Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુરુવારનું રાશિફળ:મિથુન રાશિના લોકો પર ગ્રહોની મહેરબાની, કર્ક રાશિના જાતકોએ પ્રોપર્ટીના નિર્ણયો આજે ન લેવા

    1 day ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 29 ઓક્ટોબર 2026, ગુરુવારના રોજ આસો વદ ચોથ તિથિ છે. આ દિવસની ચંદ્ર રાશિ વૃષભ છે. રાહુકાળ બપોરે 01:47થી 03:11 સુધી રહેશે.. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે. એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ: ઘરમાં નવીનીકરણ અથવા સજાવટને લગતી વસ્તુઓની ખરીદી થશે. મહિલાઓ પોતાના ઘરેલું કાર્યોને સહજતા અને સરળતાથી પૂરા કરી લેશે, અને પોતાના અંગત કાર્યો પર પણ તેમનું ધ્યાન કેન્દ્રિત રહેશે. કોઈ મહત્વપૂર્ણ યાત્રા પણ શક્ય છે. નેગેટિવ: તમારા બિનજરૂરી ખર્ચાઓ પર અંકુશ લગાવો. સારું રહેશે કે નકામા સંપર્કોથી પણ દૂર જ રહો, કારણ કે આમાં સમય અને પૈસાનો બગાડ થવા સિવાય બીજું કંઈ હાંસલ નહીં થાય. વિપરીત પરિસ્થિતિઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલશો તો સારા પરિણામો મળશે. વ્યવસાય: વ્યવસાયમાં કાર્યભાર વધશે, પરંતુ તમારા પ્રોડક્ટ્સની ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારનું સમજૂતી ન કરો. કોઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે તથા તમને તમારા પ્રયાસોના યોગ્ય પરિણામો પણ મળશે. સરકારી કર્મચારીઓએ કોઈ સ્પેશિયલ પ્રોજેક્ટ માટે વધારાની મહેનત કરવી પડશે. લવ: ઘર-પરિવારમાં સુખદ અને શાંતિપૂર્ણ સ્થિતિ રહેશે. અચાનક જ કોઈ પ્રિયજન સાથે મુલાકાત ખુશી આપશે. પ્રેમ સંબંધોમાં થોડી કડવાશ આવી શકે છે. સ્વાસ્થ્ય: હવામાનને લગતી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. શરદી-ઉધરસ જેવી પરેશાનીઓ તંગ કરશે. આયુર્વેદિક સારવાર યોગ્ય રહેશે. લકી કલર: વાદળી લકી નંબર: 9 પોઝિટિવ: અનુભવી લોકોનું સાનિધ્ય મળશે. તમામ વિચારેલા કામ શાંતિપૂર્ણ રીતે ઉકેલાઈ જશે. બાળકોના ભવિષ્યને લઈને પણ કેટલીક યોજનાઓ ફળીભૂત થશે. પરંતુ દિલને બદલે મગજથી કામ લો, આનાથી તમે યોગ્ય નિર્ણય લઈ શકશો. નેગેટિવ: મિત્રો અથવા સંબંધીઓ સાથે કોઈ વિષયને લઈને મતભેદ રહી શકે છે. પરંતુ વાતચીત કરતી વખતે અભદ્ર ભાષાનો પ્રયોગ ન કરો. સ્વયં પર ભરોસો રાખો, કોઈની ખોટી સલાહ તમને ભ્રમિત કરી શકે છે. વ્યવસાય: કારોબારી પ્રવૃત્તિઓમાં કંઈક ને કંઈક અડચણો રહેશે. આ સમયે જોખમ સંબંધી કોઈ પણ પ્રકારના કાર્યોમાં સમય અને પૈસા વેડફશો નહીં. નોકરીયાત લોકોને પોતાના કામ સમયસર પૂરા ન થવાથી તણાવ રહી શકે છે. કોઈ ઉચ્ચ અધિકારી પાસેથી મદદ લેવી ફાયદાકારક રહેશે. લવ: પરિવારજનોના પરસ્પર સંબંધો સુખદ અને સહયોગાત્મક રહેશે. કોઈ જૂના મિત્રને મળવાથી ઉત્તમ યાદો પણ તાજી થશે. સ્વાસ્થ્ય: પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ પણ લાપરવાહી ન કરો. હવામાનની વિપરીત અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે. લકી કલર: ગુલાબી લકી નંબર: 8 પોઝિટિવ: આજનો ગ્રહ ગોચર તમારા માટે યોગ્ય સમયનું નિર્માણ કરી રહ્યો છે. પરંતુ આનો ભરપૂર લાભ લેવો એ તમારી ક્ષમતા પર પણ નિર્ભર કરે છે. કોઈ વરિષ્ઠ વ્યક્તિની મદદ તમારા માટે ધન આપનારી આશાઓ સાકાર કરશે તથા મોટા ભાગનો સમય અંગત પ્રવૃત્તિઓમાં પસાર થશે. નેગેટિવ: ક્યારેક તમારા સ્વભાવમાં કોઈ વિપરીત પરિસ્થિતિના લીધે ચીડિયાપણું આવી શકે છે. કોઈ પણ મહત્વપૂર્ણ કામ કરતા પહેલાં તેનાથી સંકળાયેલી યોજનાઓ પર ફરીથી વિચાર-વિમર્શ ચોક્કસ કરો. ઘરની વ્યવસ્થાને સુવ્યવસ્થિત રાખવા માટે સૌને અનુશાસિત રાખવા અતિ આવશ્યક છે. વ્યવસાય: આ સમયે વ્યાવસાયિક કાર્યપ્રણાલીમાં મહત્વપૂર્ણ બદલાવ લાવવાથી પરિસ્થિતિઓ અનુકૂળ બનશે. કર્મચારીઓ સાથે પણ તમારા સારા સંબંધો વ્યવસાયમાં પ્રગતિની શુભ તકો પૂરી પાડશે. પરંતુ સરકારી નોકરીયાત લોકોને અધિકારીઓનું નકારાત્મક વલણ પરેશાન કરી શકે છે. લવ: જીવનસાથી સાથે સંબંધો મધુર બનાવી રાખો તથા ઘર-પરિવારની જરૂરિયાતો પર ધ્યાન આપવું આવશ્યક છે. સ્વાસ્થ્ય: બદલાતા હવામાનના લીધે ત્વચાને લગતા કોઈ ઈન્ફેક્શન જેવી સંભાવના છે. પોતાનું ધ્યાન ચોક્કસ રાખો. લકી કલર: ઓરેન્જ લકી નંબર: 5 પોઝિટિવ: વ્યવસ્થિત દિનચર્યા જાળવી રાખવા માટે કેટલીક યોજનાઓ બનાવશો, તેમાં સફળ પણ રહેશો. ધાર્મિક તથા આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રુચિ વધવાથી તમારા વ્યવહારમાં પણ સકારાત્મક બદલાવ આવશે. વિદ્યાર્થીઓ અને યુવા વર્ગ પોતાના ભવિષ્ય સંબંધી યોજનાઓને લઈને સચેત રહેશે. નેગેટિવ: લાપરવાહીના લીધે કેટલીક અડચણો આવી શકે છે. નકામી પ્રવૃત્તિઓમાં તમારો સમય ન બગાડો, આનાથી તમારી કાર્યક્ષમતા પ્રભાવિત થશે. જમીન-જાયદાત સંબંધી કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય આજે ન લો, કારણ કે આ કાર્યો માટે અત્યારે ગ્રહ સ્થિતિ અનુકૂળ નથી. વ્યવસાય: કાર્યક્ષેત્રમાં કેટલીક સારી સિદ્ધિઓ મળી શકે છે. પરંતુ સાથે જ કેટલીક રુકાવટો આવવાથી પરેશાનીઓ પણ બનેલી રહેશે. આ સમયે વર્તમાન પરિસ્થિતિઓને જોતા ધીરજ અને સંયમ જાળવી રાખવો જ યોગ્ય છે. ઓફિસમાં રાજકારણ જેવી પ્રવૃત્તિઓથી દૂર રહો. લવ: પતિ-પત્નીના પરસ્પર સંબંધોમાં થોડા મનદુઃખની સ્થિતિ બનશે. જો વિવાહ યોગ્ય લોકોના લગ્ન માટે કોઈ વાત ચાલી રહી હોય, તો તેનું પરિણામ સકારાત્મક રહેશે. સ્વાસ્થ્ય: માનસિક અને શારીરિક થાકમાંથી સુકૂન મેળવવા માટે કોઈ એકાંત સ્થળે ચોક્કસ જાઓ. મેડિટેશન કરો અને મૌન રહો. લકી કલર: વાદળી લકી નંબર: 7 પોઝિટિવ: આજનો ગ્રહ ગોચર તમારા માટે ઉત્તમ પરિસ્થિતિઓ બનાવી રહ્યો છે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિનો સહયોગ તમારા કાર્યોને વધુ સરળ બનાવશે. પોતાના કોઈ ખાસ મિશનને લઈને કરાયેલા પ્રયાસો સફળ રહેશે. કોઈ યાત્રાનો પ્લાન પણ બનશે. નેગેટિવ: કોઈ ડીલ ફાઈનલ કરતી વખતે કે રોકાણ કરતી વખતે કેટલીક ભૂલો થઈ શકે છે. સારું રહેશે કે કોઈ અનુભવી વ્યક્તિ સાથે સલાહ-મસલત કરી લો. પારિવારિક બાબતોમાં પણ તમારું યોગદાન ચોક્કસ આપો. યુવાનો પોતાની મહેનત પર ધ્યાન આપો. વ્યવસાય: માર્કેટિંગ સંબંધી કાર્યોમાં તથા સંપર્ક સૂત્રોને મજબૂત કરવામાં ધ્યાન આપો. કોઈ મોટો ઓર્ડર મળવાની પણ સંભાવના છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે તમારી કોઈ મહત્વપૂર્ણ યોજના લીક પણ થઈ શકે છે. સારું રહેશે કે તમામ નિર્ણયો પોતે જ લો. લવ: પારિવારિક સભ્યો પરસ્પર સામંજસ્ય દ્વારા ઘરની વ્યવસ્થાને યોગ્ય બનાવી રાખે. યુવા વર્ગ નકામા પ્રેમ સંબંધોમાં સમય ન બગાડે. સ્વાસ્થ્ય: કોઈ તણાવ અથવા ચિંતાની અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડશે. ધ્યાન અને મેડિટેશન ચોક્કસ કરો. લકી કલર: પીળો લકી નંબર: 9 પોઝિટિવ: ઘરમાં સંબંધીઓનું આગમન થશે તથા ચાલી રહેલા મનદુઃખ પણ દૂર થવાથી સંબંધો મજબૂત થશે. અગાઉની ભૂલોમાંથી શીખીને તમે વર્તમાનને સુંદર બનાવવાનો પ્રયાસ કરશો. આત્મમનન અને ચિંતન દ્વારા અનેક સમસ્યાઓનો ઉકેલ લાવવામાં પણ સફળ રહેશો. નેગેટિવ: પરંતુ બીજાની વાતોમાં આવ્યા વગર પોતાના કામથી જ મતલબ રાખો, નહિતર વાદ-વિવાદ અને ઝઘડા જેવી સ્થિતિ બની શકે છે. કોર્ટ-કચેરી સંબંધી મામલા મુલતવી જ રાખો. આ સમયે અંગત કાર્યોમાં જ પોતાને વ્યસ્ત રાખો. વ્યવસાય: નવી કાર્યપ્રણાલી સંબંધી યોજનાઓ બનશે અને સફળ પણ થશે. દૈનિક આવકમાં થોડો વધારો થશે. પરંતુ સહકર્મીઓના લીધે કોઈ ચિંતા જેવી સ્થિતિ પણ બનશે. કોઈ મહત્વપૂર્ણ ઓર્ડર સંબંધિત શુભ સમાચાર આવી શકે છે. લવ: વૈવાહિક જીવન સુખમય રહેશે. પ્રેમ સંબંધોને લગ્ન માટે પારિવારિક મંજૂરી મેળવવાનો અનુકૂળ સમય છે. સ્વાસ્થ્ય: હળવો તથા પચવામાં સરળ હોય તેવો ખોરાક લો, કારણ કે પેટ સંબંધિત કોઈ પરેશાની આવી શકે છે. લકી કલર: વાદળી લકી નંબર: 1 પોઝિટિવ: પોતાના અંગત કાર્યો કોઈની મદદ વગર પોતે જ પતાવવાનો પ્રયાસ કરો, આનાથી સારા પરિણામો પ્રાપ્ત થશે. કેટલાક સમયથી ચાલી રહેલી પારિવારિક પરેશાનીઓ પણ તમારી સકારાત્મક અને સંતુલિત સોચના કારણે મોટા ભાગે ઉકેલાઈ જશે. નેગેટિવ: ગેરસમજોના લીધે સંબંધોને બગાડો નહીં. પરસ્પર વાતચીતથી સમસ્યાઓને ઉકેલો. અચાનક જ કેટલાક એવા ખર્ચાઓ સામે આવશે જેના પર કાપ મૂકવો પણ શક્ય નહીં હોય, તેથી ધીરજ અને સંયમથી કામ લો. વ્યવસાય: વ્યવસાયમાં તમારી મહેનત અને દૂરદર્શિતાથી સકારાત્મક માહોલ બનશે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવશે. ઈમ્પોર્ટ-એક્સપોર્ટ સાથે જોડાયેલા વ્યવસાયમાં ફાયદાકારક પરિસ્થિતિઓ બની રહી છે. સરકારી નોકરીયાત લોકોને આજે કોઈ વિશેષ કામ પર જવું પડી શકે છે. લવ: પતિ-પત્ની વચ્ચે પરસ્પર સામંજસ્ય ઘરમાં સુખ-શાંતિ બનાવી રાખશે. પ્રેમ સંબંધોમાં એકબીજા પર વિશ્વાસ બનાવી રાખવો અતિ આવશ્યક છે. સ્વાસ્થ્ય: ઊંઘ ન આવવા જેવી સમસ્યા રહેશે. કોઈ પણ પ્રકારની ખોટી આદત જેમ કે અનિયમિત ખાનપાન તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. લકી કલર: ગુલાબી લકી નંબર: 4 પોઝિટિવ: આજે ગ્રહ સ્થિતિ તમને અણધાર્યો લાભ આપનારી છે. જો કોઈ કોર્ટ કેસ સંબંધી મુદ્દો ચાલી રહ્યો હોય, તો આજે તેનો ફેસલો તમારા પક્ષમાં આવી શકે છે. કોઈ રાજકીય વ્યક્તિ દ્વારા તમને કોઈ સિદ્ધિ પણ પ્રાપ્ત થવાની છે. નેગેટિવ: આર્થિક સમસ્યાથી બચવા માટે તમારા અનાવશ્યક ખર્ચાઓ પર રોક લગાવો. તમારી કોઈ પણ યોજના કોઈની સમક્ષ શેર ન કરો, નહિતર તમારે જ નુકસાનનો સામનો કરવો પડી શકે છે. યુવા વર્ગ હરવા-ફરવામાં પોતાનો સમય વિતાવીને પોતાનું જ નુકસાન કરી બેસશે. વ્યવસાય: વ્યવસાય સંબંધી કેટલીક યોજનાઓ બનશે તથા પારિવારિક લોકોનો પણ તેમાં રસ અને યોગદાન તમારા કાર્યોમાં કંઈક નવી દિશા પણ પૂરી પાડી શકે છે. પરંતુ પોતાના કાર્યોને નિયત સમય પર પૂરા કરવાની કોશિશ કરો. ફાયનાન્સ સંબંધી કાર્યો ખૂબ જ ધ્યાનપૂર્વક કરો, કોઈ ભૂલ થવાની આશંકા છે. લવ: પારિવારિક વાતાવરણ સુખમય રહેશે. પ્રેમ સંબંધોમાં લગ્ન માટે પારિવારિક મંજૂરી મળવાથી મન પ્રસન્ન રહેશે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. પરંતુ ઘરના કોઈ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. આ સમયે લાપરવાહી કર્યા વગર તરત જ સારવાર કરાવો. લકી કલર: વાદળી લકી નંબર: 3 પોઝિટિવ: જો ઘરમાં સુધારણા સંબંધી યોજના બની રહી હોય તો તેને વાસ્તુ મુજબ કરાવો, તો સકારાત્મક પરિણામો મળશે. તમારો આત્મવિશ્વાસ અને જોશ તમારી અનેક સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સહાયક રહેશે. વિદ્યાર્થીઓનું પણ અભ્યાસમાં યોગ્ય ધ્યાન બનેલું રહેશે. નેગેટિવ: એ વાતનું ધ્યાન રાખો કે જે કાર્યોને તમે ખૂબ જ સહજ અને સરળ અનુભવી રહ્યા હતા, તેમાં કંઈક ને કંઈક અડચણો રહેશે. દિવસના ઉત્તરાધંમાં કેટલીક તણાવપૂર્ણ પરિસ્થિતિઓ પણ બની શકે છે અને આ કારણે સંબંધોમાં પણ કડવાશ આવવાની આશંકા છે. વ્યવસાય: વ્યવસાયમાં સ્ટાફની કાર્યક્ષમતાથી ઉત્પાદનમાં વધારો થશે. વ્યાવસાયિક સ્થળને નવો લુક આપવા માટે કોઈ નિષ્ણાત સાથે સલાહ-મસલત પણ થઈ શકે છે. ઓફિશિયલ કાર્યોમાં અતિશયતાના કારણે થાક આપનારી દિનચર્યા રહેશે. લવ: પતિ-પત્ની એકબીજા પ્રત્યે સમર્પણની ભાવના રાખશે. વિપરીત લિંગી મિત્રોથી ચોક્કસ અંતર બનાવી રાખવું. સ્વાસ્થ્ય: કોઈ નિષ્ફળતાના લીધે પોતાનામાં આત્મબળની કમી અનુભવશો. આના લીધે શારીરિક કાર્યક્ષમતામાં પણ ઘટાડો આવશે. લકી કલર: લીલો લકી નંબર: 5 પોઝિટિવ: અનુભવી લોકોનું સાનિધ્ય મળશે અને કોઈ જૂની સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત અનુભવશો. બાળકોના શિક્ષણ સાથે સંકળાયેલી કેટલીક લાભદાયી યોજનાઓ ફળીભૂત થશે. આનાથી બાળકોમાં આત્મવિશ્વાસ પણ વધશે. સામાજિક પ્રવૃત્તિઓમાં પણ તમારું યોગદાન રહેશે. નેગેટિવ: પોતાની દિનચર્યા વ્યવસ્થિત રાખવાથી તમે અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો. કોઈ મિત્ર સાથે મનદુઃખ જેવી સ્થિતિ બની રહી છે. વાતચીત કરતી વખતે અયોગ્ય શબ્દોનો પ્રયોગ ન કરો, નહિતર માન-હાનિની આશંકા છે. ઘરમાં અચાનક મહેમાનોના આગમનથી વ્યવસ્થા થોડી અસ્ત-વ્યસ્ત રહેશે. વ્યવસાય: કારોબારમાં વિસ્તરણ સંબંધી કોઈ યોજના પર કામ થશે અને સફળતા પણ મળશે. સહયોગીઓ તથા કર્મચારીઓ સાથે ચાલી રહેલો કોઈ તણાવ દૂર થશે. પ્રોપર્ટી સંબંધી કાર્યોમાં કોઈ મોટી ડીલ થવાની પણ સંભાવના છે. અંગત તણાવને પોતાના વ્યવસાય પર હાવી ન થવા દો. લવ: ઘર તથા વ્યવસાયમાં ખુશહાલ માહોલ બનેલો રહેશે. પરંતુ પ્રેમ સંબંધોમાં નાની એવી લાપરવાહીને લઈને અલગ થવા જેવી સ્થિતિ પણ બની શકે છે. સ્વાસ્થ્ય: જોખમ વાળી પ્રવૃત્તિઓથી દૂર રહો. ઈજા વગેરે થવાની સ્થિતિ બની રહી છે. આ સમયે વાહન પણ ખૂબ જ સાવચેતીપૂર્વક ચલાવવાની જરૂર છે. લકી કલર: કેસરી લકી નંબર: 6 પોઝિટિવ: કલાત્મક ક્રિયાકલાપો અને રુચિપૂર્ણ કાર્યોમાં સુખદ દિવસ પસાર થશે. ફોન કોલ દ્વારા તમને મહત્વપૂર્ણ માહિતી મળવાની સંભાવના છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ વધુ લાભદાયી સાબિત થશે. નેગેટિવ: કોઈ પણ પ્રકારની યાત્રા ન કરો, કારણ કે તેમાં સમય અને પૈસા વેડફાવા સિવાય બીજું કંઈ હાંસલ નહીં થાય. ધ્યાન રાખો કે દરેક પ્રવૃત્તિમાં સ્વયંની કાર્યક્ષમતા પર વિશ્વાસ રાખવો પણ જરૂરી છે. બીજાની વાતોમાં આવીને નુકસાન કરી શકો છો. વ્યવસાય: મીડિયા તથા ઓનલાઈન પ્રવૃત્તિઓ દ્વારા તમને વ્યવસાય સંબંધી અનેક નવી માહિતીઓ પ્રાપ્ત થશે. પબ્લિક ડીલિંગ, ગ્લેમર, કમ્પ્યુટર વગેરે સાથે જોડાયેલા વ્યવસાયમાં વિશેષ સિદ્ધિ હાસલ થશે. નોકરીયાત વ્યક્તિઓને બદલી સંબંધી સારા સમાચાર મળી શકે છે. લવ: વૈવાહિક સંબંધોમાં કંઈક અકારણ તણાવ રહી શકે છે. નકામા પ્રેમ સંબંધોમાં સમય ન બગાડો. સ્વાસ્થ્ય: થાક અને તાવ જેવી પરેશાની રહેશે. પોતાનું ઈમ્યુન સિસ્ટમ મજબૂત રાખો. લકી કલર: સફેદ લકી નંબર: 9 પોઝિટિવ: ખર્ચાઓની સાથે-સાથે આવકના સ્ત્રોત પણ વધશે, તેથી કોઈ પણ પ્રકારનો તણાવ ન લો. આધ્યાત્મિક તથા ધાર્મિક પ્રવૃત્તિઓમાં સમય પસાર થશે, જેનાથી આત્મિક શાંતિ અનુભવાશે. જો કોઈ સ્થાન પરિવર્તન સંબંધી યોજના બની રહી હોય, તો આજે તેના પર કામ શરૂ થવાની યોગ્ય સંભાવના છે. નેગેટિવ: કોઈ પણ પ્રકારની યાત્રાને આજે ટાળવી જ યોગ્ય છે, કારણ કે કોઈ સકારાત્મક પરિણામો પ્રાપ્ત નહીં થાય. બીજા પાસેથી આશા ન રાખીને પોતાની કાર્યક્ષમતા પર જ વિશ્વાસ રાખવો યોગ્ય છે. ધ્યાન રાખો કે વીતેલી નકારાત્મક વાતો તમારો આજ પણ બગાડી શકે છે. વ્યવસાય: આ સમય વ્યવસાયની દ્રષ્ટિએ ખૂબ જ અનુકૂળ છે. કાર્યક્ષેત્રમાં કોઈ નવા ઓર્ડર કે કરાર મળવાથી વ્યસ્તતા રહેશે. નાણાકીય બાબતોમાં પણ પ્રગતિ થશે. કોઈ નવા કામ સાથે સંકળાયેલા કાર્યોમાં અત્યારે સ્થિરતા આવેલી છે, પરંતુ જલ્દી જ પ્રગતિના યોગ બનવાના છે. લવ: દાંપત્ય જીવનમાં સામંજસ્ય બનાવી રાખો. કોઈ વિપરીત લિંગી વ્યક્તિ સાથે વધુ મેળ-મિલાપ તમારી બદનામીનું કારણ પણ બની શકે છે. સ્વાસ્થ્ય: તમારું પોતાની દિનચર્યા પ્રત્યે બેદરકાકર હોવું ગેસ જેવી પરેશાનીઓને વધારશે. જંક ફૂડ ખાવાથી બચો. લકી કલર: ક્રીમ લકી નંબર: 2
    Click here to Read More
    Previous Article
    29 ઓક્ટોબરનું ટેરો રાશિફળ:કર્ક, સિંહ અને મકર રાશિના જાતકોને મળશે પ્રમોશન, કન્યા-વૃશ્ચિક રાશિના લોકોને ધન લાભનો યોગ
    Next Article
    દિલ્હીથી રાજકોટની ફ્લાઇટ વડોદરા ડાયવર્ટ:હીરાસરમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પક્ષી ભગાડવા ફોડેલા ફટાકડાથી આગ ભભૂકતા 100 મુસાફરોના શ્વાસ અધ્ધર

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment