Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેમ્પસ પ્લેસમેન્ટ સીઝનનો પ્રારંભ:બીકે સ્કૂલમાં પ્રથમ તબક્કાના પ્લેસમેન્ટમાં MBAના 9 વિદ્યાર્થીને વાર્ષિક રૂ.7.2 લાખનું જોબ પેકેજ ઓફર

    7 hours ago

    બી. કે. સ્કૂલ ઓફ પ્રોફેશનલ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ ખાતે MBA (ગ્રાન્ટેડ) બેચ 2025-27ના ફાઈનલ યરના વિદ્યાર્થીઓ માટે 17 સપ્ટેમ્બર 2026થી કેમ્પસ પ્લેસમેન્ટ સીઝનનો પ્રારંભ થયો છે. આ પ્રક્રિયા હેઠળ બેચના કુલ 104 વિદ્યાર્થીને એકાઉન્ટિંગ, બેન્કિંગ, FMCG, ફૂડ ઈન્ડસ્ટ્રીઝ, સેલ્સ, મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ ટ્રેઈની સહિતના ક્ષેત્રોની વિવિધ પોસ્ટ માટે આવરી લેવાયા છે. પ્રથમ તબક્કામાં 10 વિદ્યાર્થીઓને આકર્ષક પેકેજ સાથે જોબ ઓફર મળી છે. જેમાં US બેઝ્ડ ટેક્સેસન ફર્મ વિધમે 9 વિદ્યાર્થીને વાર્ષિક રૂ.7.20 લાખ (વધારાના ભાડા ભથ્થા સાથે) સીટીસી પેકેજ પર ‘એકાઉન્ટન્ટ (સ્ટાફ લેવલ)’ તરીકે તથા મેડકાર્ટ ફાર્મા દ્વારા 1 વિદ્યાર્થીને વાર્ષિક રૂ. 5.50 લાખના જોબ પેકેજ સાથે ‘મેનેજમેન્ટ ટ્રેઈની (CEO ઓફિસ)’ની જોબ ઓફર કરી છે. ઉપરાંત, અન્ય 4 કંપનીઓ દ્વારા આગામી દિવસોમાં આશરે 76 વિદ્યાર્થીઓને સારા પગાર ધોરણ સાથે જોબ ઓફર થશે. આગામી માર્ચ માસ સુધીમાં મોટાભાગના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટમાં આવરી લેવાશે. વાર્ષિક રૂ.10 લાખના પેકેજ પર એક્ઝિક્યુટિવ ટ્રેઈની માટે પસંદગી પ્રક્રિયા શરૂ એજન્ટિક AI’ ગેમચેન્જર બનશે ફેકલ્ટી પ્લેસમેન્ટ કો-ઓર્ડિનેટર અને એસોસિએટ પ્રો. ડો. જય દેસાઈએ જણાવ્યું હતું કે, આજના સમયમાં એજન્ટિક એઆઈ (Agentic AI) ટેકનોલોજી દરેક મેનેજમેન્ટ વિદ્યાર્થી માટે પ્લેસમેન્ટ મેળવવામાં ગેમચેન્જર સાબિત થશે.કંપનીઓ માત્ર MBAની ડિગ્રી નહીં, પરંતુ ખાસ કરીને એજન્ટિક AI સાથે કામ કરવાની ક્ષમતા તપાસશે. કેમ્પસ પ્લેસમેન્ટની પ્રક્રિયા ગુજરાત યુનિ.પ્લેસમેન્ટ ઓફિસર ડો કિંજલ દેસાઈના જણાવ્યાં પ્રમાણે સ્ક્રીનિંગ, પ્રી પ્લેસમેન્ટ ટોક, એપ્ટિટ્યુડ ટેસ્ટ, ગ્રૂપ ડિસ્કસન, મલ્ટીલેવલ ઈન્ટરવ્યુ,-કેસ સ્ટડી અને પ્રેઝન્ટેશન, ડોક્યુમેન્ટસ તપાસી જોબ ઓફર થાય છે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:કેન્દ્રીય કર્મચારીઓના DA વધારો; સુપ્રીમ કોર્ટે કહ્યું- ફોર્મ-6 ફરીથી કેમ ભરવું; MLC ચૂંટણીમાં કોંગ્રેસને લઈને PMનો કટાક્ષ
    Next Article
    બાકરોલની પાર્થ ટાઉનશીપમાં રસ્તા બાબતને લઈને બે શખસોએ તોડફોડ કરી:નવા બની રહેલા રસ્તાને તોડી નાંખ્યો તેમજ કારના કાચ પણ તોડી નાંખ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment