Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપા ચૂંટણીમાં આપની અપરિપક્વતા છતી થઈ:ગ્રાઉન્ડ લેવલની તૈયારી વિના 29 ઉમેદવારો જાહેર, સંગઠન પાસે પોતાના જ મુરતિયાઓની પ્રોફાઇલ નથી

    1 day ago

    ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ઉમેદવારોની બીજી યાદી ઉતાવળે જાહેર કરી દેવામાં આવી છે. અગાઉ જાહેર કરાયેલા 23 ઉમેદવારો બાદ બીજા તબક્કામાં વધુ 6 નામો સાથે અત્યાર સુધીમાં કુલ 29 ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જોકે, ચૂંટણી જીતવાના મોટા-મોટા દાવા વચ્ચે આ સમગ્ર કવાયતે પાર્ટીની આંતરિક નબળાઈઓ અને ગ્રાઉન્ડ લેવલના હોમવર્કના અભાવની પોલ ખોલી નાખી છે. ખુદ પાર્ટી સંગઠન પાસે જ પોતાના સત્તાવાર ઉમેદવારોના ફોટા કે તેમની પ્રાથમિક પ્રોફાઇલ સાથેની સત્તાવાર યાદી ઉપલબ્ધ ન હોવાથી કાર્યકરો અને મતદારોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ બદલાવ માટે સમર્થન માંગ્યું પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા દ્વારા જાહેર કરાયેલી નવી યાદીમાં વોર્ડ નંબર 2 માંથી ઈશ્વરભાઈ વાઘેલા અને વિલાસબેન મકવાણા, વોર્ડ નંબર 4 માંથી સીરીનબાનુ મન્સૂરી, શરીફ મકરાણી તથા લાલભાઈ વણઝારા, અને વોર્ડ નંબર 5 માંથી જય વાઘેલાના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ પ્રસંગે આપ નેતૃત્વએ દાવો કર્યો હતો કે આ તમામ ચહેરાઓ પાયાના કાર્યકરો છે અને સ્થાનિક પ્રજાના પાયાના પ્રશ્નો માટે સતત લડત આપતા રહ્યા છે. ગાંધીનગરની જનતા ભાજપના શાસનથી ત્રસ્ત છે ત્યારે સાચા બદલાવ અને પારદર્શક વહીવટ માટે લોકોએ આમ આદમી પાર્ટીને સંપૂર્ણ સમર્થન આપવું જોઈએ. ભાજપના મજબૂત કેડર સામે ઉતરેલી 'આપ' પહેલેથી બેકફૂટ પર આમ આદમી પાર્ટીના દાવાઓ અને વાસ્તવિક જમીની સ્થિતિ વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ભાજપ જેવા કેડર-બેઝ્ડ, સુસંગઠિત અને મજબૂત પેજ પ્રમુખ નેટવર્ક ધરાવતા પક્ષ સામે જંગ લડવા નીકળેલી આમ આદમી પાર્ટી પોતાની સંગઠનાત્મક નબળાઈઓને પગલે શરૂઆતથી જ બેકફૂટ પર ધકેલાઈ ગઈ હોય તેવું ચિત્ર ઊભું થયું છે. 29 જેટલા નામો જાહેર કરવાની ઉત્સુકતા વચ્ચે ખુદ પાર્ટીના મીડિયા સેલ કે પ્રવક્તા પાસે ઉમેદવારોના ફોટોગ્રાફ્સ, કારકિર્દી કે શૈક્ષણિક વિગતો સુદ્ધાં મોજૂદ નથી, જે દર્શાવે છે કે ઉમેદવારોની પસંદગી પૂરતા ગ્રાઉન્ડ રિસર્ચ વિના જ ઉતાવળે આટોપી લેવાઈ છે. "ટીમને ફોટાવાળી યાદી તૈયાર કરવા કહ્યું છે" - સોરઠીયા રાજકીય વિશ્લેષકોના મતે કોઈપણ ચૂંટણી માત્ર સોશિયલ મીડિયા પર પ્રચાર કે નામોની ઘોષણા કરવાથી જીતી શકાતી નથી, તેના માટે બૂથ લેવલનું માઇક્રો પ્લાનિંગ અનિવાર્ય હોય છે. પોતાના જ ઉમેદવારોની સામાન્ય વિગતોનો અભાવ એ બાબત છતી કરે છે કે પાર્ટી માત્ર મીડિયામાં ચર્ચામાં રહેવા અને ઉતાવળે ટિકિટો વહેંચીને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ ગંભીર છબરડા અંગે જ્યારે સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાનું ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે તેમણે બચાવ કરતાં જણાવ્યું હતું કે, સ્થાનિક ટીમને સૂચના આપી દેવામાં આવી છે અને તેઓ ઝડપથી ફોટોગ્રાફ્સ સાથેની વિસ્તૃત યાદી મીડિયા સમક્ષ રજૂ કરશે. સંગઠનના અભાવે આપ માટે ચૂંટણી બનશે અગ્નિપરીક્ષા આગામી દિવસોમાં બાકીના વોર્ડ માટે પણ તબક્કાવાર ઉમેદવારો ઉતારવાની વાતો કરીને આપ નેતાઓ પોતાની પોકળતા છુપાવવાની મથામણ કરી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ગાંધીનગર શહેર રાજ્યનું પાટનગર હોવાથી અહીંનો મતદાર અત્યંત જાગૃત અને વિવેકબુદ્ધિ ધરાવતો સરકારી-અર્ધસરકારી વર્ગ છે. માત્ર બદલાવના પોકળ નારાઓ કે અડધીપડધી તૈયારીઓ સાથે રાજકીય સ્ટંટ કરીને તેમને ભ્રમિત કરી શકાશે નહીં. મજબૂત રણનીતિ અને પાયાના સંગઠન માળખા વગર મેદાનમાં કૂદી પડેલી આમ આદમી પાર્ટી માટે ગાંધીનગર મનપાની આગામી ચૂંટણી એક અતિ કપરું ચઢાણ સાબિત થશે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર મહાપાલિકા ચૂંટણી જાહેર થતાં આચારસંહિતા કડક:મતદાન મથકના 200 મીટરમાં અને ધાર્મિક-શૈક્ષણિક સ્થળો નજીક ચૂંટણી કાર્યાલય પર પ્રતિબંધ;આચારસંહિતા ભંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી
    Next Article
    નવસારી BAPS વિદ્યામંદિરમાં જળઝીલણી એકાદશીની ઉજવણી:વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો, મૂર્તિઓને જળવિહાર કરાવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment