Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિરોધ:ખેડામાં સંરક્ષણ દિવાલ તોડીને રસ્તો અને પગથિયા બનાવતા સ્થાનિકોમાં ભારે રોષ

    11 hours ago

    ખેડા નગરમાં આવેલ વાયવાળા ફળિયામાં સંરક્ષણ દિવાલ તોડીને રસ્તો અને પગથિયા બનાવતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ ખેડા પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી સત્વરે કામગીરી બંધ કરાવવાની માંગ ઉચ્ચારી છે. ખેડામાં વાયવાળા ફળીયા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ સંરક્ષણ દિવાલ અસામાજિક તત્વો દ્વારા દશેક મહિના અગાઉ તોડી નાખવામાં આવી હતી. જે તે વખતે સંરક્ષણ દિવાલ તોડીને રેમ્પ અને પગથિયા બનાવવાની મંજૂરી તથા કામગીરી સામે સ્થાનિક રહેવાસીઓએ અગાઉ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જે તે વખતે સ્થાનિકોએ તેના પુરાવા ચીફ ઓફિસર, પોલીસ અને પ્રાંત અધિકારીને આપ્યાં હતાં. તેમછતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જે બાદ 24 ઓક્ટોબર 2026ના રોજ ફરીથી જે.સી.બી દ્વારા તોડફોડ કરી રસ્તો બનાવવાની તજવીજ હાથ ધરાતા, રોષે ભરાયેલા સ્થાનિકોએ ખેડા પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે અને આ કામગીરી સત્વરે બંધ નહીં કરાય તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં મંદિર પાસે રેમ્પ અને પગથિયા બનાવવા માટે 3 લાખનું અંદાજિત કામ મંજૂર થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે, આ મંજૂરી કારોબારી કે જનરલ મીટીંગમાં લેવાઈ હોય, તો તેની પ્રમાણિત નકલ પણ માંગી છે. ચોરીના બનાવો થવાની તેમજ નદીનું પાણી ઘર સુધી આવી જવાની સંભાવના વાત્રક નદીના કિનારે અંગ્રેજ સરકાર દ્વારા બનાવાયેલી સંરક્ષણ દિવાલ દશ મહિના પહેલા કોઈ ઇસમોએ સરકારની કોઈપણ જાતની મંજૂરી લીધા વગર તોડી નાંખી હતી અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. આ દિવાલ તોડી નાંખતા હવે રાત્રિના સમયે ચોરીના બનાવો થવાની તેમજ નદીનું પાણી ઘર સુધી આવી જવાની સંભાવના વધી છે. સ્થાનિકો દ્વારા છેલ્લા દસ મહિનાથી તમામ કચેરીમાં આવેદનપત્ર આપવા છતાં હજુ સુધી કોઈપણ કાર્યવાહી કરાઈ નથી.
    Click here to Read More
    Previous Article
    કૃત્ય:દાવોલમાં એનઆરઆઈ મહિલાએ વેચાણ આપેલી જમીનનો કબજો ન સોંપતા ફરિયાદ
    Next Article
    GST રજિસ્ટ્રેશનની 62% અરજી નામંજૂર થતાં નવી માર્ગદર્શિકા જાહેર:GST નંબર મેળવવામાં ભૂલ કે અધૂરી માહિતીથી રજિસ્ટ્રેશન રદ નહીં થાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment