Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડીમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ:દેશના 51 કરોડ ગૌભક્તોના હસ્તાક્ષર સાથે પ્રાર્થના પત્ર અર્પણ કરાશે

    13 hours ago

    પાટડીમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત એક બેઠક યોજાઈ હતી. આ અભિયાન હેઠળ દેશના 51 કરોડ ગૌભક્તોના હસ્તાક્ષર સાથે પ્રાર્થના પત્ર અર્પણ કરવામાં આવશે. આ માટે પાટડી નગર અને તાલુકામાં સહી ઝુંબેશ શરૂ કરાશે. 17 ડિસેમ્બરના રોજ 7 લાખથી વધુ ગૌભક્તો ઉપસ્થિત રહીને આ પ્રાર્થના પત્ર અર્પણ કરશે. આ બેઠક પાટડીના શ્રી સત્યનારાયણ મંદિરમાં હિન્દુ સમાજ દ્વારા યોજાઈ હતી. તેમાં ધ્રાંગધ્રા ગુરુકુળના વિવેક સ્વામી અને ચરણ સ્વામીએ સંબોધન કર્યું હતું. સ્વામીઓએ જણાવ્યું કે, સમગ્ર દેશના સાધુ, સંતો અને મહંતો દ્વારા ગૌ સન્માન આહ્વાન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ દેશમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી ગૌવંશને સુરક્ષિત કરવાનો છે. તેમજ ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરીને રાષ્ટ્ર આરાધ્યનો બંધારણીય દરજ્જો આપવાની માંગણી પણ કરવામાં આવી છે. આ ઉપરાંત, ગૌ સેવા માટે કેન્દ્રીય કાયદો લાગુ થાય અને ગૌ સેવા મંત્રાલય બનાવવામાં આવે તેવી પણ માંગ છે. ગૌચરની જમીનો પરના દબાણો હટાવીને તાત્કાલિક ખુલ્લી કરવામાં આવે અને ગૌચર બોર્ડ બનાવવામાં આવે તેવી રજૂઆત પણ કરાઈ છે. દેશની ગૌશાળા અને પાંજરાપોળ માટે સરકાર દ્વારા ચાર સુરક્ષા નીતિ નક્કી કરવામાં આવે. ગૌ આધારિત કૃષિ નિશ્ચિત કરવામાં આવે, વેદ લક્ષણા ગૌવંશથી મળતા પંચગવ્ય ઉત્પાદનોનું નિર્માણ અને વેચાણ વધે, તથા શિક્ષણમાં ગૌમાહાત્મ્યને જોડવામાં આવે તેવી અનેક માંગણીઓ સાથે આ અભિયાન ચાલી રહ્યું છે. આ બેઠકમાં નગરની ધાર્મિક જગ્યાના સંતો, મહંતો સહિત મોટી સંખ્યામાં નગરજનો, રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પ્રભાસ પાટણમાં કાઉન્સિલરે સ્વખર્ચે ફોગિંગ મશીનની સેવા આપી:નગરપાલિકા દ્વારા કાર્યવાહી ન થતાં વોર્ડ નં. 3ના લક્ષ્મણ સોલંકીએ સ્કૂલથી ફોગિંગ શરૂ કર્યું
    Next Article
    "Strategically And Financially Worse Off": Cricket NSW Criticises BBL Sale Model

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment