Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GST રજિસ્ટ્રેશનની 62% અરજી નામંજૂર થતાં નવી માર્ગદર્શિકા જાહેર:GST નંબર મેળવવામાં ભૂલ કે અધૂરી માહિતીથી રજિસ્ટ્રેશન રદ નહીં થાય

    12 hours ago

    જીએસટી રજિસ્ટ્રેશન મેળવવા માટે વેપારીઓને પડતી મુશ્કેલીઓ ઓછી કરવા નાણા મંત્રાલય હેઠળના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. અધિકારીઓને અરજીની ચકાસણીમાં એકરૂપતા રાખવા અને બિનજરૂરી દસ્તાવેજો ન માગવા સૂચના અપાઈ છે. અગાઉના આરટીઆઈ આધારિત આંકડા મુજબ અમદાવાદ જીએસટી ઝોનમાં 1,99,299 અરજીમાંથી 1,23,848 અરજી નામંજૂર થઈ હતી. એટલે કે, આશરે 62.14 ટકા અરજીઓ નામંજૂર થઈ હતી. નવી માર્ગદર્શિકા મુજબ અરજીમાં ખામી જણાય તો અધિકારીઓએ નિર્ધારિત પ્રક્રિયા મુજબ ફોર્મ REG-03 મારફતે નોટિસ આપીને અરજદારને 7 દિવસમાં ખુલાસો કરવાની તક આપવાની રહેશે. અધિકારીઓએ અરજી સાથે સંબંધિત ન હોય તેવા દસ્તાવેજો માંગી નહીં શકે. વ્યવસાયના સ્થળના પુરાવા અને ઓળખની ચકાસણી લાગુ પડતા નિયમો મુજબ જ કરવાની રહેશે. નોંધણીમાં વિલંબ થાય તો સપ્લાય ચેઈન ખોરવાય જીએસટી રજિસ્ટ્રેશન સમયસર ન મળવાથી વેપારીઓ જીએસટી ઈનવોઇસ બનાવી શકતા નથી, ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં અને જીએસટી હેઠળ નોંધાયેલા ગ્રાહકો સાથે વેપાર શરૂ કરવામાં મુશ્કેલી પડી શકે છે. જેને કારણે બેંકિંગ, સપ્લાય ચેઇન સહિતના કામોમાં વિલંબ થાય છે.
    Click here to Read More
    Previous Article
    વિરોધ:ખેડામાં સંરક્ષણ દિવાલ તોડીને રસ્તો અને પગથિયા બનાવતા સ્થાનિકોમાં ભારે રોષ
    Next Article
    સિટી એન્કર:CEIR પોર્ટલની મદદથી 300 કરોડના 75 હજાર ફોન મૂળ માલિકને પાછા મળ્યા, ફોન શોધવામાં ગુજરાત દેશમાં બીજા ક્રમે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment