Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર મહાપાલિકા ચૂંટણી જાહેર થતાં આચારસંહિતા કડક:મતદાન મથકના 200 મીટરમાં અને ધાર્મિક-શૈક્ષણિક સ્થળો નજીક ચૂંટણી કાર્યાલય પર પ્રતિબંધ;આચારસંહિતા ભંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી

    1 day ago

    ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત થતાં જ આદર્શ આચારસંહિતાની કડક અમલવારી શરૂ કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર ખતાલે દ્વારા શાંતિપૂર્ણ મતદાન માટે રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. આ નિયમો અનુસાર મતદાન મથકની 200 મીટરની ત્રિજ્યામાં કાર્યાલય ઊભું કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ ઉમેદવારો અને પક્ષોએ તારીખ 11 ઓક્ટોબર સુધી આ આદેશોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. 200 મીટર બહાર માત્ર એક જ મંડપની મંજૂરી ચૂંટણી નિયમો મુજબ મતદાન મથકથી 200 મીટરની સીમા બહાર ઉમેદવાર માત્ર એક જ અસ્થાયી મંડપ સ્થાપી શકશે. આ મંડપમાં માત્ર એક ટેબલ અને બે ખુરશી રાખવાની જ ભૌતિક વ્યવસ્થા મંજૂર કરાઈ છે. પડદા બાંધી બંધિયાર વાતાવરણ બનાવવા પર મનાઈ તડકા કે વરસાદથી રક્ષણ માટે છત્રી કે તાડપત્રીનો ઉપયોગ કરી શકાશે. પરંતુ મંડપની ચારેય તરફ કાપડ કે કંતાનના પડદા બાંધીને બંધિયાર વાતાવરણ ઊભું કરવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે. ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ પાસે કાર્યાલય રદ સૌહાર્દ જાળવવા માટે કોઈપણ ધાર્મિક સ્થળ, શાળા, કોલેજ કે હોસ્પિટલના કંપાઉન્ડમાં ચૂંટણી કાર્યાલય શરૂ કરવા પર પ્રતિબંધ છે. કાર્યાલય શરૂ કરતા પહેલાં સ્થાનિક સત્તા મંડળની લેખિત પરવાનગી મેળવવી ફરજિયાત રહેશે. મતદાર સ્લીપ પર ચૂંટણી પ્રતીક છાપી શકાશે નહીં મતદારોને અપાતી વિતરણ સ્લીપ પર ઉમેદવારનું નામ, પક્ષનું નામ કે ચૂંટણી પ્રતીક છાપવા પર રોક લગાવાઈ છે. મતદાન કરીને બહાર આવતા મતદારોને મંડપ પાસે એકત્રિત થવા દેવામાં આવશે નહીં. નિયમભંગ કરનાર સામે કાયદેસરનો દંડ અને સજા થશે જિલ્લા મેજિસ્ટ્રેટનો આ આદેશ ગાંધીનગરના ચૂંટણી હેઠળના તમામ વિસ્તારોમાં તારીખ 11 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. આ ગાઈડલાઈનનો અનાદર કરનાર ઉમેદવાર કે વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી કરીને દંડ ફટકારાશે.
    Click here to Read More
    Previous Article
    પરેશ ધાનાણીના ભાઈએ યુવકને કીટલી મારી:ક્રેનની ટક્કરે યુવતીનું મોત, પોલીસની ગાડીને બિશ્નોઈ ગેંગે ટક્કર મારી, નીરજા ગુપ્તાના વધુ એક કૌભાંડનો ખુલાસો
    Next Article
    મનપા ચૂંટણીમાં આપની અપરિપક્વતા છતી થઈ:ગ્રાઉન્ડ લેવલની તૈયારી વિના 29 ઉમેદવારો જાહેર, સંગઠન પાસે પોતાના જ મુરતિયાઓની પ્રોફાઇલ નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment