Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૃત્ય:દાવોલમાં એનઆરઆઈ મહિલાએ વેચાણ આપેલી જમીનનો કબજો ન સોંપતા ફરિયાદ

    10 hours ago

    બોરસદના દાવોલમાં એનઆરઆઈએ ખરીદેલી જમીન પરની લોન ભરપાઈ ન કરતાં તેની બેંક દ્વારા હરાજી કરવામાં આવનાર હતી. જોકે, પોતાની ઈજ્જત ગામમાં ન જાય એ હેતુસર તેમને ફોન કરનારા તમાકુના વેપારીને જમીન તેમની પાસેથી ખરીદવા આજીજી કરી હતી. જે અંતર્ગત તમાકુના વેપારીએ રૂપિયા 1 કરોડમાં જમીન તેમની પાસેથી ખરીદી હતી. પરંતુ એનઆરઆઈએ પૈસા મેળવી લીધા હતા, પરંતુ તેની માતાએ જમીનનો કબજો વેપારીને સોંપ્યો નહોતો. આખરે, બોરસદ શહેર પોલીસે આ મામલે એનઆરઆઈની માતા વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર બનાવની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, તમાકુના વેપારી એવા 61 વર્ષીય સંજયભાઈ પટેલે આ ફરિયાદ દાવોલના સવિતા રમેશ પટેલ વિરૂદ્ધ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, દાવોલ ગામમાં આવેલી જમીન પર લોન ભરપાઈ ન કરી હોય તેની જાહેર હરાજી થવાની હોવાની જાહેરાત તેમણે વાંચી હતી. જે અંતર્ગત તેમણે જમીનના માલિક કલ્પેશ રમેશ પટેલના ફોન પર સંપર્ક કર્યો હતો. જોકે, કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, તેઓ હાલ અમેરિકા છે અને જમીન તેઓ બારોબાર તેમની પાસેથી ખરીદી લે તો તેમની ગામમાં ઈજ્જત ન જાય. જેથી સંજયભાઈ બેન્કમાં ગયા હતા અને સેટલમેન્ટ પેટે 1 કરોડની કિંમતવાળી મિલકતના પહેલાં રૂપિયા 20 લાખ ભર્યા હતા. બાકીના રૂપિયા 80 લાખની કલ્પેશભાઈને નોટિસ જતાં 80 લાખ પણ તેમણે ભરી દીધા હતા. દરમિયાન, કલ્પેશભાઈએ તેમના માતા સવિતા રમેશ પટેલના નામનો પાવર ઓફ એટર્ની પણ અમેરિકાથી મોકલી આપ્યો હતો. જે અંતર્ગત સાક્ષીની હાજરીમાં રજિસ્ટર વેચાણ દસ્તાવેજ કરી લીધો હતો. બીજી તરફ વેચાણ લીધેલી મિલકતનો કબજો લેવા સવિતા પટેલને જણાવતા તેઓ જમીનનો કબજો સોંપતા નહોતા. અને તેમની વેચાણ નોંધ સામે વાંધા અરજી આપી હતી. જોકે, એ વાંધા અરજી દફતરે થવા છતાં પણ મિલકતનો કબજો ન સોંપી થાય તે કરી લેજો તેમ કહી ખરાબ વર્તન કરતા હતા. આખરે, વેપારીએ સવિતા પટેલ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    બાકરોલની પાર્થ ટાઉનશીપમાં રસ્તા બાબતને લઈને બે શખસોએ તોડફોડ કરી:નવા બની રહેલા રસ્તાને તોડી નાંખ્યો તેમજ કારના કાચ પણ તોડી નાંખ્યા
    Next Article
    વિરોધ:ખેડામાં સંરક્ષણ દિવાલ તોડીને રસ્તો અને પગથિયા બનાવતા સ્થાનિકોમાં ભારે રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment