Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં 'ઝેપ્સ હેલ્થ કેર'ના માલિક પરિવારનો સામૂહિક આપઘાત:ત્રણ માળના બંગલામાં માતાએ દીકરા-દીકરી સાથે ફાંસો ખાધો, પતિનું વર્ષ પહેલા હાર્ટ એટેકથી અવસાન થયું હતું

    16 hours ago

    વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલી દલા પટેલની પોળ (નરસિંહજીની પોળ)માં રહેતા સોની પરિવારના 50 વર્ષીય માતાએ પોતાના પુત્ર અને પુત્રી સાથે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને સામૂહિક આત્મહત્યા કરી હતી. ગતરોજ બપોરના સમયે 50 વર્ષીય માતા આરતીબેન સોની, તેમનો મોટો પુત્ર નીલકંઠ સોની અને નાની પુત્રી જેની સોનીએ એકસાથે જીવન ટૂંકાવ્યું હતું. કામવાળા બેને ખખડાવવા છતાં ઘર ન ખોલતા તેમણે મૃતક આરતીબેનના પાર્ટનરને જાણ કરી હતી. મૃતક આરતીબેન સોનીના પતિનું એક વર્ષ અગાઉ હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું. મૃતક સોની પરિવાર સાથે વ્યાપારી ભાગીદારી ધરાવતા કેતન શાહે જણાવ્યું હતું કે, તેઓ વ્યવસાયે સોના-ચાંદીના વેપારી છે અને છેલ્લા 12-13 વર્ષથી આ પરિવાર સાથે પારિવારિક સંબંધ ધરાવતા હતા. તેમણે દોઢ-બે વર્ષ પહેલાં સ્વ. ચેતનભાઈ સાથે મળીને ઓલ્ડ પાદરા રોડ ખાતે 'ઝેપ્સ હેલ્થ કેર' નામની આયુર્વેદિક હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ ફર્મ તરીકે શરૂ કરી હતી. ‘હોસ્પિટલનું કામકાજ સારું ચાલતું હતું’ ચેતનભાઈના નિધન બાદ પુત્ર નીલકંઠ, માતા આરતીબેન અને પુત્રી જેની સોની હોસ્પિટલનું સમગ્ર સંચાલન સંભાળતાં હતાં. હોસ્પિટલમાં તમામ રોકાણ કેતનભાઈનું હતું, જ્યારે હિસાબ-કિતાબ અને સંચાલન આ ત્રણેય સભ્યો કરતા હતા અને તેમની વચ્ચે કોઈ નાણાકીય લેવડદેવડ કે આર્થિક વિવાદ કે મનદુઃખ નહોતું. તેમણે ઉમેર્યું કે, આ ઘટનાની જાણ થતા જ તેમણે તાત્કાલિક પરિવારના સભ્યો અને પોલીસને જાણ કરી હતી. ત્રણ-ચાર દિવસ પહેલાં જ તેમની હોસ્પિટલમાં નવા 10 વિઝિટિંગ ડોક્ટર્સ રાખવા અંગે સામાન્ય વાતચીત થઈ હતી અને હોસ્પિટલનું કામકાજ પણ સારું ચાલતું હતું. ઘટનાસ્થળની ત્રણ તસવીરો ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા આ બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ત્રણેય મૃતદેહોનો કબજો સંભાળી આ સામૂહિક આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા સઘન તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોએ અલગ-અલગ જગ્યાએ ગળાફાંસો ખાધો DCP એન્ડ્રુ મેકવાને આ ઘટના અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી મુજબ આરતીબેન સોની, તેમના પુત્ર નીલકંઠ અને પુત્રી એમ એક જ પરિવારના ત્રણ સભ્યોએ અલગ-અલગ જગ્યાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મૃતદેહોમાંથી દુર્ગંધ આવતી હોવાથી બનાવને થોડો સમય વીતી ગયો હોવાની શક્યતા છે પરંતુ, મૃત્યુનો ચોક્કસ સમય અને કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલ ત્રણેય મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ઘટનાસ્થળે સઘન સર્ચ કરી, પરિવારજનો તેમજ નિકટના સંપર્કોની પૂછપરછ હાથ ધરીને એડી (અકસ્માતે મોત) નોંધી આગળની કાયદેસરની તપાસ ચલાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    MLC ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક નહીં:PM મોદીનો કટાક્ષ- મતદાન બેલેટથી થયું, તો પણ કેટલી બેઠકો મળી; બિહાર-યુપી સહિત 4 રાજ્યોની 16 બેઠકો NDAએ જીતી
    Next Article
    ખેરાલુના થાંગણા ગામે પ્રેમપ્રકરણમાં યુવકની હત્યા:ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યાનો પરિવારનો આક્ષેપ, PIએ કહ્યું-ફરિયાદ નોંધાયા બાદ વિગતો આપીશું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment