.47 લાખ ટ્રેસ કરવામાં આવ્યા છે. જેમાંથી મૂળ માલિકોને 74,823 ફોન પરત સોંપાયા છે. જેની અંદાજિત કિંમત રૂ. 350 કરોડ જેટલી થાય છે.આ સાથે અમદાવાદ પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ 848 લોકોને તેમના ફોન પાછા અપાવ્યા હતા. જેની કિંમત રૂ.26 કરોડ થાય છે. મૂળ આરોપી સુધી કેમ નથી પહોંચાતું? - ચોર કે અજાણ્યો શખસ ચોરીનો ફોન કોઈ ગ્રાહક કે દુકાનદારને સસ્તા ભાવે વેચી દે છે. - ખરીદનાર વ્યક્તિ પોતાનું SIM નાખે ત્યારે પોલીસ તેના સુધી પહોંચે છે. - ખરીદનારને પોતાનો ફોન ચોરીનો હોવાની પછી ખબર પડે છે, મૂળ ચોર ફોન વેચીને ભાગી છૂટવામાં સફળ રહે છે.
    Click here to Read More
    Previous Article
    GST રજિસ્ટ્રેશનની 62% અરજી નામંજૂર થતાં નવી માર્ગદર્શિકા જાહેર:GST નંબર મેળવવામાં ભૂલ કે અધૂરી માહિતીથી રજિસ્ટ્રેશન રદ નહીં થાય
    Next Article
    મેયરે ટાઉન પ્લાનરને સ્થળ નિરીક્ષણ કરી રિપોર્ટ આપવા આદેશ કર્યો:અમરપુરાના ચામુંડાનગરમાં સરકારી જમીન ઉપર ઉકરડા સહિતનાં દબાણો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment