Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MLC ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક નહીં:PM મોદીનો કટાક્ષ- મતદાન બેલેટથી થયું, તો પણ કેટલી બેઠકો મળી; બિહાર-યુપી સહિત 4 રાજ્યોની 16 બેઠકો NDAએ જીતી

    19 hours ago

    MLC ચૂંટણીના પરિણામો પર PM મોદીએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું, ‘4 મોટા રાજ્યો- ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકમાં 28 બેઠકો પર MLC ચૂંટણી યોજાઈ. ચૂંટણી બેલેટ પેપરથી યોજાઈ. અનુમાન લગાવો કે કોંગ્રેસે કેટલી બેઠકો જીતી.’ આ 28 બેઠકોમાંથી કોંગ્રેસ પાસે 4 બેઠકો હતી. પાર્ટી આ ચૂંટણીઓમાં એક પણ બેઠક જીતી શકી નથી. કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષનો આરોપ છે કે ભાજપ EVMમાં હેરફેર કરીને ચૂંટણી જીતતી આવી છે. તાજેતરના SIRના વિરોધ દરમિયાન પણ વિપક્ષે ભાજપ અને ચૂંટણી પંચ પર મતચોરી કરીને ચૂંટણી જીતવાનો આરોપ લગાવ્યો હતો. તેઓ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ EVMથી યોજવાની માગ કરી રહ્યા છે. યુપી: ગોરખપુરમાં ભાજપ માત્ર 307 મતથી જીત્યું ગોરખપુરમાં ભાજપ 307 મતોથી જીતી ગયું. ધ્રુવ ત્રિપાઠીએ વિક્ટ્રી સાઇન બતાવીને ખુશી વ્યક્ત કરી. તેઓ સતત ચોથી વખત MLC બન્યા છે. તેમને ટક્કર આપનાર અપક્ષ રાજીવ યાદવે કહ્યું- ‘મને જાણીજોઈને હરાવવામાં આવ્યો છે. એક હજાર મતની ચોરી કરવામાં આવી છે.’ રાજીવની હાર પર તેમના સમર્થકો રડી પડ્યા. યુપીમાં વિધાન પરિષદ (MLC) ચૂંટણીનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. શિક્ષક અને સ્નાતક કોટાની 11 બેઠકોમાંથી 9નાં પરિણામો જાહેર થઈ ચૂક્યાં છે. ભાજપે 6 અને સપાએ 3 બેઠકો જીતી છે. બિહાર: પટના સ્નાતક બેઠક પર નીરજ જીત્યા, કોશીમાં ભાજપની હેટ્રિક બિહાર વિધાન પરિષદની 8 બેઠકોમાંથી 6 બેઠકોનું પરિણામ આવી ગયું છે. પટના સ્નાતક બેઠક પરથી જેડીયુના નીરજ કુમાર જીત્યા છે. જ્યારે કોશી સ્નાતક બેઠક પર ભાજપના એન.કે. યાદવે જીતની હેટ્રિક નોંધાવી છે. નીરજ કુમારનો વિરોધ કરી રહેલા અનંત સિંહે કહ્યું, ‘મને સમય મળ્યો નહીં. હું નીરજને જીતની શુભેચ્છા નહીં આપું. મારી નારાજગી પાર્ટીથી નહીં, નીરજથી છે.’ બીજી તરફ, તિરહુત સ્નાતક બેઠક પરથી વંશીધર સતત આગળ ચાલી રહ્યા છે. કર્ણાટક- 4 બેઠકો NDA પાસે, કોંગ્રેસે એકમાત્ર બેઠક ગુમાવી કર્ણાટકમાં MLCની ચાર બેઠકો પર કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો. વિપક્ષી જનતા દળ (સેક્યુલર) એટલે કે JDSએ કોંગ્રેસ પાસેથી એક બેઠક છીનવી લીધી, જ્યારે તેની સહયોગી ભાજપે પોતાની ત્રણેય બેઠકો જાળવી રાખી. બેંગલુરુ શિક્ષક બેઠક પર ભાજપના સમર્થનથી ચૂંટણી લડી રહેલા જેડીએસના ઉમેદવાર એપી રંગનાથે કોંગ્રેસના વર્તમાન એમએલસી પુટ્ટન્નાને 908 મતોથી હરાવ્યા. પુટ્ટન્નાને 9,902 મત મળ્યા, જ્યારે રંગનાથને 10,810 મત મળ્યા. ઉત્તર-પૂર્વ શિક્ષક બેઠક પર ભાજપના વર્તમાન એમએલસી શશિલ જી. નામોશીએ કોંગ્રેસના ઉમેદવાર શરણપ્પા મત્તૂરને હરાવ્યા. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, નામોશીએ આ બેઠક પર સતત પાંચમી વખત જીત નોંધાવી છે. નામોશીને 15,596 મત મળ્યા, જ્યારે મત્તૂરને 12,299 મત મળ્યા. નામોશીએ 3,297 મતના અંતરથી જીત નોંધાવી. મહારાષ્ટ્ર- NDA અને વિપક્ષને 2-2 બેઠકો મહારાષ્ટ્ર વિધાન પરિષદની પાંચ બેઠકોમાંથી ચારનાં પરિણામો જાહેર થઈ ગયા છે. બે બેઠકો સત્તાધારી એનડીએ એટલે કે મહાયુતિએ જીતી છે અને બે બેઠકો વિપક્ષ એટલે કે મહાવિકાસ આઘાડીએ જીતી છે. પુણે શિક્ષક બેઠક પર ભાજપના કૌસ્તુભ ગાવડે વિજેતા થયા અને અમરાવતી શિક્ષક બેઠક પર શિંદેની શિવસેનાના કિરણ સરનાઈક વિજેતા થયા. બીજી તરફ, છત્રપતિ સંભાજીનગર સ્નાતક બેઠક પર શરદ પવાર જૂથના પ્રતાપસિંહ પાટીલે સતીશ ચવ્હાણને હરાવ્યા, અને પુણે સ્નાતક બેઠક પર પણ શરદ પવાર જૂથનાં હર્ષદા દેશમુખ-જાધવની જીતના સમાચાર છે. નાગપુર સ્નાતક બેઠકનું પરિણામ હજુ બાકી છે, જ્યાં ભાજપના સુધાકર કોહાલે અને કોંગ્રેસના અભિજીત વંજારી વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. પુણે સ્નાતક બેઠકના પરિણામની પુષ્ટિ આયોગ પાસેથી કરી લો. ભાજપે કહ્યું- કોંગ્રેસને જનતાનું સમર્થન મળ્યું નથી ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે એમએલસી ચૂંટણીનાં પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસને જનતાનું સમર્થન મળ્યું નથી. આ ચૂંટણી ઈવીએમને બદલે બેલેટ પેપર અને બેલેટ બોક્સ દ્વારા યોજાઈ હતી. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતું પણ ખૂલ્યું નથી. તેમના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ મતચોરીના આરોપો લગાવીને પોતાના ચૂંટણી પ્રદર્શન પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Avalanche Allows Tokenised Treasury Holdings to Secure Loans and Trades
    Next Article
    વડોદરામાં 'ઝેપ્સ હેલ્થ કેર'ના માલિક પરિવારનો સામૂહિક આપઘાત:ત્રણ માળના બંગલામાં માતાએ દીકરા-દીકરી સાથે ફાંસો ખાધો, પતિનું વર્ષ પહેલા હાર્ટ એટેકથી અવસાન થયું હતું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment