Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાકરોલની પાર્થ ટાઉનશીપમાં રસ્તા બાબતને લઈને બે શખસોએ તોડફોડ કરી:નવા બની રહેલા રસ્તાને તોડી નાંખ્યો તેમજ કારના કાચ પણ તોડી નાંખ્યા

    9 hours ago

    આણંદ શહેર પાસેના બાકરોલ સ્થિત પાર્થ ટાઉનશીપમાં રસ્તા બાબતને લઈને બે શખસોએ તોડફોડ કરી સોસાયટીના પ્રમુખ અને તેમની પત્નીની મળી કુલ બે કારના કાચ પણ તોડી નાંખી સમગ્ર સોસાયટીમાં આતંક મચાવ્યો હતો. પાર્થ ટાઉનશીપના પ્રમુખ ઉર્વેશકુમાર પટેલે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, ટાઉનશીપમાં ભાનુ હમીર ભરવાડ અને તરૂણ હમીર ભરવાડનો પ્લોટ અને મકાન આવેલા છે. ટાઉનશીપની પાછળ તેમની જમીન આવેલી છે. જમીનમાં તે બંને ભાઈઓ દ્વારા નંદનબાગ વીલા નામની સ્કીમ મુકી હોઈ તેઓ પાર્થ ટાઉનશીપનો જાહેર રસ્તા તરીકે ઉપયોગ કરતા હતા. ગત 21મી ઓક્ટોબરે તેઓ દ્વારા નવચંડી હવન રાખ્યો હોય અને રેસીડેન્શીયલ પ્લોટની સ્કીમ મુકી હોય એ સમયે અનેક વાહનો સોસાયટીના રસ્તામાંથી અવર-જવર કરતા હતા. એ સમયે અનેક વાહનના ચાલકો પુરપાટ ઝડપે અને સતત હોર્ન મારીને જતા હતા. જેથી સોસાયટીના રહીશોએ તેમજ ઉર્વેશકુમારે તેમને ટોક્યા હતા. આ બાબતે તેમને સોસાયટીના રસ્તાનો ઉપયોગ ન કરવાનું કહેતાં બંને જણા ઉશ્કેરાઈ ગયા હતા. અને તેઓ દ્વારા ઉર્વેશકુમારની તેમજ તેમના પત્નીની કારમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત નવા બની રહેલા રસ્તા પર કાર મુકી 25 લાખનું નુકસાન કર્યું હતું. તેમજ રસ્તા વચ્ચે તેમની કાર આડશ તરીકે મુકી દઈ સોસાયટીના રહીશોની અવરજવરમાં અવરોધ ઉભો કર્યો હતો. સમગ્ર મામલે વિદ્યાનગર પોલીસે બંને શખસ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. નવી બનતી ટાઉનશીપમાં રોડા નાંખવાના ષડયંત્રને લઈને શંકા ભાનુ અને તરૂણ ભરવાડની પાર્થ ટાઉનશીપની પાછળ સર્વે નંબર 613,614 અને 619વાળી જમીન આવેલી છે. જેમાં તેઓ દ્વારા નંદનબાગ વીલા નામની સ્કીમ મુકી હોઈ પાર્થ ટાઉનશીપમાંથી આવવા જવા માટેના રસ્તાના ઉપયોગ કરતા હતા. તેમનો રસ્તો જોળ નહેરથી જઈ પાછળના ભાગે નીકળતો હતો. જોકે, હાલમાં નવી સાઈટ બની રહી હોય ટાઉનશીપના રહીશો દ્વારા અત્યારથી જ રોડાં નાંખીને સાઈટ પડી ભાગે અને શરૂઆતથી જ વાંધાઓ લેતા કોઈ મિલકત ખરીદી કરવા જ ન આવે તેવા ષડયંત્ર તો નથી રચવામાં આવી રહ્યા ને એવી ચર્ચાઓએ હાલ જોર પકડ્યું છે. આ અંગે પોલીસ સઘન તપાસ કરે તેવી માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    કેમ્પસ પ્લેસમેન્ટ સીઝનનો પ્રારંભ:બીકે સ્કૂલમાં પ્રથમ તબક્કાના પ્લેસમેન્ટમાં MBAના 9 વિદ્યાર્થીને વાર્ષિક રૂ.7.2 લાખનું જોબ પેકેજ ઓફર
    Next Article
    કૃત્ય:દાવોલમાં એનઆરઆઈ મહિલાએ વેચાણ આપેલી જમીનનો કબજો ન સોંપતા ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment